________________
૩૨૪
કર્મપ્રકૃતિ ભાગ - ૨ નથી, પરંતુ સંજવલન ક્રોધમાં (ક્રોધાદિમાં) સંક્રમાવે છે. આ પ્રમાણે હાસ્યષકને સંવલનક્રોધમાં સંક્રમાવતો સંક્રમાવતો અંતર્મુહૂર્ત કાળે સંપૂર્ણપણે સત્તામાંથી દૂર કરે છે. | (આ ગુણઠાણે છત્રીસ પ્રકૃતિઓનો સત્તામાંથી ક્ષય થાય છે. તેમાં લગભગ બધામાં ઉકલનાસક્રમ અને ગુણસંક્રમ બંને પ્રવર્તે છે. બંધવિચ્છેદ થયા પછી અબધ્યમાન એ પ્રકૃતિઓમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી ઉદ્ધવનાનુવિદ્ધ ગુણસંક્રમની શરૂઆત થઇ જાય છે. નવમા ગુણઠાણે જેનો જેનો પહેલાં પહેલાં નાશ થવાનો હોય તેમાં મુખ્યતયા અને જલદીથી ક્રિયા પ્રવર્તે છે, અને અન્યમાં ગૌણતયા = ધીરે ધીરે પ્રવર્તે છે. જેમ કે પહેલાં નપુંસકવેદનો ક્ષય થાય છે, એટલે તેમાં મુખ્યપણે અને તેનો ક્ષય થયા પછી સ્ત્રીવેદમાં મુખ્યતયા ક્ષય ક્રિયા પ્રવર્તે આ પ્રમાણે સર્વ માટે સમજવું)
જે સમયે હાસ્યાદિ ષકનો સત્તામાંથી સંપૂર્ણપણે નાશ થાય છે, તેજ સમયે પુરુષવેદના બંધ, ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે, અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલા દલ છોડીને શેષ સઘળા દલિકો પણ ક્ષય થાય છે. માત્ર સમય ન્યૂન બે આવલિકા કાળનું બંધાયેલું દળ જ સત્તામાં શેષ રહે છે. ઉદયવિચ્છેદ થય અવેદી થાય છે.
અહીં એ ધ્યાનમાં રાખવાનું કે હાસ્યષર્ક સાથે પુરુષવેદનો નાશ કરવાની ક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ હાસ્યષકનો અહીં બંધ થતો ન હતો અને પુરુષવેદનો બંધ થતો હતો. એટલે હાસ્યષકના સંપૂર્ણપણે નાશ થવાની સાથે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકને છોડી તેના સત્તામાંના શેષ સઘળા દળનો પણ નાશ થયો. માત્ર સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલા દલિકો જ સત્તામાં રહ્યા.
સમયચુન બે આવલિકામાં બંધાયેલા શા માટે રહી જાય છે? એ પ્રશ્નો ઉત્તર આ છે-જે સમયે બંધાય છે તે સમયથી આરંભી તેની બંધાવલિકા ગયા બાદ જ તેમાં સંક્રમાદિ પ્રવર્તે છે. અને સંક્રમાવલિકાના ચરમ સમયે તેનો સત્તામાંથી ક્ષય થાય છે. આ ઉપરથી એમ થયું કે જે સમયે બંધાય તેનો તે સમયથી આરંભી બીજી આવલિકાના ચરમ સમયે સત્તામાંથી નાશ થાય છે. આ હિસાબે જે સમયે બંધવિચ્છેદ થાય તે સમયથી આરંભી બરાબર બે આવલિકામાંની પહેલી આવલિકાના પહેલાં સમયે જે બાંધ્યું તેનો બીજી આવલિકાના છેલ્લા સમયે એટલે કે બંધવિચ્છેદ સમયે નાશ થયો એટલે જ બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું દલિક જ સત્તામાં બાકી રહે, એમ કહેવામાં આવે છે.)
આ પ્રમાણે પુરુષવેદે ક્ષપકશ્રેણિપર આરૂઢ થનાર માટે સમજવું. જ્યારે નપુંસકવેદે ક્ષપકશ્રેણિપર આરૂઢ થાય ત્યારે નપુંસકવેદ અને સ્ત્રીવેદનો સત્તામાંથી એક સાથે જ નાશ કરે છે. જે સમયે ઉપરોક્ત બંને વેદનો સત્તામાંથી નાશ થયો તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. ત્યારબાદ બે સમય ન્યૂન બે આવલિકા કાળે અવેદી તે આત્મા હાસ્યષક અને પુરુષવેદનો એક સાથે નાશ કરે છે.
જ્યારે સ્ત્રીવેદ ક્ષપકશ્રેણિપર આરૂઢ થાય ત્યારે પહેલાં નપુંસકવેદનો નાશ કરે. ત્યારબાદ સ્ત્રીવેદનો ક્ષય કરે. અને સ્ત્રીવેદના ક્ષય સમયે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય. ત્યારબાદ અવેદી તે આત્મા હાસ્યષક અને પુરુષવેદનો એક સાથે નાશ કરે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વદે શ્રેણિ આરંભનાર આશ્રયી પ્રકૃતિના ક્ષયનો ક્રમ છે.
રહેતો નથી. અન્યત્ર પણ જ્યાં સંભવે ત્યાં આ પ્રમાણે સમજવું. અહીં ષષ્ઠ કર્મગ્રંથની ટીકા તેમજ કર્મપ્રકૃતિની ટીકા તેમજ ચૂર્ણિમાં પુરુષવેદના બંધોદયની સાથે જ ઉદીરણાનો વિચ્છેદ બતાવેલ છે અને તે મતાન્તર લાગે છે. કારણ કે કર્મપ્રકૃતિ ઉદય અધિકાર ગાથા રજીની ટીકામાં ત્રણ વેદનો ઉદીરણા વિના એક આવલિકા કેવળ ઉદય બતાવેલ છે. અને તે જ પ્રમાણે ઉદયાધિકાર ગાથા-પ અને તેની ટીકામાં ત્રણે વેદની જઘન્ય અનુભાગ ઉદીરણા પછી એક આવલિકા જઇને પોતપોતાના ઉદયના ચરમ સમયે જઘન્ય અનુભાગ ઉદય હોય છે. એમ કહેલ છે તેથી પુરુષવેદની પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા વિચ્છેદ થાય અને પ્રથમસ્થિતિના ચરમ સમયે બંધ તથા ઉદય વિચ્છેદ થાય એમ સમજાય છે અને એજ વધારે ઠીક લાગે છે. કારણ કે સંજ્વલન ક્રોધાદિની જેમ પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદના બંધોદય વિચ્છેદ થતા નથી, પરંતુ પ્રથમસ્થિતિના ચરમ સમયે જ વિચ્છેદ થાય છે. પછી તો બહુશ્રતો કહે તે પ્રમાણ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org