Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ તમસો માં જ્યોતિર્ગમય રૂપિયા ચૂકવ્યા પછી જેની પરીક્ષા આપવાની તૈયારી ન હોય તેણે મા-બાપના રૂપિયા બગાડ્યા છે. ઊલટું પરીક્ષા કેન્સલ થાય તો વિદ્યાર્થીઓએ હડતાળ પાડવી જોઈએ કે અમે પૈસા ખર્ચા છે, ચોપડાં લાવ્યા છીએ, દિવસો સુધી મહેનત કરી છે. પરીક્ષા કેન્સલ શા માટે? પરીક્ષા થવી જ જોઈએ. આ તો પરીક્ષા કેન્સલ થાય તો પેંડા વહેંચે, તાલીઓ પાડે, નાચે, હાહા હીદી કરવા માંડે. બારમાસમાં માંડ છ મહિના ભાણવાનું હોય છે. એમાંય વળી કૉલેજોમાં તો એક સેમીસ્ટર માત્ર 72 લેક્ટરોનું હોય છે. તદુપરાંત હડતાળ, તોફાનના દિવસો ઉમેરો તો ભણવાના દિવસો કેટલા રહેશે? ખરી વાત તો એ છે કે કોઈને ભણવું જ નથી. માત્ર રખડવું છે. હમણાં કૉલેજોમાં હડતાળ હતી છતાંય કૉલેજોના ગ્રાઉન્ડ ઊભરાતાં હતાં. ઘરેથી કલાસનું બહાનું કાઢીને નીકળી જવાનું. કોલેજમાં આવીને આંટા મારવાના, સ્કૂટરોની સીટો પર ગપ્પાં મારવાનાં, સીટીઓ મારતા બેસી રહેવાનું અને ટાઈમ બરબાદ કરવાનો. ત્રીજું એક પ્રદૂષણ ફેલાયું છે ફેશનોનું, આજનો યુવાન જેટલો વાળ સાથે, કપડાં સાથે, ખાસડાં સાથે અને સ્કૂટર સાથે પ્યાર કરે છે એટલો બીજા સાથે નથી કરતો. ઘણા બુદ્ધઓ બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ કયાં કપડાં પહેરવાં એની પસંદગીમાં અડધો કલાક બગાડે છે. બાઘાની જેમ બધા વાઘાઓ સામે જોયા કરશે. પછી જીન્સનું અથવા બેગીનું પેન્ટ ચડાવશે, લુઝ શર્ટ ચડાવશે, ઈન્સર્ટ કરશે અને પછી બેક સાઈડને આયનામાં જોયા કરશે. હાથ ઊંચા કરશે, બુશશર્ટની ક્રીઝ સરખી કરશે. પછી ખુરશી પર બેસશે, બુટ ઝાટકશે, મોઝાં ચડાવશે, બુટ પહેરશે અને પછી આ પાર્સલ જાણે ફોરેન મોકલવાનું હોય એટલી કાળજીથી દોરીઓ બાંધશે. પછી સ્કૂટરને ઝાટકશે, પ્રેમથી પંપાળી પંપાળીને રૂમાલથી લૂછશે અને પછી સ્કૂટર દોડાવશે. કૉલેજના દરવાજા સામેના પાન - ગલ્લે ઊભું રાખશે અને ઓર્ડર છોડશે, “એક બનારસી સાથે એકસોબીસ ડાલના', મોઢામાં ડૂચો ઘાલશે અને પછી મિત્રોને મળશે. કેમ છે બોસ!”થી વાતની શરૂઆત કરશે અને પછી દુનિયાભરના લેટેસ્ટ શબ્દોના પ્રયોગો કરતો રહેશે. ‘બિન્દાસ”, “બંક્સ', - ‘લફરા', 'બોસ' એ બધા એના રોજના શબ્દો છે. આ લોકોનો સાચો મૂડ તો પિકનિકમાં જોવા મળે છે. આધુનિક ટી શર્ટ, બોટમ્સ, જીન્સ, જર્સીઝ, પંજાબી સુટ, નાસ્તાની બેગો, ટેપરેકોર્ડર,