Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ બધું છે, કારણ, એ કાયમ માટે ટકી શકતું નથી. ત્યારે જે સ્વાભાવિકી-જ્ઞાન-દર્શન ચારિત્રની પૂર્ણતા છે, તે ઉત્તમ રત્નની કાતિ સમાન છે અને કદાપિ ન જાય એવા પ્રકારની છે. પૌગલિક સુખ તદન કૃત્રિમ છે, જ્યારે મેક્ષનું સુખ એજ વારતવિક અને સાચું સુખ છે. એ હકીક્ત મહારાજ શ્રીએ દાખલા દલીલથી સમજાવી અંતે કહ્યું છે કેઃ “ધર્મ એ કેઈ આત્માથી જુદી વસ્તુ નથી. આત્માને પિતાને. સ્વભાવ એજ ધર્મ છે. તત્ત્વદ્રષ્ટિએ ધર્મ કયાંય બહારમાં નથી,ધર્મ આત્મામાં જ છે. બહારમાં આલંબને છે. જ્ઞાન-દર્શન ચારિત્ર, અહિંસા, સંયમ અને ત૫ એજ આત્માને મહાન ઉત્કૃષ્ટ ધર્મ છે, અને તે બહારમાં ક્યાંય નથી.” દમનની વ્યાખ્યા સમજાવતાં મહારાજશ્રીએ કહ્યું કે “વિભાવ દશામાં જતાં આત્માનેનિગ્રહ કરીને, તેને સ્વભાવ દશામાં ટકાવી રાખવે, તેને આત્મદમન કહેવામાં આવે છે. ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયનાં વિષય વિકારથી આત્માને નિવર્તાવ તે જ ખરૂં આત્મદમન છે. શ્રીમદ હેમચંદ્રાચાર્યે પણ ગશાસ્ત્રમાં આ વિષે કહ્યું છે કે, કષાય અને ઈદ્રિયેથી જીતાયેલે આત્મા એ જ સંસાર છે, અને કષાય તથા ઈન્દ્રિયોને જીતનાર આત્મા તે જ મેક્ષ છે. ધર્મશાસ્ત્રોએ ઈન્દ્રિયેને તેમના અગ્નિ જેવી કહી છે, તેમાં જેટલું હેમીએ તેટલા તેના. ભડકા વધેજ જવાના, ભેગ; રેગેનું પ્રવેશદ્વાર છે, અને તેથીજ મહર્ષિ ભતૃહરિએ કહ્યું કે મારા ન મુત્તા વમેવ મુલતા. અર્થાત માનવી ભેગે નથી ભેગવતે ભેગેજ માનવીને ભગવે છે. આત્મદમન દ્વારાજ વાસના, કામના, ભેગ. સ્વાર્થ–ઈષ્ય કે નિંદા આદિવૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે, એ વસ્તુનું સચોટ નિરૂપણ અનેક દાખલા દલીલેથી મહારાજશ્રીએ આ વ્યાખ્યાનમાં કરેલું છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 462