________________
ત્યાગ કરું છું. અને ચરમ ઉચ્છાવાસ સમયે દેહને પણ વોસ૨ાવું છું.
દુષ્કર્મની ગર્હણા, પ્રાણીઓની ક્ષામણા, શુભ ભાવના, ચતુઃશરણ, નમસ્કાર સ્મરણ, અને અનશન પ્રમાણે છ પ્રકારની આરાધના કરીને તે નંદનમુનિ પોતાના ધર્માચાર્યને, સાધુઓને અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા, અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશનવ્રત પાળી પચવીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને પ્રાણત નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા.''
જીવો ! જીવ જ્યારે જાગરણ ક્ષેત્રમાં આવી જાય છે. ત્યારે ચેતના પરનો અંધકાર વિલીન થઈ જાય છે. અહો ! એ ચેતનાના અજવાળામાં પરિણામે ચમત્કાર જ નિર્માણ થાય છે. તે ચમત્કાર છે જન્મમરણનાં દુઃખોની, પરિભ્રમણની, અનંત યાતનાઓની સમાપ્તિ. કેવળ આનંદ આનંદ આનંદ. સચિનંદરૂપે આત્મજ્યોતિ પૂર્ણપણે પ્રકાશિત થાય છે. હિતશિક્ષા :
કર્મની નિયતિની બાહુલ્યતા કેવી ? મુનિપણામાં ઉચ્ચ કોટિની સાધના હતી પણ મુક્તિકાળ બાકી હતો. તેથી જાણે વિશ્રામ લેવા દેવલોકમાં ઉત્પન્ન થયા. પુણ્યને પણ ખુટાડવું પડે છે. પાપથી મુક્ત થઈ. પછી પુણ્યથી પણ મુક્ત થવું પડે છે. જે પુણ્યને વળગ્યા તે મહાદુ:ખ પામ્યા છે. પણ પુણ્યને જેણે સંયોગ માન્યો છે તેમણે પુણ્યને પણ ક્ષીણ કરી સંયમને જ આરાધ્યો છે. માટે હે જીવો ! આ પુણ્ય પ્રલોભનોથી જાગૃત રહેજો.
પુણ્યથી પ્રાપ્ત ચક્રવર્તીનું સુખ પણ ત્યજવું પડે છે. સ્વેચ્છાએ તજો તો અનુક્રમે સંયમ માર્ગના યોગે મુક્તિની પ્રાપ્તિ થાય છે. ન ત્યજો તો આખરે તે તમને ત્યજી દેવાનું છે, અને તેની લાત ભયાનક હોય છે, તે લાત વાગવાથી જીવ સીધો પાતાળમાં ધકેલાઈ જાય છે. આવો બોધ ગ્રહણ કરી સુખમાં વિવશ ન થતાં તે પુણ્યનો સદ્ઉપયોગ કરવો.
Jain Education International
૫૨ ક હિતશિક્ષા
For Private & Personal Use Only
www.jainelibrary.org