________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિની ઉદ્વર્તના કહી. હવે (નિર્વાઘાતભાવે) સ્થિતિની અપવર્નના કહે છે. સ્થિતિની અપવર્ણના કરતો જીવ ઉદયાવલિકાથી' બહારના અર્થાતુ ઉપરના સ્થિતિવિશેષોને (સ્થિતિભેદોને) અપવર્તે છે. એક સમયમાત્ર - બે સમયમાત્ર આદિ સ્થિતિભેદોને અપવર્તે છે. અને તે અપવર્યમાન સ્થિતિ વિશેષો ત્યાં સુધી પ્રાપ્ત થાય છે કે જ્યાં સુધી બંધાવલિકા કે ઉદયાવલિકા હીન સર્વ કર્મસ્થિતિઓ થાય, તે અપવર્તવા યોગ્ય છે. (ઉદયાવલિકામાં વર્તતી સ્થિતિઓ સર્વકરણને અસાધ્ય હોવાથી તે અપવર્ણના થતી નથી. તે કારણથી ઉદયાવલિકા બહારની સ્થિતિઓ અપવર્તના સાધ્ય છે એમ કહ્યું)
તે અપવર્યમાન થતી સ્થિતિવિશેષોને ક્યાં નાંખે છે ? તો કહે છે કે એક આવલિકાના ત્રણ ભાગ કરે તેવા ''સમયાધિક તૃતીય ભાગમાં, શેષ ઉપરના સમયોન બે ભાગને અતિક્રમીને પ્રક્ષેપે. અહીં આ તાત્પર્ય છે- ઉદયાવલિકાથી ઉપરની જે સમયમાત્ર સ્થિતિઓ તેના દલિકને અપવર્તતો જીવ ઉદયાવલિકાના ઉપરના સમયોન ૨/૩ ભાગ અતિક્રમીને નીચે રહેલ સમયાધિક ત્રીજા ભાગમાં પ્રક્ષેપે છે. આ જઘન્ય નિક્ષેપ અને જઘન્ય અતીત્થાપના જાણવી.
અને જ્યારે ઉદયાવલિકાથી ઉપરની બીજી સ્થિતિ અપવર્તે છે. ત્યારે અતીત્થાપના પૂર્વ કહેલ સમયાધિક પ્રમાણ અર્થાત્ બરોબર ૨/૩ ભાગ જેટલી હોય છે. અને નિક્ષેપ (પતથ્રહ સ્થિતિ) તો તેટલો જ (સમયાધિક ૧/૩ ભાગ જેટલો) હોય
છે..
વળી જ્યારે ઉદયાવલિકાથી ઉપરની ત્રીજી સ્થિતિ અપવર્તે છે ત્યારે પૂર્વ કહેલ અતીત્થાપના બે સમયાધિક હોય છે. અર્થાત્ ૨/૩ ભાગ સમયાધિક અતીત્થાપના હોય છે. નિક્ષેપ તો તેટલાં જ પ્રમાણનો હોય છે.
એ પ્રમાણે અતીત્થાપના જ્યાં સુધી આવલિકા પૂર્ણ થાય ત્યાં સુધી દરેક સમય સમયની વૃદ્ધિ કરવી. અને નિક્ષેપ વિષય સ્થિતિઓનો સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ જ હોય છે.
ત્યાંથી આગળ અતીસ્થાપના દરેક ઠેકાણે તેટલા (આવલિકા) પ્રમાણ જ રહે છે. અને જ્યાં સુધી બંધાવલિકા કે (ઉદયાવલિકા) અતીત્થાપના આવલિકા રહિત અને અપવર્ચમાન સમય સ્થિતિ એ ત્રણ રહિત શેષ સર્વ કર્મસ્થિતિ નિક્ષેપમાં વૃદ્ધિ થાય છે.
