Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 352
________________ ઉપશમનાકરણ પરિશિષ્ટ-૧ ૩૨૫ હવે પછી પુરુષવેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર આશ્રયીને શું થાય છે , તે કહે છે, પુરુષવેદનો જે સમયે બંધ અને ઉદય વિચ્છેદ થાય છે તે પછીના સમયથી આત્મા સંજ્વલન ક્રોધને નાશ કરવાનો મુખ્યપણે પ્રયત્ન કરે છે. પુરુષવેદનો ઉદયવિચ્છેદ જે સમયે થાય છે તે પછીના સમયથી આરંભી નવમા ગુણસ્થાનકના જે સમય સુધી સંજ્વલન ક્રોધનો ઉદય -રસોદય રહેવાનો હોય છે, તેટલાં કાળને ત્રણ ભાગમાં વહેંચી નાંખે છે. ત્રણ ભાગમાં વહેચવાનું કારણ જુદા જુદા કાળમાં જાદી જાદી ક્રિયા થાય છે, તે છે. પહેલા ભાગમાં અપૂર્વ સ્પર્ધ્વક થવાની ક્રિયા થાય છે. બીજા ભાગમાં કિઠ્ઠિઓ થવાની ક્રિયા થાય છે. અને ત્રીજા ભાગમાં કરેલી કિઠ્ઠિઓને વેદવાની ક્રિયા થાય છે. આ ત્રણેના અનુક્રમે આ નામો છે ૧અશ્વકર્ણકરણોદ્ધા, ૨-કિટ્ટિકરણાદ્ધા, ૩ કિટ્ટિવેદનાદ્ધા. અદ્ધાનો અર્થ કાળ છે, જે કાળમાં અપૂર્વરૂદ્ધક થવાની ક્રિયા થાય છે તેને અશ્વકર્ણકરણોદ્ધા, જે કાળમાં કિટ્ટિઓ થવાની ક્રિયા થાય છે તેને કિફ્રિકરણોદ્ધા, અને જે કાળમાં કરેલી કિક્રિઓનો અનુભવ કરવાની ક્રિયા થાય છે, તેને કિટ્ટીવેદનાદ્ધા કહેવામાં આવે છે. અપૂર્વરૂદ્ધક અને કિઠ્ઠિઓનું સ્વરૂપ ઉપશમનાકરણમાં કહેવાઈ ગયું છે, એટલે તે ત્યાંથી જોઇ લેવું. અપૂર્વસ્પર્ધક ક્રિયા કાળમાં વર્તમાન આત્મા અંતરકરણ ઉપરની બીજી સ્થિતિમાં સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના પ્રતિસમય અનંત સંખ્યા પ્રમાણ અપૂર્વપદ્ધકો કરે છે. તથા આજ કાળમાં સમયોન બે આવલિકા જેટલાં કાળમાં બંધાયેલું પુરુષવેદનું જે દલિક સત્તામાં રહેલું હતું તેને તેટલાં જ કાળે ગુણસંક્રમ વડે ક્રોધમાં ચરમ સમયે સર્વ સંક્રમવડે સંક્રમાવી નાશ કરે છે. આ પ્રમાણે પુરુષવેદની સત્તાનો નાશ થયો. અંતર્મુહૂર્ત પ્રમાણ અપૂર્વરૂદ્ધક થવાની ક્રિયા પૂર્ણ થાય એટલે કિટ્ટિકરણોદ્ધામાં પ્રવેશે છે. એટલે કે કિષ્ટિ કરવાની ક્રિયા શરૂ કરે છે. કિટ્ટિ કરવાની ક્રિયા શરૂ કરતો આત્મા સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના બીજી સ્થિતિમાં રહેલ દળની કિટ્ટિ કરે છે. તે કિઠ્ઠિઓ જો કે વાસ્તવિક રીતે અનંત છે, તો પણ ક્રોધની ત્રણ, માનની ત્રણ, માયાની ત્રણ અને લોભની ત્રણ એમ ચારે કષાયની મળી સ્કૂલ જાતિભેદની અપેક્ષાએ બાર કલ્પાય છે. અહીં જઘન્ય રસવાળી કિષ્ટિ પહેલી, કંઈક ચડતાં રસવાળી બીજી, એમ અનંત કિટ્ટિની ચડતાં ચડતાં ક્રમે સ્થાપના સ્થાપવી, તેમાં જઘન્યથી અમુક સંખ્યા પયંતની કિઠ્ઠિઓનો “પહેલીમાં સમાવેશ કર્યો, ત્યાર પછીની અમુક સંખ્યાવાળી કિઢિઓનો “બીજીમાં સમાવેશ કર્યો, ત્યાર પછીની છેલ્લી કિટિ સુધીનો ‘ત્રીજીમાં સમાવેશ કર્યો છે. મતલબ કે ક્રોધાદિની સઘળી કિષ્ક્રિઓનો ત્રણ ત્રણ ભાગમાં સમાવેશ કર્યો છે. એટલે દરેકની