Book Title: Maundhari Mahavirthi Maleli Hit Shiksha
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 157
________________ અસ્તિત્વ સાથે એકતા ધરાવતું. અદ્ભુત હતી એ ક્ષણો, દિવસો, વર્ષો કે જ્યારે ગુરુશિષ્યના સંવાદથી શાસ્ત્રોની રચના થઈ અને થતી રહેશે. ભાગ્યશાળી જીવો તેના વડે ભવસાગર તરી જશે. પ્રભુવચન પ્રમાણનો શ્રાવકનો અધિકાર જમાલિ પ્રભુ પાસે દીક્ષિત થયો, તત્ત્વનો જાણકાર થયો. પ્રતિષ્ઠા પામ્યો. સાથે ગર્વને સ્થાન મળ્યું. અને એક સંથારાની નાનીસરખી ક્રિયામાં કેવી ભૂલથાપ ખાઈ ગયો. ભગવાનના સિદ્ધાંતને ખોટો ઠરાવ્યો. પ્રભુથી જુદા પડી પોતાના સમુદાય સાથે નીકળી પડ્યો. સાથે મોહવશ આર્યા પ્રિયદર્શના પણ જમાલિની જમાતમાં જોડાઈ ગઈ. ભૂલ ઘણી મોટી હતી, છતાં પ્રભુના પુણ્યયોગ પામેલા જીવો કોઈ ક્ષતિથી ડૂબવા માંડે, ત્યારે મોડેવહેલે તરવાનો ઉપાય મળી રહે છે; એ જ તો પ્રભુના શાસનનો મહિમા છે. બારણે મારેલું તાળું, બારણા જેટલું મોટું નથી હોતું. અને બંધ કરેલા તાળાની ચાવી તાળા જેટલી મોટી હોતી નથી. એમ ભૂલ મોટી પણ યુક્તિ તો નાની જ મળે છે. પ્રિયદર્શનાને નાની યુક્તિ મળી ગઈ. ભગવાનનો અનુયાયી એક ટંક હતો કુંભાર, પણ શ્રદ્ધાબળથી તેનામાં જે સમજ પેદા થઈ હતી તેણે પ્રિયદર્શનાને ચેતવી દીધી. એક વાર તેમનો ઢંકની શાળામાં ઉતારો હતો. આર્યાનું વસ્ત્ર સુકાતું હતું. ઢકે આ પ્રસંગે ભઠ્ઠીમાંથી એક અંગારો વસ્ત્ર પર નાખ્યો. વસ્ત્ર બળવા માંડ્યું. આર્યા. એકદમ ઊભાં થયાં અને બોલવા લાગ્યાં “વસ્ત્ર બળી ગયું, વસ્ત્ર બળી ગયું.” તરત જ ઢકે ત્યાં આવીને કહ્યું કે ““હજી આ વસ્ત્ર બળે છે, પૂરું બળી જાય ત્યારે બળી ગયું કહેવું તેમ તમારી માન્યતા છે કે કેમ છોડી દો છો ??? આર્યા શિક્ષણ પામેલાં હતાં તરત જ વાતનો દોર પકડી લીધો ૧૪૬ ૪ હિતશિક્ષા કરવા કટકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188