________________
નામ
જાગવાનું અસુલભ જણાયું તે બિચારો તેમાં મસ્ત બની ડોલી રહ્યો હતો. પણ આ શું ? વાસુદેવ અચાનક જાગી ઊઠ્યા, અને સંગીતના સ્વરોનું શ્રવણ થતાં જ સત્તાનો મદ અહંકારરૂપે સળવળી ઊઠ્યો. સિંહની જેમ ત્રાડ પાડી, અને શય્યાપાલક સફાળો હાથ જોડી તેની સમક્ષ હાજર થયો. વાસુદેવનું વિકરાળ રૂપ જોઈ ધ્રુજી ઊઠ્યો. પરંતુ પ્રચંડ ક્રોધના આવેશમાં દયાનું બિંદુ ક્યાંથી ટપકે ? વાસુદેવે ધગધગતું ગરમ સીસું મંગાવ્યું અને શવ્યાપાલકને પડાવી તેના બંને કાનમાં નાખી દીધું. પોતે ખુશ થયો, લે આજ્ઞા ઉલ્લંઘનના ફળ ચાખી જો. બિચારા વાસુદેવને
ક્યાં ખબર હતી, કે આવા કૂર પરિણામમાં એના આત્મામાં પ્રભુની વાણીથી થયેલો ઝબકારો નષ્ટ થઈ ગયો અને કેવળ અંધકારરૂપ ભાવિ તેના ભાગ્યમાં લખાઈ ગયું.
જૈનદર્શનની કથા અનુસાર દરેક કાળે વાસુદેવના આ જ પ્રમાણે લેખો લખાતા હોય છે. પ્રથમ તો મુનિપણામાં જ્યાં સંસાર સમાપ્ત કરવાનાં બધાં સાધનો હોવા છતાં, અજ્ઞાનના ઓળા તેમને ઘેરી લે. નિયાણું બાંધે, અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરે, અર્ધચક્રી બને, ઘોર સંગ્રામ ખેલે, ક્રૂરતાભર્યું જીવન જીવે, અને સાતમી નરકનો વાસી બને. ત્રિપૃષ્ઠ વાસુદેવ ભલે ભાવી તીર્થંકરનો જીવ હોય, પણ કર્મ ભોગવ્યા વગર છૂટે નહિ. ત્રિપૃષ્ઠની પણ એ જ દશા થઈ. આયુષ્ય પૂર્ણ કરી, અંતિમકાળ સુધી ભોગતૃષ્ણાથી ઘેરાયેલો તે સુખના દસ્તાવેજની મુદત પૂરી થતાં, સીધો સાતમી નરકમાં પહોંચી ગયો. જ હિતશિક્ષા :
મનુષ્ય પોતાનાં કર્મોનું કેવું સર્જન કરે છે ! કર્મ જડ વળી પરપદાર્થ છતાં તેના પર માલિકીનો કેવો અજ્ઞાનભાવ હોય છે, કે જે ક્રૂર પરિણામ અને અતિ પરિશ્રમ કે પરાક્રમ કરી નરકમાં ધકેલે, તેવા વાસુદેવ થવાનું નિયાણું કરી શકાય, તો પોતાના જ શુદ્ધ સ્વભાવના પરિણામ અને પરાક્રમ વડે જીવ સીધો મોક્ષનું ભાવિ કેમ નિર્માણ નહિ કરી શકતો હોય? છતાં અજ્ઞાનનું કેવું આવરણ !
હિતશિક્ષા * ૩૫
-
-
-
------
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org