Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 354
________________ ઉપશમનાકરણ પરિશિષ્ટ-૧ ૩૨૭ ત્યાર પછીના સમયે (અહીં ત્યાર પછીના સમયે એટલા માટે લખવામાં આવે છે કે પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ દરેક કિટ્ટિ એક આવલિકા પ્રમાણ એટલે કે તેટલાં કાળમાં ભોગવાય તેટલી શેષ રહે છે, અને પછી પછીની કિક્રિઓનો ઉદય થાય છે.) બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિષ્ક્રિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે. તે ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા માત્ર શેષ રહે. તે સમયે માનના બંધ ઉદય અને ઉદીરણા એ ત્રણેનો એક સાથે વિચ્છેદ થાય. અને તેની સત્તા પણ શેષ સઘળા દલિકોનો માયામાં પ્રક્ષેપ થયેલો હોવાથી સમય ન્યૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે. અને તેનો માયાની પ્રથમ કિટ્ટિ વેદતા માનની જેમ નાશ કરે. માનનો જે સમયે ઉદય વિચ્છેદ થયો ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માયાના પ્રથમ કિલ્ફિના દલિકોને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે. તે ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા માત્ર સ્થિતિ શેષ રહે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે. તેને પણ ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે. ત્યારબાદ બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે, તેને પણ ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા શેષ રહે. તે જ સમયે માયાના બંધ, ઉદય અને ઉદીરણાનો યુગપતું વિચ્છેદ થાય છે. તેની સત્તા પણ શેષ સઘળા દલિકનો લોભમાં સંક્રમ કરેલો હોવાથી સમય ન્યૂન બે આવલિકા કાળમાં બદ્ધ દલિકની જ રહે. તેનો લોભની પ્રથમ કિટ્ટિ વેદતાં માનની જેમ નાશ કરે છે. | માયાનો જે સમયે ઉદય વિચ્છેદ થયો ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ લોભની પ્રથમ કિષ્ટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને તેને અંતર્મુહૂર્ત પયંત વેદે બરાબર એક આવલિકા કાળમાં ભોગવાય તેટલી પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ પ્રથમ કિટ્ટિ શેષ રહે ત્યારે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદ. તે બીજી કિટ્ટિને વેદતાં બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ગ્રહણ કરી તેની સૂક્ષ્મ કિઠ્ઠિઓ કરે. તે સૂક્ષ્મ કિઠ્ઠિઓ ત્યાં સુધી કરે કે પ્રથમસ્થિતિરૂપે કરાયેલ બીજી કિટ્ટિને વેદતાં વેદતાં તેની સમયાધિક આવલિકા માત્ર શેષ રહે. તે જ સમયે સંજ્વલન લોભનો બંધવિચ્છેદ, બાદર કષાયનો ઉદય-ઉદીરણા વિચ્છેદ અને અનિવૃત્તિબાદરસપરાય ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થાય છે. - ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિઓિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે, અને તેને વેદ છે. તેને વેદતો આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનવત્ત કહેવાય છે. બીજી સ્કૂલ કિઢિની જે એક આવલિકા શેષ રહી તે અનુભવાતી સૂક્ષ્મ કિઠ્ઠિમાં તિબુકસંક્રમવડે સંક્રમી દૂર થાય છે. પ્રથમ અને બીજી કિટ્ટિની જે આવલિકા શેષ રહે છે, તે બીજી અને ત્રીજી કિષ્ટિમાં મળી ભોગવાઈ જાય છે. લોભની સૂક્ષ્મ કિઠ્ઠિઓને અનુભવતો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી આત્મા (બીજી સ્થિતિમાં રહેલો સૂક્ષ્મકિઠ્ઠિઓના દલિકને અને સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જે દલિક સત્તામાં અવશિષ્ટ છે, તેને પ્રતિસમય સ્થિતિઘાતાદિ વડે ખપાવતા ખપાવતા ત્યાં સુધી ખપાવે કે દસમા ગુણસ્થાનકના સંખ્યાતાભાગ જાય અને એક ભાગ શેષ રહે. (અહીં સર્વાપવર્તના વડે સ્થિતિ અપવર્તી દસમાના સંખ્યાતમા ભાગ જેટલી રાખે છે અહીં લોભનો કોઇ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી, અને સત્તામાંથી નાશ તો કરવો જ છે, એટલે તેની સ્થિતિઘાતાદિવડે નાશ કરવો રહ્યો, એટલે સ્થિતિઘાતાદિવડે તેનો નાશ કરે છે એમ કહ્યું છે.) તે સંખ્યાતમો ભાગ પણ અંતર્મુહર્ત પ્રમાણ જ છે. અહીંથી આરંભી મોહનીયકર્મમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ થતા નથી, પરંતુ અન્ય શેષ કર્મોમાં થાય છે. અપવર્તિત (અપવર્તનાકરણથી ઘટાડી અંતર્મુહર્ત પ્રમાણ રાખેલ એટલે કે હવે દસમા ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાલ શેષ છે તેટલી રાખેલ) લોભની તે સ્થિતિને ઉદય, ઉદીરણાવડે વેદતા ત્યાં સુધી જાય કે તેની સત્તામાં સમયાધિક આવલિકા માત્ર સ્થિતિ શેષ રહે, ત્યારબાદ ઉદીરણા ન થાય. કેમ કે સત્તામાં માત્ર એક ઉદયાવલિકાજ શેષ રહી છે. તેને કેવળ ઉદયદ્વારાજ સૂક્ષ્મસંપાયના ચરમ સમય પયંત અનુભવે છે. અતિ ઘણો રસ ઓછો કરી ચડતાં ચડતાં રસાસુવાળા પરમાણુઓનો ક્રમ તોડી નાંખવો તેને કિદિ કહેવાય છે. અહીં સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ પર આરૂઢ થનારાઓએ જે બાર કિક્રિઓ કરી તે હવે પછી થનારી લોભની સૂક્ષ્મ કિક્રિઓના હિસાબે સ્થૂલ છે, કેમકે તે વખતે સૂક્ષ્મ કિદિકરણક્રિયા જે સમયથી શરૂ થાય છે તેના હિસાબે પરિણામની મંદતા હતી. વળી ઉપશમશ્રેણિમાં દસમા ગુણસ્થાનકે જેટલાં રસવાળી કિક્રિઓ હોય છે તેનાથી ક્ષપકશ્રેણિમાં દસમા ગુણસ્થાનકે અતિ અલ્પ રસવાળી કિક્રિઓ અનુભવાય છે. એટલે સંજ્વલન લોભની બીજી કિદિ વેદતાં. ત્રીજી કિદિની સૂક્ષ્મ કિદિ કરે છે, એમ કહેવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364