________________
-
-
-
- - - - ------
વર્ધમાન ! તમે જો સંસારત્યાગ કરો તો લોકો કહેશે કે મોટાભાઈએ નાનાભાઈને કાઢી મૂક્યો. અને તમે સાધુવેશે જાવ ત્યારે તો થઈ જ રહ્યું, લોકો કહેશે નંદિવર્ધનને એક વસ્ત્ર પણ આપવા મળ્યું નહિ. વળી તમે તો દયાભાવવાળા છો. મારા પર જ નિર્દયતાનો પ્રથમ ઘા કેમ કરો છો ? માતાપિતાના અવસાન પછી, હજી મને કંઈ પણ. શાતા પહોંચે તે પહેલાં તમે મને વધુ દુઃખ પહોંચાડવા માગો છે. માટે હાલ આ ત્યાગ શક્ય અને હિતાવહ નથી.”
મોટાભાઈ ! મને ક્ષમા કરો. હું હવે આવા રાજશાસનમાં રહી શકું તેમ નથી.”
નંદિવર્ધનની આંખો અશ્રુ વડે ઊભરાઈ છતાં તેમણે જાણ્યું કે હવે આ વર્ધમાન રાજ્યમાં રહી શકે તેમ નથી, તેવું હાલનો વેશ અને ભાવ સૂચવે છે કે તે રાજમહેલમાં રહે કે ન રહે સર્વ સમાન છે. માટે અવરોધ કરવો હિતાવહ નથી.
છેવટે નંદિવર્ધને મૌન છોડ્યું. “વર્ધમાન ! ભલે તમે સંસારનો ત્યાગ કરો. પણ મને સાંત્વન મળે તે માટે બે વર્ષ રોકાઈ જાવ.'
“ભલે.” બંધુપ્રેમથી હિતશિક્ષા:
તમને વર્ધમાન અને નંદિવર્ધન જેવો પુણ્યયોગ હોય તો કંઈ કહેવાનું નથી. પણ એવાં પુણ્ય ક્યાંથી ? આજે તો ભાઈ ભાઈ જ નથી રહ્યો. નાના હોય ત્યારે પૂર્વનું અજ્ઞાન જ નાદાન કરાવી લડાવે, અન્યોન્ય ઓછું આવે. એકને વધુ મળે, બીજાથી છુપાવે. વહેંચવાનું આવે ત્યારે વધુ કેમ મેળવી લઉં તેવી સંકુચિત વૃત્તિ. આટલું તો ઠીક પણ જો પિતા તરફથી ભાગમાં કંઈ વધતું ઓછું થાય તો પિતાને પિતા તરીકે ન માને, વેરભાવ વૃદ્ધિ પામે.
અને જો પિતાની વિદાય પછી જુદા થવાનું આવે તો બેપાંચ ફૂટ જગા માટે, ધન માટે, કોર્ટનાં પગથિયે ચઢી જાય. તેને આ વર્ધમાનના મોક્ષનાં પગથિયાં ક્યાંથી જોવા મળે ?
ન હિતશિક્ષા ૭૯ ]
- -
-
-
- -
-
-
-
-
કડક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org