________________
યુવાનોમાં મૂલ્ય જાગૃતિ
* કોઈ પણ સમાજ માટે તેના યુવાનો એક કાર્યકારી શક્તિના રૂપમાં છે. એક એવી શક્તિના રૂપમાં કે જે સામાજિક મૂલ્યો અને આદર્શોની પ્રાપ્તિ તેમજ જાળવણી માટે એક પ્રભાવશાળી સાધન બની સમાજને પ્રગતિના પથ પર લઈ જાય છે. સમાજમાં શાશ્વત માનવીય મૂલ્યોની જાળવણી તેમજ સંવર્ધન માટે યુવાશક્તિની સક્રિયતા અત્યંત જરૂરી છે. આ સંદર્ભમાં સમાજ પર એક વિશિષ્ટ જવાબદારી આવે છે કે જો તે પોતાના સામાજિક-સાંસ્કૃતિક માળખાને માનવીય મૂલ્યો પર આધારિત બનાવી રાખવા માંગતો હોય તો તે પોતાના યુવાનો ઉપર વિશેષ ધ્યાન આપે.
આ બાબતે એક વાત પર પ્રકાશ પાડવા ચાહીશ કે ઊર્જા અને યુવાન એ બંને વચ્ચે એક બાબતે સમાનતા જોઈ શકાય છે. જે રીતે ઊર્જાનો અનિયંત્રિત અને અનિયોજિત પ્રયોગ વિસ્ફોટ પેદા કરે છે તથા નિયંત્રિત અને નિયોજિત પ્રયોગ પ્રકાશ પેદા કરે છે એ જ રીતે સમાજની યુવા શક્તિનો પણ અનિયંત્રિત અને અનિયોજિત ઉપયોગ સમાજમાં વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરે છે તથા નિયંત્રિત અને નિયોજિત ઉપયોગ સર્જનાત્મક સ્વરૂપ ધારણ કરે છે. આજે દેશમાં યુવાશક્તિનો સંપૂર્ણ રીતે નિયંત્રિત તેમજ નિયોજિત ઉપયોગ ન થઈ શકવાના કારણે જ નક્સલવાદ, અપરાધ, આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ તીવ્ર ગતિથી વધી રહી છે. સ્પષ્ટ છે કે જેટલા અંશે આપણે યુવાશક્તિનો યોગ્ય ઉપયોગ કરીશું એટલા અંશે સમાજ પ્રગતિશીલ બનશે તથા સમાજમાં શાંતિ, સદ્ભાવ, સદાચાર તેમજ બંધુતાનું વાતાવરણ સ્થાપિત થશે.
પ્રશ્ન એ છે કે યુવાનોનો નિયંત્રિત તેમજ નિયોજિત ઉપયોગ કરવા માટે સમાજે શું કરવું જોઈએ ? યુવાશક્તિ શાંતિ, અહિંસા,
આચાર્યશ્રી વિજય રત્નસુંદર
સૂરીશ્વરજી