________________
-
-
-
-
-
-
-
સિંહે પૂછડું ઊંચું કર્યું અને ચારે પગે એવો કૂદ્યો કે જો તે ત્રિપૃષ્ઠ પર પડે તો ત્રિપૃષ્ઠના શરીરના ચૂરેચૂરા થઈ જાય. અને જો મોં વડે તેને ફાડી ખાય તો એક કોળિયે ત્રિપૃષ્ઠ પૂરો થઈ જાય. પણ સિંહ જેવો કૂદીને ત્રિપૃષ્ઠ પર ત્રાટકે તે પહેલાં એક પલકવારમાં ત્રિપૃષ્ઠ તેની સામે કૂદીને એ વિકરાળ સિંહના ઉપર-નીચેના જડબાંને બે હાથ વડે પક્કીને ચીરી નાંખ્યાં. આંખની પલકમાં આ બધું બની ગયું.
સિંહ જમીન પર તરફડતો પડ્યો હતો, તેના શરીરમાંથી હજી આહની સિસકારી નીકળતી હતી. તેને આવો કણસતો જોઈ રથના સારથિને દયા ઊપજી. તે તેની પાસે ગયો અને તેને સમજાવ્યો. કે તું જરાય રંજ ના કરતો. તું એક મહાન પરાક્રમી પુરુષના હાથે મરણ પામ્યો છું. શાંત થા. સારથિનાં આ વચન સાંભળી સિહ કંઈક શાંત થયો, પરંતુ તેને બાંધેલા આયુષ્ય પ્રમાણે તે નારકની દુનિયામાં ધકેલાઈ ગયો. અને ત્રિપૃષ્ઠ પોતાનું કાર્ય પૂરું કરીને પોતનપુર પહોંચી ગયો.
અશ્વગ્રીવના સૈનિકોએ સિંહનું ચર્મ ઉતારી લીધું, અને રાજા અશ્વગ્રીવને સર્વ સમાચાર આપી, પેલું ચર્મ તેમની પાસે રજૂ કર્યું. અશ્વગ્રીવે તે ચર્મ જોયું અને તેને પેલા નૈમિત્તિકે કહેલા ભાવિના ભણકારા સંભળાયા. તેણે વિચાર્યું ઊગતા દુશ્મનને દૂર કરવો જોઈએ.
અશ્વગ્રીવ પ્રજાપતિ સામે યુદ્ધે ચડવાનું કારણ શોધતો હતો, ત્યાં એવું બન્યું કે ત્રિપૃષ્ઠનું આ પરાક્રમ સાંભળી એક વિદ્યાધરે પોતાની સ્વયંપ્રભા કન્યાનું લગ્ન ત્રિપૃષ્ઠ સાથે કર્યું. તે વિદ્યાધર અશ્વગ્રીવનો ખંડિયો રાજા હતો. તેથી અશ્વગ્રીવ આ વાત સહી ન શક્યો. પોતાના આજ્ઞાવર્તી પોતાને પૂછડ્યા વગર પોતાના અજાણ શત્રુને પોતાની કન્યા આપે ?
આ કારણને આગળ કરી અશ્વગ્રીવે પ્રજાપતિને એક દૂત સાથે સંદેશો મોકલ્યો, કે સ્વયંપ્રભાનું પ્રાણિગ્રહણ અશ્વગ્રીવ સાથે કરો અથવા યુદ્ધ માટે તૈયાર રહો.
આ સંદેશો સાંભળી સૌએ સાશ્ચર્ય હાસ્ય કર્યું કે અશ્વગ્રીવને એટલી પણ ખબર નથી કે દુનિયામાં લોકો પુત્રીનાં માગાં કરે કંઈ પત્નીનાં
૩૨ ૪ હિતશિક્ષા
અ
-
ક
ક ન ક -
જ
છે તે ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org