________________
સહિત શીઘ્રતાથી વિશ્વભૂતિ મુનિ પાસે પહોંચ્યાં અને પોતાની ભૂલની ક્ષમા માગી. મુનિને પાછા ફરવા વિનંતી કરવા લાગ્યાં. પણ વિશ્વભૂતિમાં હાલતો વૈરાગ્યની ભાવના પ્રબળ હતી તેથી તેમની પ્રિયતમાઓના કલ્પાંત કે પરિવારની લાગણીઓ તેમને લોભાવી ન શકી. રાજપરિવારનાં સૌ પાછા ફર્યા.
વિશ્વભૂતિ ગુરુ સાથે વિહાર કરી ગયા. જેવા સંસારમાં પરાક્રમી હતા તેવા હવે સંયમમાં પરાક્રમથી આગળ વધતા થયા. શ્રુતજ્ઞાનની ઉપાસના અને તપની આરાધના કરવા લાગ્યા. માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા વડે દેહ તો કૃશ થઈ ગયો હતો.
એકવાર તેઓ વિહાર કરીને મથુરાનગરીમાં આવ્યા, ત્યારે માસખમણનું પારણું હતું. ગુરુઆજ્ઞા વડે એકાકી વિહાર કરતા તેઓ મથુરાનગરીના એક રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા. તે વખતે રાજમાર્ગ પરથી જતી એક ગાયનો ધક્કો લાગતાં મુનિ જમીન પર પડી ગયા. એ સમયે વિશાખાનંદી મથુરાની રાજકન્યાને પરણવા સપરિવાર ત્યાં આવ્યો હતો. તે જ રાજમાર્ગ પરના મહેલના ઝરૂખામાં તે ઊભો હતો. તેણે આ દૃશ્ય જોયું. તે વિશ્વભૂતિને ઓળખી ગયો. અને માનવીના મનની ભૂતાવળમાંથી તે ભૂતકાળમાં સરી પડ્યો. પેલો ઉપવનનો પ્રસંગ તેની નજર સામે તાદૃશ્ય થયો. અને તેનો અહમ્ જાગી ઊઠ્યો. તેના મુખમાંથી કટાક્ષબાણ નીકળ્યું કે વૃક્ષનાં તમામ ફળને એક મુઠ્ઠીથી તોડી પાડનાર આ જ કાયા હતી? આજે તે બળ ક્યાં ગયું?
આ શબ્દબાણથી વિશ્વભૂતિનું હૃદય વીંધાઈ ગયું. તેમણે ઊંચું જોયું, તે વિશાખાનંદીને ઓળખી ગયા. તેનું ખંધું હાસ્ય જોઈ તેમનામાં રહેલા પેલા ક્રોધના અંશો સુક્કી જમીન પર વર્ષા થતાં ઘાસ ફૂટી નીકળે તેમ એ અંશોના અંકુરો આવેશ બનીને ફૂટી નીકળ્યા અને મુનિધર્મ ચૂકી ગયા.
ક્યાં જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખવાનો તેમનો ધર્મ અને ક્યાં કોપથી પ્રચંડ બનેલાં તેમનાં ચક્ષુ ? ચક્ષુઓમાં તો જાણે અંગારા ઝરવા લાગ્યા. અને મુખમાંથી નીકળેલી વચનજ્વાળાઓએ વળતો જવાબ વાળ્યો.
હિતશિક્ષા જ ૨૫
www
dan
ના કાકા મારા કાકાનાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org