Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan Author(s): Mathurdas Chhaganlal Sheth Publisher: Pochilal Dungarshi Trust View full book textPage 6
________________ મેં કુંભારીયાજી તીર્થના ડુંગરમાં અને આસપાસના વિસ્તારમાં ફરવાનું શરૂ કર્યું. વળી નજીકના ગામડાઓમાં વસ્તા તેના મુખથી હકીકતે એકત્ર કરવા માંડી. વળી મારા જાણવામાં મહીકાંઠા એજન્સીની ડીરેકટરી આવી. આ ઉપરાંત રાસમાળા પણ મેં વાંચી જોઈ. આ દરેક પ્રયાસને પરિણામે હું જે કંઈ હકીકત પૂરાવારૂપે એકત્ર કરી શકે તે મેં મારી મતિ મુજબ આ લઘુ પુસ્તિકામાં આપવાને પ્રયાસ કર્યો છે. હમેશાં લેકેતિ વૃત્તાંતના પ્રવાહમાં ભળી જાય છે તેવું આ શ્રી કુંભારીયાજી તીર્થના સંબંધમાં પણ બન્યું છે. આસપાસના ડુંગરોમાં ને સ્થળોમાં જે કાટડો પડે છે તેના નિરીક્ષણ પરથી મને જણાયું કે-ખનીજ કાઢી લીધા પછી ભઠ્ઠીને જે કચરો નીકળે તેના ઢગલાઓ છે. આ કાટડા સંબંધી જેને જુદી હકીકત જણાવે છે, પણ તે અસત્ય ને બે ભાગે દોરનારી છે. મારા કુંભારીયાજીના વસવાટ દરમિયાન જે જે સાધુયુનિરાજે આવતા તે સર્વે તીર્થની પ્રાચીનતા જાણવા માટે જિજ્ઞાસા ધરાવતા. આચાર્ય શ્રી વિજયતીન્દ્રસૂરિજી મહારાજના સંવાડાના સાધુઓ કુંભારીયાજી આવેલા અને તેમાં મુનિશ્રી વિદ્યાવિજયજી આ બાબતમાં વધારે રસિક હોવાથી મેં તેમને કેટલીક હકીકત પૂરી પાડી અને તેઓએ કુંભારીયાજી, આબુ, અચળગઢ ને જીરાવલા પાશ્વનાથની હકીકતની એક પુસ્તિકા સં. ૨૦૦૦ માં પ્રકાશિત કરી, પણ અત્યારે તે અલ છે. બાદ મારી ભાવનગરખાતે બદલી થતાં મેં આ વિષયને લગતા સાહિત્યનું વાંચન કર્યું. વળી જે જે વિગત મને મળી તે સર્વને આ પુસ્તિકામાં સમાવેશ કર્યો છે. દાંતાભવાનીગઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84