________________
sonanતતતનતના સરકારી કામકાજમાનાના નાના નાના
we
હે વિશાખનંદી ! એ વખતની કાયા જેવું જ બળ આજે પણ છે, તું આ કૃશકાયા જોઈ ભ્રમમાં ન રહેતો. છતાં તારે મારું બળ જોવું છે તો જો.'
આમ કહી પેલી ગાયને શિંગડેથી પકડીને ચક્કર ચક્કર ફેરવી. ને આકાશમાં ઉછાળી.
આ દૃશ્ય જોઈને વિશાખાનંદી તો ગભરાઈને મહેલમાં ઘૂસી ગયો. કે રખે ને તેમની આંખના અંગારા તેને બાળીને ભસ્મ કરી ન દે !
પરંતુ વિશ્વભૂતિનો આવેશ આટલેથી શમ્યો ન હતો. હજી તેમનો ક્રોધાવેશ મર્યાદા ચૂકી વૃદ્ધિ પામ્યો અને મુનિનો સંયમ નષ્ટભ્રષ્ટ થઈ ગયો. વર્ષોની તપશ્ચર્યાનું નિયાણું બાંધી એક હૂંડીમાં ચૂકવીને વેડફી નાંખ્યું. ભવાંતરે મને એવું બળ મળો કે આ વિશાખાનંદીને હણનારો બળવાન થાઉં. માનવજીવન કેવું જટિલ અને કુટિલ છે. જે માર્ગે મોક્ષ પ્રગટ થાય તે માર્ગને મૂકીને નરકની માગણી જીવ કરી બેસે! પતનની પળો જીવને કેવો પરવશ બનાવે છે ? પોતે જ પોતાનો શત્રુ બની જીવનને દુઃખની ખાઈમાં ધકેલી દે છે. મહામૂલા સંયમનું આવું લિલામ? શ્વાસ લેવામાં સંકોચ રાખતા એવા અહિંસાના ઉપાસકમાં આવી વેરની આગ ભભૂકી ઊઠી ? એ આગ પછીના સંયમપાલનના સમયમાં પણ ઠરી ના શકી? તેમને પ્રાયશ્ચિત્તના જળ વડે તેને ઠારી ન દીધી અને આયુકર્મ પૂરું થતાં તેઓ કાળધર્મ પામ્યા. # હિતશિક્ષા :
વિશ્વભૂતિનું ઉપવનમાં હોવું અને બહાર વિશાખાનંદીનું ઊભા રહેવું, તેમાં દાસીની વાતથી અહમનું ઉત્કટ થવું આ ત્રણ પ્રસંગો શું સૂચવે છે ? જ્યારે કોઈ વિષયની અપેક્ષા થાય ત્યારે ધીરજ રાખવી જરૂરી છે. વિશાખાનંદીમાં ધીરજના અભાવથી કપટ પણ થયું. દાસીની વાતનો ઉદારતાથી વિચાર કરી ન શક્યો તેથી નાનાભાઈ પ્રત્યેનો પ્રેમ જાળવી ન શક્યો. દાસીપણાની હલકી વૃત્તિએ વાતની રજૂઆત કરી મોટું રૂપ આપી દીધું .
૨૬ જ હિતશિક્ષા
તાકાત કરવામeesewાહાહાહાહાહાહesses a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org