________________
મને રુદન આવે છે.”
તે સમયે મૃગાવતી બોલી ઊઠી કે “અરે આ ચંદના ધારિણીની પુત્રી છે ? ધારિણી તો મારી બહેન છે. બહેનની પુત્રી તે મારી જ પુત્રી છે.”
પ્રભુનું પારણું થવાથી દેવોએ કરેલા દિવ્યોમાં ત્યાં રત્નોની વસુધારા થઈ હતી. રાજા સમજ્યો કે આ ધનનો માલિક હું છું, તેથી લોભવશ તેણે પોતાના સૈનિકોને તે લઈ જઈ રાજના ખજાનામાં મૂકવા આદેશ આપ્યો.
તે સમયે હાજર રહેલા સૌઘર્મ શતાનિકે કહ્યું કે “આ રત્નરાશિની સ્વામિની ચંદના છે. તેથી તે જેને આપે તે આ રત્નરાશિ લઈ શકે.”
ચંદનાએ નિસ્પૃહ ભાવે પોતાના પાલકપિતા તેના માલિક થાય, તેવી ઈચ્છા દર્શાવી, આથી એ રત્નરાશિના માલિક ધનાવહ થયા. - ત્યાર પછી ધારિણીને એમ કે હવે હું તો માસી થઈ એટલે ચંદના મારે મહેલે આવીને રહેશે. અને તેથી તેણે ચંદનાને મહેલે આવવા જણાવ્યું.
ચંદના સંસારના નાટકને જોયા કરતી હતી, અને પોતાના ભૂતકાળને જોઈ વિચારતી હતી કે આ જગતના માનવીઓમાં કેવી સ્વાર્થવૃત્તિઓ પડી છે. વર્ષોનાં વહાણાં વીતી ગયાં કોઈ જાણતું નહોતું ચંદના કોણ છે? તેની શું સ્થિતિ છે ? આજે તો રત્નરાશિના સ્વામી થવું રાજાને ગમ્યું. જે રાજા સત્તાકાંક્ષાથી પ્રેરાઈને પોતાના જ બનેવી સાથે યુદ્ધ ચક્યો હતો, રાજ્યને અને પરિવારને પરાજિત કરી, એક સુખદ માળો વીંખી નાંખ્યો હતો, તે હવે પ્રભુને પારણું કરાવનાર વ્યક્તિને પ્રતિષ્ઠાનું કારણ જાણી, મહેલે લઈ જવા તત્પર થયા હતા, વાહ વિધિ તારું નાટક પણ અજબ છે..
આ સર્વ પ્રસંગથી ચંદનાનું ચિત્ત તો પ્રભુચરણે રહેવા જ પ્રેરાયું હતું. તેને રાજમહેલના સુખ કે રત્નરાશિમાં કોઈ પ્રીતિ ન હતી. આથી રાજારાણીનો આભાર માની તેણે કહ્યું કે પોતે જીવનનો શેષ સમય
+ ૧૧૦ % હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org