________________
વિશ્વભૂતિમાં શારીરિક બળની વિશેષતા હતી, તેથી જ્યારે વાસ્તવિક્તાનો ખ્યાલ આવ્યો કે તેની સાથે કપટ રમાઈ ગયું છે, ત્યારે પેલા શારીરિક બળે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરંતુ સંયમ અને વિવેકના સંસ્કારથી ભાઈની હત્યા ન કરી, પણ પેલા બિચારા વૃક્ષના ફળની અવદશા કરી. તેમાંથી મનમાં અંકિત થયેલો પ્રચંડ ક્રોધ ક્ષણિકવાર શાંત પડીને તેના સંસ્કાર મૂકી ગયો. તેણે મુનિપણામાં હોવા છતાં વિશ્વભૂતિનું ભાન ભુલાવી દીધું :
હે ભવ્યાત્માઓ ! આ પ્રસંગ એવી શીખ આપે છે કે ત્યાગ, નિયમ, કે સંયમના માર્ગે જતાં પહેલાં જો કોઈ અશુભભાવને પરિણામે આવેગો ઊપજતા હોય તો તેની આલોચના કરવી, કે ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત લઈ તે આવેશો કે આવેગોના વેગને પ્રથમ શાંત કરી દેવો. જેથી ત્યાગ કે સંયમની મૂડી આવા પ્રસંગે નષ્ટ થઈ ન જાય.
ક્યાં મુનિપણાનાં તપ, ત્યાગ અને જ્ઞાનની આરાધના ? અને ક્યાં શારીરિક શક્તિના બળ ઉપર વિવશ થઈને નિયાણું બાંધી તપ-ત્યાગને વ્યર્થ કરવાની મુનિની ચેષ્ટા? ખરેખર છુપાઈને રહેલી મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય જીવને પતનમાં લઈ જાય છે. માટે જ જાણે ભવિષ્યમાં ભગવાન પુનઃ પુનઃ ગૌતમને કહેવાના છે કે :
“હે ગૌતમ ! ક્ષણનો પણ પ્રમાદ ન કર.”
વિશાખાનંદી એ વ્યક્તિ છે તેમ ન માનો, તે આપણી પ્રકૃતિનો પ્રકાર છે. તમે સંસારનું જે સુખ ઇચ્છો તે બીજો ભોગવતો હોય તો તમને બહાર ઊભા રહેવામાં ધીરજ કેટલી રહે !
તમને ખબર પડે કે આ તો કપટ હતું તો ત્યાગ સૂઝે કે બદલો લેવાનું સૂઝે ? વળી વિરોધનાં શબ્દબાણ સહન કરવાં હોય ત્યારે શું કરો ? મનને સમતામાં લાવવું કેવું કપરું છે ? ઘણા જન્મ સાધ્ય થાય તેવું તે કઠણ કાર્ય છે. છતાં તેમ કર્યા વગર જીવને પરમાર્થ સાધ્ય નથી.
હિતશિક્ષા જ ર૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org