Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 349
________________ ૩૨૨ કર્મપ્રકૃતિ ભાગ - ૨ ચોથું કારણ-પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ વખતે જો મિથ્યાત્વની જેમ અનંતાનુબંધિની પણ સર્વોપશમના થતી હોત તો અંતરકરણ કર્યા પછી મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ રહે ત્યારે મિથ્યાત્વની જેમ અનંતાનુબંધિની પણ ઉદીરણા ન થાય. માટે તેવા મિથ્યાદૃષ્ટિને અપ્રત્યાખ્યાનીય વિગેરે ત્રણ ક્રોધાદિ, ત્રણમાંથી એક વેદ અને ૨ માંથી એક યુગલ એમ જઘન્યથી છ પ્રકૃતિનું ઉદીરણાસ્થાન પણ આવી શકે, પરંતુ કર્મપ્રકૃતિમાં તે કયાંય બતાવેલ નથી. તેથી અનંતાનુબંધિનો ક્ષયોપશમ જ થતો હોય તેમ લાગે છે. પછી તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. . | (વિશેષ પ્રશ્નોત્તરી માટે મુનિ અભયશેખર વિજય મસાની કર્મપ્રકતિ પદાર્થ ભાગ-૩માં પેઇઝ નંબર ૧૫૨ થી ૧૬૫ જુઓ.) ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત | ઉપશમનાકરણ પરિશિષ્ટ - ૧ -: અથ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ - ઉપશમનાકરણમાં મોહનીયકર્મની સર્વોપશમનાનું સ્વરૂપ કહેવાના પ્રસંગે ઉપશમશ્રેણિનું સવિસ્તર સ્વરૂપ કહ્યું છે. અવશિષ્ટ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ આ. શ્રીમલયગિરિજી મહારાજ કૃત છઠ્ઠા કર્મગ્રંથની ટીકાને અનુસરીને અહીં ઉતારવામાં આવ્યું છે. તેમાં પણ અનંતાનુબંધિની વિસંયોજના અને દર્શનત્રિકની ક્ષપણાનું સ્વરૂપ ઉપશમના કરણમાં વિસ્તાર પૂર્વક કહેવામાં આવ્યું છે, એટલે તે અહીં નહીં ઉતારતાં માત્ર ચારિત્રમોહનીયની ક્ષપણાનું સ્વરૂપ જ ઉતારવામાં આવ્યું છે. ચારિત્રમોહનીયનો ક્ષય કરવા માટે પ્રયત્ન કરતો આત્મા યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણ કરે છે. એ ત્રણે કરણનું સ્વરૂપ ઉપશમનાકરણમાં કહેલા ત્રણ કરણના સ્વરૂપને અનુસરી અહીં પણ કહેવાનું છે. માત્ર અહીં યથાપ્રવૃત્તકરણ અપ્રમત્ત ગુણસ્થાનકે, અપૂર્વકરણ અપૂર્વકરણ ગુણસ્થાનકે, અને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે સમજવું. એટલે કે અહીં એ ત્રણે ગુણસ્થાનકો જ ત્રણ કરણરૂપે જાણવાં. અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ વડે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયને તેવી રીતે ક્ષય કરે છે કે જેની સ્થિતિ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહે છે. અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય ત્યારે ત્યાનદ્વિત્રિક નરકઢિક, તિર્યશ્વિક, એકેન્દ્રિય-બેઇન્દ્રિયન્તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ અને સાધારણ. ઉદ્ધવનાસંક્રમવડે ઉવેલાતી આ સોલ પ્રકૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ થાય. અને તેનો બધ્યમાન પ્રવૃતિઓમાં પ્રતિસમય ગુણસંક્રમવડે સંક્રમાવતાં સંપૂર્ણપણે ક્ષય થાય. જો કે અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકનો ક્ષય કરવાનો આરંભ પહેલાં જ કર્યો હતો, પરંતુ હજી સુધી તેનો ક્ષય કર્યો નથી વચમાં જ પૂર્વોક્ત સોળ પ્રકૃતિઓનો ક્ષય કર્યો. ત્યારબાદ અંતર્મુહૂર્વકાળે કષાયાદનો પણ ક્ષય કરે છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે પહેલાં સોળ ક્મપ્રકૃતિઓનો ક્ષય કરવાનો પ્રારંભ કરે છે, માત્ર વચમાં આઠ કષાયનો ક્ષય કરે છે, ત્યારબાદ સોળ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. તેઓ એમ કહેતા જણાય છે-અપૂર્વકરણે સ્થિતિઘાતાદિ વડે સોળ પ્રકૃતિઓનો તેવી રીતે ક્ષય કરે કે તેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રહે. અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ કષાયને પણ ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે ક્ષય કરતો જતો હતો પરંતુ ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આઠ કષાય, થીણદ્વિત્રિકાદિ સોળ હાસ્યષક ત્રણ વેદ અને સંજ્વલનત્રિક એ છત્રીસ પ્રકૃતિઓનો સર્વથા નાશ કરે છે, યથાયોગ્ય રીતે અબધ્યમાન પ્રવૃતિઓમાં અપૂર્વકરણના પ્રથમ સમયથી જ ઉદ્ધલનાનુવિદ્ધ ગુણસંક્રમ પ્રવર્તે છે. ગુણસંક્રમવડે પરમાં અસંખ્ય અસંખ્યગુણકારે સંક્રમાવે છે, અને ઉદ્ધવનાસંક્રમ વડે સ્વમાં નીચે ઉતારે છે ઉદ્ધવનાસંક્રમ જે પ્રકૃતિને સર્વથા નાશ કરવો હોય ત્યાં પ્રવર્તે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે જે જે પ્રકૃતિનો પહેલાં ક્ષય થાય તેમાં ક્ષય કરવાની મુખ્ય ક્રિયા પ્રવર્તે છે, અન્ય ઉપર ગણ પ્રવર્તે છે. અહીં અપૂર્વકરણે પ્રથમ આઠ કષાયોનો ક્ષય કરવા માટે મુખ્યપણે ક્રિયા શરૂ કરી અને તેની સ્થિતિ નવમાના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રાખી. આઠમાથી સોળ પ્રકૃતિનો પણ નાશ કરતો જ હતો પરંતુ નવમાના પ્રથમ સમયે તેની વધારે સ્થિતિ હતી. કારણ કે તેમાં ગણ ક્રિયા પ્રવર્તતી હતી. નવમાના પ્રથમ સમયથી પહેલાં સોળ પ્રકૃતિનો ક્ષય થાય છે. માટે આઠ કષાયના લયની ક્રિયા ગૌણ કરી સોળ પ્રકૃતિઓનો ક્ષય કરવાની ક્રિયા મુખ્યપણે કરી. અને તેનો નાશ કર્યો ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે આઠ કષાયની સ્થિતિ રહી હતી, તેનો નાશ કર્યો. આ પ્રમાણે અહીં ક્ષય કરવા યોગ્ય અન્ય પ્રકૃતિઓ માટે પણ સમજવું સર્વથા નાશ પામતી જે પ્રકૃતિઓમાં એકલો ગુણસંક્રમ જ્યારે પ્રવર્તે ત્યારે તે તે પ્રકૃતિનો માત્ર છેલ્લો એક ખંડ રહ્યો છે તેમ સમજવું. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364