________________
જગતના જીવોને કેવી શીખ આપી ? ભાઈ ! દૃઢપણે બાંધેલાં કર્મો ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને આ જિનેન્દ્રને પણ ભોગવ્યા વગર છૂટકો નથી. પૂર્વે કરેલાં કર્મો જો ભોગવવામાં શોચ થતો હોય તો નવાં કર્મો બાંધતાં વિશેષ શોચ કરજો. કર્મના ઉદયે આત્મશક્તિને જાગૃત રાખજો.
ઉપસર્ગો અને પ્રતિકૂળતામાં પણ ભગવાને પોતાના જીવનને જ આત્મસંશોધનનો સંદેશ બનાવ્યો હતો. તેમને માટે કોઈ પ્રસંગ નાનો કે મોટો ન હતો. તેમને માટે પળમાત્ર જાગરણ અને આત્મસંશોધન માટે હતી. સંશોધન સમાપ્ત થતાં ભગવાન પૂર્ણજ્ઞાન વડે પ્રગટ થયા પહેલાં અને પછી તે પ્રભુએ એ આપ્યું તે અમૂલ્ય હતું.
રામયુગ હો કે મહાવીરના સમયનો ચોથો આરો હો, દરેક કાળનાં કાળ–પરિબળો અને માનવીય વૃત્તિઓ કાર્યાન્વિત હોય છે. રામના સમયમાં પ્રજાના બ્દોને ન્યાય મળતો હતો, ત્યારે બીજી બાજુ અશ્વમેઘ જેવા યજ્ઞો દ્વારા કે સામ્રાજ્યના વિસ્તાર માટે રાજાઓ વચ્ચે યુદ્ધો પણ થતાં હતાં.
મહાવીર પ્રભુના જ અનુયાયી એવા રાજાઓ રાજ્યની રક્ષા કાજે કે અન્ય કારણે યુદ્ધે ચઢતા હતા. તે કાળેય રાજા અને ટંકના ભેદનું સ્થાન પ્રવર્તતું હતું.
આ સર્વે હકીકતો એ જણાવે છે કે વિશ્વમાં પ્રકાશ અને અંધકાર સુખ અને દુઃખ, નીતિ અને અનીતિ, ધર્મ અને અધર્મરૂપી દ્વંદ્વો અનાદિનાં છે. છતાં જ્યારે આવા મહામાનવો પોતાની ચેતનાની શુદ્ધિ દ્વારા વિશ્વમાં પ્રકાશને પ્રગટ કરે છે; તે વખતે પાત્રતાવાળા જીવો પોતાના જીવનમાં ચેતનાની શુદ્ધિને પ્રગટ કરી પોતાના જીવનને સાર્થક કરી લે છે. અને તેથી તે કાળનો મહિમા ગવાતો રહ્યો છે. ભવ્યજીવો એવા કાળમાં જન્મને ઝંખે છે, અને પરિભ્રમણથી મુક્ત થવા પ્રેરાય છે.
મહામાનવોએ પ્રગટ કરેલો જ્ઞાનપ્રકાશ, ઘણા ઓછા માનવો ઝીલી શક્યા. અને કાળક્રમે તે પ્રકાશ ધર્મરૂપ બની સંપ્રદાયની સીમામાં સ્થાન પામ્યો, ત્યારે અધ્યાત્મ ગૌણ બનતું રહ્યું, સાંપ્રદાયિકતા વૃદ્ધિ પામી.
હિતશિક્ષા ૪ ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org