________________
-
-
--------
-
-
-
-----
-
---
--
--------
--
ઉપાસકની ભાવના છતાં લગ્નનું નાટક ભજવશે. પોતાના ભાવિનો સ્વીકાર કરશે.
જગતના જીવો કહેશે અમે પણ માતાપિતાને સુખ આપવા લગ્ન કરીએ છીએ. ભાઈ ! હૃદય પર હાથ મૂકી જોજો કે અંતરમાં વાસના છે કે આજ્ઞાનું માહાત્મ છે? માતાપિતા કહે કંઈ અને તું કરે કંઈ,
જ્યાં સગવડ લાગે ત્યાં માબાપને આગળ ન ધરતો. છતાં જો તને વર્ધમાનના એ ગુણનો અંશ સ્પર્યો હોય તો તારું જીવન ધન્ય બની જશે. માતાપિતાને સુખી કરવા એટલે તેમણે સંતાનોને આપેલા સુખનું ત્રણ ચૂકવવાનો અવસર માનજે. એકવાર માતાપિતાની બાળપણની મીઠી ગોદને યાદ કરી લે તો તને સમજાશે. એ ગોદમાં તે વખતે તારા વિશ્વનું સમસ્ત સુખ તને પ્રાપ્ત થયું હતું.
કદાચ તું બાળકનો પિતા હોય તો બાળકને ગોદમાં લેતાં કેવું સુખ અનુભવે છે, તેમ માબાપને પણ તારા તરફ હજી વાત્સલ્યના ભાવ છે, તેને નિહાળજે. તારી દૃષ્ટિમાં માબાપ વિષે આદરનો જન્મ થશે. એ મહાવીરના જીવનનો આદર્શ છે.
માતાપિતાને સમાધિ મરણ આપવાની આપણી શક્તિ ન હોય તો, તેમને સમાધિ જીવન – સમતાથી જીવે તેવા ભાવ, તેમની સાથે રાખીએ તો પણ ઉપકારનો બદલો થશે. તેમની વય વધે, તમારી યુવાની વધે, ત્યારે પણ માબાપને આદરથી બોલાવજો. પ્રેમથી તેમની પાસે બેસજો, તેમની સંભાળ રાખજો, તે દ્વારા જીવનભર તેઓનો પ્રેમ ઝીલતા રહો. ઘર બેઠાં ધર્મ પામશો.
“માબાપ મને ખૂંચે જેણે જન્મ દીધો મુજને મારા પાલણપોષણમાં ઘણો ભોગ દીધો એને તેની વૃદ્ધાવસ્થામાં તેની સંભાળ નથી લેતો. કેવો બદલો મેં વાળ્યો, તેનો વિચાર કરી જોજો.”
ભગવાન ભણવા ચાલ્યા ! ભગવાનને ધરતી પર માનવ તરીકે જન્મ લઈ અવનવા ખેલ ભજવવા પડતા હતા. એ બાળક છતાં જ્ઞાનવૃદ્ધ હતા. તેઓ જગતના
નનનન
૬૮ ૨ હિતશિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org