Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 172
________________ વાત છે; અને તેમ થવું શક્ય છે. આથી તેમણે ભગવાનને વિનંતી કરી. ‘ભંતે ! આપના નિર્વાણના સમયે ભસ્મગ્રહની ક્રૂર છાયા ઊતરે તેવા ગ્રહોનો યોગ છે. આપના શાસનને અને સંઘને ભવિષ્યમાં ઘણી હાનિ પહોંચશે. તે બે હજાર વર્ષ સુધી રહેશે; પરંતુ જો આપ આપના નિર્વાણનો સમય ફક્ત એક સમય માટે લંબાવી દો તો તેની અસર ઓછી થઈ જાય, સંઘ અને શાસનના ઉત્થાન માટે મારી આ વિનંતીનો સ્વીકાર કરો.'' ભગવાન : ‘‘હે ઇન્દ્ર, સંઘ અને શાસનની સેવાનો તમારો સદ્ભાવ અભિનંદનીય છે. પરંતુ તમે એ સદ્ભાવમાં એક વાત વીસરી ગયા કે કર્મના ઉદય અને બંધનો કાનૂન સર્વને માટે સમાન છે. તેમાં કોઈ ભક્ત ભગવાનનો કે રાજા રંકનો ભેદ નથી. વળી આયુષ્યની મર્યાદા વધારવી કે ઘટાડવી તે પોતાના હાથની વાત નથી. એકવાર આયુષ્યનો જેવો અને જેટલો બંધ પડ્યો હોય તેને સ્વીકારી લેવો જ પડે છે. તેમાં ઇન્દ્ર, ચન્દ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર કંઈ જ હસ્તક્ષેપ કરી શકતા નથી.’’ ઇન્દ્રની પ્રભુ પ્રત્યે, પ્રભુના શાસન પ્રત્યે અત્યંત સદ્ભાવના હતી. ભગવાનના નિર્વાણ સમયના ખેદે તેમના હૈયાને હલાવી દીધું હતું. તેમાં વળી ભસ્મગ્રહનો ખ્યાલ આવતાં તે વ્યથા વૃદ્ધિ પામી. આથી તેઓ પ્રભુને વીનવી રહ્યા. એક ક્ષણની ભિક્ષા માગી રહ્યા. શક્રેન્દ્ર જેવા શક્તિશાળી આત્મા પણ ભાવિના અમંગલથી દ્રવિત થઈ ગયા. પરંતુ જે બનનાર છે તેને કોઈ ફેરવી શકતું નથી. ભગવાને ઇન્દ્રરાજને તે વાત સમજાવીને જગતના જીવોને એક મહાન શીખ આપી કે, જે કંઈ વિપરીત બને છે તેનો ખેદ ન કરો. પરંતુ કર્મસત્તાથી સ્વતંત્ર થવાય તેવું શુદ્ધ જીવન જીવો. તમે કર્મસત્તામાં ફેરફાર કરી શક્તા નથી. પણ તમારી વૃત્તિ, પ્રવૃત્તિ કે પ્રકૃતિમાં ફેરફાર કરી સાચી સ્વાધીનતા પ્રાપ્ત કરો. જ્યાં સુધી જીવ કર્મથી પ્રભાવિત થાય છે, ત્યાં સુધી કર્મ જડ હોવા હિતશિક્ષા ૪ ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188