ત્રણ ત્રણ કિઠ્ઠિઓ કલ્પાય છે, એમ કહેવામાં આવ્યું છે. ( પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓને પહેલાં અનુભવે છે, દ્વિતીય સંજ્ઞાવાળી કિઠ્ઠિઓને ત્યાર પછી અનુભવે છે, અને તૃતીય સંજ્ઞાવાળી કિક્રિઓને તે પછી અનુભવે છે. આ પ્રમાણે અનુભવે છે, એટલે અનંત કિક્રિઓનો ત્રણમાં સમાવેશ કર્યો હોય એમ સમજાય છે.) ૧ ૨ અન્ય વેદે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર પણ આ ક્રમે જ સંજ્વલન ક્રોધાદિનો નાશ કરે છે. કાળની આ ગણના બંધવિચ્છેદ સમયની અપેક્ષાએ છે. પુરુષવેદનો જે સમયે બંધવિચ્છેદ થાય છે, તે સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું અસત્કલ્પનાએ સાત સમયમાં બંધાયેલું જ સત્તામાં બાકી રહે છે. શેષ સર્વ દળનો નાશ થઇ જાય છે. અવેદીના પ્રથમ સમયે છ સમયમાં બંધાયેલું બીજા સમયે પાંચ સમયમાં બંધાયેલું. ત્રીજા સમયે ચાર સમયમાં બંધાયેલું. ચોથા સમયે ત્રણ સમયમાં બંધાયેલું. પાંચમા સમયે બે સમયમાં બંધાયેલુ. અને અવેદના છઠ્ઠા સમયે માત્ર એક સમયમાં બંધાયેલું એટલે કે બંધવિચ્છેદ સમયમાં જ બંધાયેલું બાકી રહે છે, ત્યાર પછીના સમયે કંઇ સત્તામાં જ રહેતું નથી. - આ ઉપરથી એમ સમજાય છે કે અવેદીના પ્રથમ સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળ સુધી જ પુરુષવેદની સત્તા હોય છે, ત્યારબાદ હોતી નથી. આનું કારણ એમ છે કે જે સમયે બાંધે છે તે સમયથી આરંભી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાનો આરંભ કરે છે. સંક્રમાવલિકાના ચરમ સમયે સંક્રમાવી ખલાસ કરે છે. એટલે ચરમ સમયે સત્તામાં રહેતું નથી. જેમકે જે સમયે બંધવિચછેદ થાય છે તે સમયથી પહેલાં આઠમા સમયે બાંધ્યું તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમની શરૂઆત કરે, સમયે સમયે સંક્રમાવતાં ચરમ સમયે બંધવિચ્છેદ સમયે સર્વથા નાશ કરે છે. એટલે બંધવિચ્છેદ સમયે સમયે ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું જ શેષ રહે છે. તેને ઉપરોક્ત ક્રમે સંક્રમાવતાં તેટલાં જ કાળે સત્તામાંથી નાશ કરે છે. બંધવિચ્છેદથી પૂર્વે આઠમા સમયે બંધાયેલા દળના સંક્રમની શરૂઆત ચોથા સમયથી થાય. અવેદીના પૂર્વ સમયે સંક્રમાવી ખલાસ કરે એટલે તે સમયે આઠમા સમયનું બંધાયેલું સત્તામાં ન હોય. એટલે બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું સત્તામાં હોય છે. એમ કહેવામાં આવ્યું છે.(અહીં આવલિકાના ચાર સમય કહ્યા છે.) એ હિસાબે સાતમા સમયે બંધાયેલું બંધવિચ્છેદ પછીના પ્રથમ સમયે, છઠ્ઠા સમયે બંધાયેલું બીજા સમયે, પાંચમા સમયે બંધાયેલું ત્રીજા સમયે, ચોથા સમયે બંધાયેલું ચોથા સમયે, ત્રીજા સમયે બંધાયેલું પાંચમા સમયે, બીજા સમયે બંધાયેલું છઠ્ઠા સમયે અને પહેલા એટલે કે બંધવિચ્છેદ સમયે બંધાયેલું સાતમા સમયે સત્તામાં હોતું નથી, એ ફલિત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364