________________
.
:::
,
,
,
,
,
,
-
- - -
-
-
-
-
-
-
-
-
છતાં ચેતન પર પોતાનો પ્રભાવ જમાવીને જીવને ભટકાવી દે છે. પરંતુ ઉત્તમ જીવો કે જાગૃત જીવો કર્મની સત્તાને અને તેમાંથી ઊઠતા રાગાદિ ભાવોને વશ ન થતાં, તેમને જેમ છે તેમ જાણી લે છે, પોતાના સ્વભાવમાં ટકી રહે છે. તેને કર્મસત્તા નિયમથી છોડી દે છે. કર્મસત્તાથી છૂટેલો જીવ આત્મસત્તા વડે સ્વયં શુદ્ધ અને બુદ્ધ થઈ જાય છે. ગૌતમની વિરહવેદનાની પળોમાં શું બન્યું ?
જ
છે
,
અકળ કળા પ્રભુ તાહરી પાર પામું શી રીતે ? ભાવિના ભેદનું ભણવાથી ભાન થતું નથી. એ ભાન થવા માટે જ્ઞાન અમોઘ સાધન છે. જે અતીત, અનાગત અને સાંપ્રત ત્રણે કાળના ભેદ જાણે છે, ઉકેલે છે અને અભેદ એવા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરાવે છે.
ભગવાને ઇન્દ્રભૂતિને ગૌતમને ગણધર પદે સ્થાપિત કર્યા પછી પોતાના જીવનકાળ દરમ્યાન ગૌતમને અદ્ભત રહસ્યોનું પ્રદાન કર્યું. પ્રશ્નોત્તર દ્વારા પ્રભુના જ્ઞાનપ્રકાશને ગૌતમ જીવનભર ઝીલતા જ રહ્યા. ક્યારેક ભગવાન પ્રત્યે સ્વરૂપ પ્રાપ્તિ માટે પ્રશ્નસૂચક દૃષ્ટિ કરી લેતા ત્યારે ભગવાન પ્રત્યુત્તર વાળતા.
“હે ગૌતમ, તમે અમારા જેવું જ સ્વરૂપ પ્રાપ્ત કરવાના છો !' પણ ત્યારે એ રહસ્ય ગુપ્ત હતું. અને ગૌતમ માટે તે ગુપ્ત રહ્યું.
નિર્વાણની રાત્રિનો સમય નિક્ટ જાણીને ભગવાને એકાએક ગૌતમને કહ્યું, “ગૌતમ ! નજીકના ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ છે. તે તમારાથી પ્રતિબોધ પામશે.” ગૌતમને માટે ભગવાનનું વચન એટલે બ્રહ્મવાક્ય. આજ્ઞાંકિત ગૌતમ “ભંતે જેવી આપની આજ્ઞા” કહીને શીઘતાએ દેવશર્મા પ્રત્યે પહોંચી, પ્રતિબોધ પમાડી પાછા વળ્યા.
પણ આ શું બન્યું?
ભગવાનના નિર્વાણ કલ્યાણકની અંતિમ ક્રિયા કરી, એ માર્ગે જતાં દેવો પાસેથી ગૌતમે સાંભળ્યું કે ભગવાન નિર્વાણ પામ્યા.
૧ ૧૨ ૪ હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org