________________
-
-----
--
----
-
---
-
--
મનાવીને, પ્રચાર કરે છે, અને તેને સાચો ધર્મ મનાવી ધર્મને સગવડિયો કરી દે છે. આ કાળમાં અને તે કાળમાં ધર્મને નામે અધર્મને ભોળા જનો જલ્દી ગ્રહણ કરી લેતા હોય છે. જો કે એ ભોળા જનો જે કંઈ ગુમાવે છે, તેના કરતાં વધુ અહિત પ્રભુવચનને અન્યથા પ્રચાર કરનારનું રહેલું છે. માટે જેણે ઘર્મ પામવો છે તેણે ઘર્મની કસોટી કરી ધર્મ ગ્રહણ કરવો.
ગોશાળકને પ્રભુ પાસેથી દીક્ષા અને શિક્ષા મળ્યાં હતાં. પરંતુ અવિવેકને કારણે ગોશાળક પોતાના મહિમાને મનાવતો રહ્યો.
ગૌતમસ્વામીએ પ્રભુ સામે વાદનો પડકાર કર્યો. પરંતુ જ્યાં વસ્તુનું સ્વરૂપ સમજમાં આવ્યું ત્યાં પૂર્ણપણે સમર્પણ થઈ અત્યંત વિનયાન્વિત થઈને રહ્યા, તેના કારણે કશા જ ઉપસર્ગો જેવા વિઘ્ન વગર મુક્તિ સુધી પહોંચી ગયા. અને પોતાની સહજ વચનલબ્ધિ વડે અન્ય જીવોને પણ એ જ માર્ગે લઈ ગયા.
માટે હે જીવ! તને જ્યારે જ્ઞાનીનો યોગ મળે ત્યારે તેમના વિષે કંઈપણ વિકલ્પો ઊભા ન કરતો. અને જે કંઈ માન્યતાઓ કુસંગે ગ્રહણ કરી હોય તેને છોડી દેજે. જ્ઞાની ગુરુ મારા માટે જે કંઈ કહે તે હિતમાં છે. તેવો નમ્રભાવ રાખજે તો ગૌતમ સ્વામીની જેમ સહેજે સુખેથી સંસારને તરી જઈશ. જ્ઞાની જનોને ઓળખવામાં ભૂલ ના કરતો, નિર્મથનો માર્ગ મહાવીરનો માર્ગ છે તેવી દૃઢતા રાખજે. અને નિગ્રંથ મુનિજનોની આજ્ઞામાં રહેજે.
પ્રભુનો અનાદેશમાં વિહાર પણ માનવને સજાગ કરે તેવો છે. એ દેશમાં મહદંશે પ્રભુને તાડન-પીડન થતાં રહ્યાં. પ્રભુ વિચારતા કે મારે હજી ભારે કર્મને નષ્ટ કરવાનાં છે. આથી પ્રભુ તો પ્લેચ્છભૂમિમાં આગળ વધતા ગયા. પ્રભુને જોઈને કોઈ તેમની નિંદા કરતાં, કોઈ હાંસી કરતા, અરે પ્રાણીઓ પણ પ્રભુને કદર્થના કરતાં, ત્યારે પ્રભુ તો કર્મના નાશને જોતા, અને તે પ્રસંગોને વધાવતા. ઉપસર્ગો કરનારને સહાયક માનતા.
૧૨૪ % હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org