Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 355
________________ ૩૨૮ કર્મપ્રકૃતિ ભાગ - ૨ તે ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ, યશ-કીર્તિનામ તથા ઉચ્ચગોત્રનો બંધવિચ્છેદ થાય છે, અને મોહનીયકર્મની સત્તાનો વિચ્છેદ થાય છે. ત્યારબાદ આત્મા ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ૧૨મું ગુણસ્થાનક - આ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય વિગેરે શેષ ત્રણ ઘાતિકર્મનો સ્થિતિઘાતાદિકથી નાશ કરતો કરતો આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત પ્રમાણ સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે સર્વોપવના કરણદ્વારા સ્થિતિને ઘટાડી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની સ્થિતિ આ ગુણસ્થાનકના શેષ રહેલ કાળ સમાન અને નિદ્રાદ્ધિકની સ્થિતિ સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય ન્યૂન અને કર્મસત્તાની અપેક્ષાએ ચૌદ પ્રકૃતિઓની સમાન રાખે છે. ત્યારબાદ આ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉપરોક્ત ચૌદ પ્રકૃતિઓને ઉદય ઉદીરણાથી અને ચરમાવલિકામાં ઉદયથી ભોગવે છે. સ્વરૂપસત્તાની અપેક્ષાએ આ ગુણસ્થાનકના દ્વિચરમસમયે અન્યથા ચરમ સમયે નિદ્રાદ્ધિકની સત્તાનો અને શેષ ચૌદ પ્રકૃતિઓની સત્તાનો ચરમ સમયે વિચ્છેદ થાય છે. (૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક :- પૂર્વે રહેલ મન-વચન તથા કાયયોગ હોવા છતાં જેમને ચારે ઘાતકર્મના ક્ષયથી નિર્મળ એવું કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટ થયું છે એવા આત્માઓનું જે ગુણસ્થાનક તે સયોગી કેવલી ગુણસ્થાનક. અહીં કાયયોગ દ્વારા આહાર નિહાર, વચનયોગદ્વારા દેશના અને મનોયોગદ્વારા અન્ય ક્ષેત્રમાં રહેલ અવધિજ્ઞાની તથા મન:પર્યવજ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપે છે. અંતર્મુહૂર્ત આયુ બાકી રહે છતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને આશ્રયી આ ગુણસ્થાનકનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. અને આઠ વર્ષની વયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળાઓને આશ્રયી ઉત્કૃષ્ટ કાળ દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ શેષ રહે ત્યારે કેવલિસમુઘાત કર્યા પહેલાં દરેક કેવલીઓ આયોજિ કાકરણ કરે છે. તેને આવર્જિતકરણ અથવા આવશ્યકકરણ પણ કહેવાય છે. જે કેવલી ભગવંતને આયુષ્ય કરતાં શેષ વેદનીયાદિ ત્રણ કર્મો અધિક હોય તે કેવલી સમુદ્ધાત કરે છે. બીજાઓ કરતા નથી. બાંધતી વખતે જ ઉપક્રમને યોગ્ય એવા વેદનીયાદિ કર્મો બાંધેલાં હોય છે કે ભોગવ્યા વિના જ નાશ કરવા છતાં કૃતનાશ, અકૃતાભ્યાગમ કે મુક્તિમાં અનાશ્વાસનો કોઇ પ્રસંગ આવતો નથી. આયુકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને બીજા કર્મો સમયે સમયે બંધાય છે તેથી અથવા તથાસ્વભાવે જ વેદનીયાદિ કર્મો આયુની સમાન અથવા તેથી અધિક હોય છે પણ આયુષ્યથી ન્યૂન હોતાં જ નથી. દરેક કર્મ પ્રદેશોદયથી ભોગવીને ક્ષય કરાય છે પણ રસોદયથી ભોગવીને નહીં, જો રસોદયથી ભોગવીને જ ક્ષય થાય તો જીવ જ્યારે પણ મોક્ષે જઇ શકે નહીં. જે ક્રિયામાં ફરીથી ઉત્પન્ન ન થાય તેવી રીતે વિશેષપણે વેદનીયાદિ ત્રણ કર્મનો ઘાત કરવામાં આવે તે કેવલી સમુદ્દાત કહેવાય છે. કેવલી સમુદુઘાત કરતો આત્મા પ્રથમ સમયે પોતાના શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર કાઢી જાડાઇ તથા પહોળાઇથી શરીર પ્રમાણ અને લંબાઇથી ચૌદ રજુ પ્રમાણ દંડ, બીજા સમયે પૂર્વ પશ્ચિમ અથવા દક્ષિણ-ઉત્તર કપાટ, ત્રીજા સમયે કપાટનેજ દક્ષિણ-ઉત્તર કે પૂર્વ-પશ્ચિમમાં પહોળુ કરી મંથાન કરે છે. અને ચોથા સમયે, મંથાનના આંતરા પૂરી લોક વ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમાં સમયે મંથાનનો, છઠ્ઠા સમયે કપાટનો, સાતમા સમયે દંડરૂપે કરેલ આત્મપ્રદેશોનો સંકોચ કરી આઠમા સમયે સ્વશરીરસ્થ થાય છે. પ્રથમના પાંચ સમય સુધી સમુદ્રઘાતના માહાભ્યથી સમયે સમયે સ્થિતિઘાત અને રસઘાત કરે છે. અને છઠ્ઠા સમયથી આ ગુણસ્થાનકના ચરમ સમય સુધી અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક સ્થિતિઘાતો તથા રસઘાતો કરે છે. આ સમુઘાતમાં ૩૯ પ્રશસ્ત પ્રકૃતિઓના રસનો અપ્રશસ્ત પ્રકૃતિઓમાં નાખી ઘાત કરે છે. આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ બાકી રહે છતે કેવલી સમુઘાત કરીને અથવા કર્યા વિના પણ સર્વે કેવલીઓ વેશ્યાના નિરોધ માટે તથા સમયે સમયે થતા યોગનિમિત્તક સમય પ્રમાણ સતાવેદનીયના બંધને અટકાવવા માટે યોગનિરોધ કરે છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364