કારણ કે બંધાવલિકા પૂર્ણ થયે છતે જીવ કર્મની અપવર્ણનાનો પ્રારંભ કરે છે. ત્યાં પણ સર્વ ઉપરિતન (અન્ય) સ્થિતિસ્થાનની અપવર્ણના શરૂ કરે છે, ત્યારે આવલિકામાત્ર નીચે ઉતરીને નીચેની સર્વ સ્થિતિસ્થાનમાં નિક્ષેપ કરે છે. એ ઉત્કૃષ્ટ નિક્ષેપ જે પ્રમાણે કહ્યો તે પ્રાપ્ત થયો. અને પંચસંગ્રહ – બીજા ભાગમાં ઉદ્0 કરણની ૧૩મી ગાથામાં કહ્યું છે. સમયાદિ વળા, વંથારિયા મોજું વિશ્લેવો વાટ રંગોદય-મારિયા મોજુ મોજે અર્થ :- સમયાધિક અતીત્થાપનાવલિકા અને બંધાવલિકા છોડી શેષ સ્થિતિ નિક્ષેપના વિષયરૂપ છે. તથા બંધાવલિકા અને ઉદયાવલિકા સિવાયની બાકીની સ્થિતિની અપવર્તન કરે છે.
સમયાધિક અતીત્થાપના આવલિકા અને બંધાવલિકા મૂકીને (રહિત) બાકીની સર્વ પણ સ્થિતિઓમાં અપવર્નનાનો ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. તથા બંધાવલિકા અને ઉદયાવલિકા (મૂકીને) રહિત સર્વ પણ કર્મસ્થિતિઓની અપવર્ણના થાય છે. એ પ્રમાણે એનો અર્થ છે.
૧૩ અહીં ઉદયાવલિકા અનાવર્તનીય કહીં તે અપવર્તના પ્રવર્તે તે કાળને આશ્રયી કહીં, અન્યથા અપવના પ્રવર્તતા પહેલાં બંધાવલિકા પણ
અનપવર્તનીય જાણવી. અર્થાતું બંધાયેલી પ્રકૃતિની બંધાવલિકા વ્યતીત થયા બાદ અપવાના શરૂ થાય તે પણ ઉદયાવલિકાગત સ્થિતિઓ વર્જીને શેષ
સ્થિતિઓમાં જ અપવર્ણના શરૂ થાય. ૧૪ અપવનામાં અબાધાની અતીથાપના હોય નહીં, માટે અત્રે અબાધા સંબંધે અતીત્થાપના કહી નથી, પુનઃ તે બધ્યમાન વા પૂર્વબદ્ધ સ્વજાતીય
પરલતામાં સંક્રમે છે. ૧૫ ઉદયાવલિકાના નવ સમય કલ્પીએ તો ઉદયાવલિકા ઉપરના સ્થાનકના દલિકને ઉદયાવલિકાના છેલ્લા પાંચ સમય ઓળંગી નીચેના ઉદય સમયથી
આરંભી ચાર સ્થાનકમાં નાંખે છે, કેમકે બે ભાગના છ સમય થાય તેમાં એક સમય ન્યુન લેવાનો છે. એટલે તે પાંચ સમય પ્રમાણ થાય, તેટલી
અતીત્થાપના કહેવી. નિક્ષેપ સમયાધિક ત્રીજો ભાગ છે. તેના ચાર સમય થાય. એટલે તેટલામાં જ નિક્ષેપ થાય, અને તે જઘન્ય નિક્ષેપ કહેવાય. ૧૬ અહીં બંધાવલિકા અને ઉદયાવલિકા એમ કહેવાથી સમજવાનું એ છે કે કર્મ બંધાયા બાદ એક આવલિકા પછી અપવર્નના પ્રારંભાય છે. માટે
અપવર્નનાના પ્રારંભ વખતે બે આવલિકા હીન ન જાણવી, પરંતુ કાળથી બંધાવલિકા જ હીન જાણવી) કારણ કે બંધાવલિ કા તે સ્થિતિ સંબંધી આખી લતાની અપવર્નનાને રોકે છે, પરંતુ ઉદયાવલિકા તે સ્થિતિ સંબંધી આખી લતાની અપાવનાને નહીં રોકતા માત્ર પોતાની જ અપવના રોકે છે, અને પ્રારંભ સમય ઉદયાવલિકા પ્રમાણ સ્થિતિઓ અપાવનાને અસાધ્ય રહે છે. માટે અપવર્નના સ્થિતિ થતુસ્થિતિ કરતાં એક આવલિકા હીન જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org