Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 169
________________ કકકકકકક કકક કકકર - - - SARDAARBORG SAAR SAMOLOSASSASSAMMAMMOGASSONSSOASCARAMANGSAMMA ભગવાન મહાવીરે સંપ્રદાયથી મુક્ત એવો અભિગમ સ્થાપ્યો હતો. તેમાં ઊંચ-નીચ, સ્ત્રી-પુરુષ, શિક્ષિત-અશિક્ષિત, રાજા કે રંકના ભેદ ન હતા. ભગવાનનો ઉપદેશ હતો કે સંપ્રદાયથી મુક્તિ નથી, સંયમથી મુક્તિ છે. સંયમયુક્ત ગૃહસ્થ અને સાધુ બંને શ્રેષ્ઠ છે. સંયમવિહીન ગૃહસ્થ કે ભિક્ષુ બંને નિકૃષ્ટ છે. ભગવાનના સાધનાકાળના મુખ્ય બે અભિગમ હતા. ધ્યાન અને તપ, જે બાહ્યરૂપે જાણવામાં આવતાં હતાં. અંતરંગના અભિગમ વિતરાગતા અને સમતા હતાં. આ કાળમાં તપનું અનુષ્ઠાન વિસ્તરતું જાય છે. તપથી તપવા છતાં માનવના મન, વચન કે કાયા એકેયની શુદ્ધિ ન થાય તો સાધકે વિચારવું કે ભગવાને તપ માટે કેવો અભિગમ બતાવ્યો છે. તપથી શરીર કે મનને સમાધાન કે શુદ્ધિ ન મળે, અને ઇચ્છાઓ કે વાસનાઓનો સંઘર્ષ ચાલ્યા કરે, તો તપ કેવળ નિમિત્ત સાધના થશે; નિત્ય સાધના નહિ બને. નિમિત્ત સાધના નિમિત્ત દૂર થતાં કાચી ઈમારતની જેમ જમીનદોસ્ત થઈ જાય છે. નિત્ય સાધના અર્થાત્ જીવનમય બનેલી સાધના જ શુદ્ધિને સાધ્ય કરે છે. તપસા નિર્જરા એ ભગવાનનો આદેશ છે. જે તપથી કેવળ દમન થાય અને સમાધાન કે શુદ્ધિ ન થાય તો તે તપ નિર્જરારૂપે પરિણામ પામતું નથી, પણ પુણ્યરૂપે પરિણમે છે, પરંતુ તે સોનાની બેડીનું બંધન છે, જે લોભામણું હોય છે અને પરિણામ દુઃખદાયક હોય છે. તેમાં તપનો દોષ નથી, જીવના અજ્ઞાનનો દોષ છે. માનવજન્મમાં થતી તપાદિ આરાધના કર્મક્ષયનું નિમિત્ત ન બને તો પછી અન્ય યોનિમાં કે સ્થાનમાં તેમ થવું વિશેષ કઠિન છે. માટે વિચારવું કે તપાદિ કરવા છતાં માનવ અંતરમાં શૂન્ય જ રહે તો જીવન પવિત્રતા, સમતા કે વૈરાગ્ય જેવા ભાવો વડે પુલકિત બનતું નથી. સાચા અર્થમાં નિર્જરા પણ નથી અને નિર્જરા વગર જીવનું જીવન મોક્ષરૂપે પ્રગટ થતું નથી. ૧૫૮ ૪ હિતશિક્ષા MAGAMO A JOSS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188