Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 167
________________ DAMOSODOROGORONA COMANDANGAN O MASOMOG નથી. ભિક્ષા ગ્રહણ કરી પ્રભુએ ચંદનાને આત્મસંશોધનનું અપૂર્વ માહાભ્ય પ્રદાન કર્યું. અને એ પ્રક્રિયા વડે ચંદનાએ પ્રથમ સાધ્વીપણે સ્થાપિત થઈને, ભગવાનની નિશ્રામાં પૂર્ણતાને પ્રાપ્ત કરી લીધી. ચંદના જેવી ઉત્કટ જિજ્ઞાસા જાગે. પ્રભુને માર્ગે જવા તેના વિયોગે હૃદય રડી ઊઠે, ત્યારે અંતરમાંથી છૂટવાનો ભણકાર થાય. ચંદનાના અશ્રુજળનું માહાત્મ એ છે, કે જગતના જીવો તમે ધન માટે ઝૂરો છો, પણ ધર્મ માટે કેટલા ઝૂરો છો ? જન્મમરણરૂપ સંસારનો ત્રાસ છૂટ્યો છે? આંખ સજળ બની છે કે ક્યારે છૂટું? ધર્મ માટે શું મૂલ્ય ચૂકવ્યું છે ? વિચારજો, ખૂબ વિચારજો. ચંદનાનાં આંસુ તમારામાં મુક્તિની, પ્રભુ પ્રત્યેના સમર્પણની ચાહના પેદા કરી તમારી રાહ નિષ્ફટક કરશે. જ્યાં ઉપાય નથી ત્યાં અનુકંપા જ માનવીય અને વાસ્તવિક ઉપાય છે. એ બિચારો સંગમ, જો ભવ્યગુણના લેખવાળો હોત તો પ્રભુનાં બે અશ્રુબિંદુઓ તેને માટે બોધનો ઘોધ થઈ રહેત, પણ સંગમને આત્મસંશોધનને માર્ગે ચઢાવવાનો કોઈ ઉપાય જ ન હતો. ત્યાં પ્રભુએ તેને બે અશ્રુબિંદુઓ દ્વારા કંઈક સભાન કર્યો. હે જીવ ! કરુણાનો આ સ્રોત કેટલા જીવોને મૌનપણે બોધરૂપે પરિણમ્યો. જે જે અજ્ઞાન જનોએ ભગવાનને તાડન-પીડન કર્યું, તે સૌએ પસ્તાવાથી પાપને ખપાવ્યું. ક્ષમાયાચના વડે કર્મના પ્રવાહને રોક્યો. જો કે ભગવાન તો ક્ષમા કે અક્ષમાના ભાવથી પર હતા. કેવળ કરુણા, સમતા અનુકંપા અને વાત્સલ્ય વડે જગતને જોવાની; પરિસ્થિતિને મૂલવવાની દૃષ્ટિ અનોખી હતી. એ આત્મસંશોધનની રશ્મિઓ હતી, જે અન્યને પ્રકાશિત કરવા સમર્થ હતી. અને શૂળ ભોંકવાવાળો ગોવાળ, જાણે તેને તેનો બદલો આપી દેવા જ તેમણે આ ક્ષેત્ર પસંદ કર્યું હતું ? ભાઈ ! તારી અસહાય પરિસ્થિતિનો એ ત્રિપૃષ્ઠવાસુદેવે કરૂણ અંજામ કર્યો હતો, અને તે કર્મથી મુક્ત કરી દે, અને ગોવાળને તેનું કામ સ્વસ્થતાથી કરવા દીધું. આ હતું પ્રભુના અંતરનું સમત્વ. ૧૫ ૪ હિતશિક્ષા WACANADANGODASDOMOM NAMANSALAM જા જા જા જા જા " સારવાર કરવાની કાર 000000000 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188