Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 158
________________ ક , આ wwwwwwwwww મામ કરતા નાનકડા અને સમજી ગયાં કે, પોતે પતિની પાછળ સતી થવાનું હોય તેમ નીકળી પડ્યાં હતાં. પણ આ માર્ગ ખોટો છે. અને ક્ષમાયાચના કરી પાછાં પ્રભુના શાસનમાં પ્રવેશ ગ્રહણ કર્યો. સંસારીપણે ત્રિભેટે ઊભેલો જમાલિ ભાણેજ, જમાઈ અને રાજકુમાર હતો. આખરે શિષ્યપણું પામ્યો હતો. પરંતુ પોતાના જ્ઞાનનું ગુમાન તેને કૃતઘ્નતામાં લઈ ગયું તે સર્વપ્રથમ નિન્દવ – પ્રભુની સામે પડ્યો. તે કાળે પણ જીવો સ્વચ્છંદના દોષે મળેલા ઉત્તમ યોગને અફળવાન બનાવતા હતા. જ હિતશિક્ષા પ્રભુવચન પ્રમાણ શ્રાવકનો અધિકાર એ સોમલ જેવો છે. જાણપણાનો અહંકાર કાચા પારા જેવો છે, તે પેટમાં જાય તો આંતરડાં તોડી પાડે. તેને ઔષધ તરીકે (સોમલ) લેવાય તો પીડાને શમાવે. પ્રભુના વચનનું શ્રવણ કે પરિચય જો જીવને માન - મોટાઈમાં લઈ જાય તો કાચા પારાની જેમ આત્માની શક્તિનો ઘાત કરે. અને તે વચન જો યથાર્થપણે બોધરૂપે પરિણમ્યાં હોય તો ઔષધની જેમ દોષને શમાવે. અને સમય આવે અન્યને પણ સહાયક થાય. ઢંક ભગવાનનો અનુયાયી હતો. પ્રભુવચનને પચાવનારો હતો. મર્મને જાણનારો હતો. તેથી તેનો અધિકાર આર્યાને જાગૃત કરવાનો હતો. અને ધીરતાપૂર્વક તેણે તે કાર્ય કર્યું. શાસ્ત્રજ્ઞાન ઘણું જાણે પણ બોધ આત્મસાત્ ન થાય, પ્રત્યક્ષ સત્પુરુષનો મહિમા ગૌણ થાય તો મળેલો અવસર આત્મબાધક થઈ અફળવાનપણે પ્રાપ્ત થાય. શાસ્ત્રજ્ઞાન અલ્પ હોય પણ પ્રભુવચનના બોધને અનુસરનારો આત્મસાધક થાય અને સમીપમુક્તિગામી થઈ કૃતકૃત્ય થઈ જાય. મારી આશા નિરાશા કરજે નહિ મારા અવગુણ ચિત્તમાં ઘરજે નહિ શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww જાતજાતના તાતના તળાવ કરતા હતા કરાયા હતા કરતા હિતશિક્ષા જ ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188