Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ પૂજ્ય આચાર્યશ્રી વિજય ભુવનરત્નસૂરીજી મહારાજ સાહેબ એક પ્રખર વકતા, ચિંતક, નીડર અને પ્રભાવશાળી સાધુ છે. જૈન અને જૈનેતર, શ્રીમંત અને ગરીબ, વેપારી અને ઉદ્યોગપતિઓ, સાહિત્યકારે અને ફિલસૂફે સૌ કેઈ એમના સમાગમમાં આવનાર એમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ તેમ જ તત્ત્વજ્ઞાન માટે મુગ્ધ બને છે. જૈન ધર્મશાસ્ત્રોના તેઓ ઊંડા અભ્યાસી હોવા ઉપરાંત, ગીતા, વેદ, ઉપનિષદ, ભાગવત, રામાયણ, મહાભારત ગવાસિષ્ઠ તેમજ બૌદ્ધદર્શન અને અન્ય દશનેનું પણ તેમને વિશાળ જ્ઞાન છે. આ કારણે તેમના વ્યાખ્યાને જૈન તેમજ જૈનેત્તર સમાજ બંનેમાં સરખા આદર પામ્યા છે. તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક વિષયની વાતે સામાન્ય માણસ પણ સહેલાઈથી સમજી શકે તેવી સાદી, સરળ અને સચોટ ભાષામાં તેઓ અસરકારક રીતે સમજાવે છે, તેમજ વિષયને પ્રતિપાદન કરતાં વૈવિધ્ય દ્રષ્ટાંતે સાંભળી શ્રોતાજને તેમની બહુશ્રુતતા પર મુગ્ધ બની જાય છે. ગુંગળાવી ન નાંખે એવી એમની વિદ્વત્તા, સમભાવ અને ધર્મશાસ્ત્રોને તુલનાત્મક અભ્યાસ તેમજ દાખલા દલી લોથી કઈ પણ વિષયને રજુ કરવાની તેમની અનોખી શૈલી શ્રોતાજનેનાં અંતરને આનંદવિભોર બનાવી દે છે. મહારાજ સાહેબ પાસે વ્યાખ્યાન આપવાની પોતાની એક આગવી કળા છે અને શ્રોતાજનને તેઓ ઘણીવાર વાણુના ચાબખા પણ મારે છે. પરંતુ આવા ચાબખાથી શરીર પર સેળ ઉઠવાને બદલે શ્રોતાજનેના જ્ઞાન પર બાઝી ગયેલાં જડત્વના પડ દૂર કરવામાં આ ચાબખાએ એક મહાન રસાયણ રૂપે કામ કરતાં શ્રોતાજને અનુભવે છે, વ્યાખ્યાનમાં જ્યારે મહારાજશ્રી સુંદર અને મધુર કંઠે આલાપ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 462