Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 356
________________ ઉપશમનાકરણ પરિશિષ્ટ-૧ ૩૨૯ ત્યાં પ્રથમ અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગથી બાદર મનોયોગ રોકી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્વભાવસ્થ રહી પુનઃ તે જ બાદર કાયયોગના બલથી અંતર્મુહુર્તમાં બાદર વચનયોગને રોકી વળી અંતર્મુહુર્ત સ્વભાવસ્થ રહી અંતર્મુહૂર્તમાં ઉચ્છવાસનિઃશ્વાસને રોકે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત તદવસ્થ રહી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગના બલથી અને કેટલાક આચાર્યોના મતે બાદર કાયયોગના બળથી બાહર કાયયોગને રોકે છે. તે બાદર કાયયોગને રોકતાં પૂર્વ સ્પર્ધકોની નીચે અંતર્મુહુર્ત કાળ સુધી દરેક સમયે અનાદિ સંસારમાં પ્રથમ કોઇવાર ન કર્યા હોય તેવી રીતે અત્યંત અલ્પ યોગ કરવા રૂપ અપૂર્વ સ્પર્ધકો કરે છે. તે અપૂર્વ પદ્ધકો પૂર્વ અદ્ધકોના અસંખ્યાતમા ભાગ જેટલાં જ કરે છે. ત્યારબાદ પૂર્વ અને અપૂર્વ સ્પર્ધકોમાંથી વીર્ય વ્યાપારની પ્રથમાદિ વર્ગણાઓ ગ્રહણ કરી એકોત્તર વૃદ્ધિનો ત્યાગ કરવા પૂર્વક પુનઃ અત્યંત અલ્પ યોગ કરવા રૂપ કિઠ્ઠિઓ અંતર્મુહુર્ત કાળમાં સમયે સમયે અને કુલ પણ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે. યોગકિઠ્ઠિઓ કર્યા બાદ પૂર્વ-અપૂર્વ રૂદ્ધકોનો નાશ કરે છે, ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળ સુધી સૂક્ષ્મ કિઢિગત યોગવાળો થાય છે. અંતર્મહત્ત કાળ બાદ સમ કાયયોગના બળથી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ મનોયોગને રોકી અંતર્મુહૂર્ત સ્વભાવસ્થ રહી પુનઃ અંતર્મુહૂર્તમાં તે જ સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોકી ફરીથી અંતર્મુહૂર્ત પર્યન્ત તદવસ્થ રહે છે. સૂક્ષ્મ કાયયોગથી જ અંતર્મુહુર્ત કાળમાં સૂક્ષ્મ કાયયોગને રોકતાં સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામે શુક્લધ્યાનમાં આરૂઢ થઇ સમયે સમયે કિટિઓનો નાશ કરે છે. આ ધ્યાનના સામર્થ્યથી આત્મા આત્મપ્રદેશોથી વદન-ઉદરાદિ શરીરના પોલાણભાગોને પૂરી પોતાના એક તૃતીયાંશ ભાગ પ્રમાણ આત્મપ્રદેશોનો સંકોચ કરી સ્વશરીરના બેતૃતીયાંશ ભાગ પ્રમાણ અવગાહના રાખે છે. આ અંતર્મહના અંતે એટલે આ ગુણસ્થાનકના અન્ય સમયે (૧) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન (૨) સઘળી કિઠ્ઠિઓ (૩) સાતાનો બંધ (૪) નામ ગોત્રની ઉદીરણા (૫) યોગ (૬) શુક્લલેશ્યા (૭) સ્થિતિઘાત તથા રસઘાત આ સાત ભાવો એકી સાથે વિચ્છેદ પામે છે. અને તે સમયે સત્તાગત સર્વ કર્મો અયોગી ગુણસ્થાનકના કાળ સમાન સ્થિતિવાળા રહે છે. વળી સત્તા હોવા છતાં અયોગી ગુણસ્થાનકે જેઓનો ઉદય નથી તે પ્રકૃતિઓ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ અયોગી ગુણસ્થાનકના કાળથી એક સમય ન્યૂન સ્થિતિવાળા રહે છે, ત્યારબાદ આત્મા અયોગી કેવલી થાય છે. (૧૪) અયોગી કેવલી ગુણસ્થાનક- પૂર્વે કહેલ યોગો ન હોય એવા કેવલજ્ઞાનિઓનું જે ગુણસ્થાનક તે અયોગી કેવલી ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે વર્તમાન આત્મા કર્મોનો ક્ષય કરવા “સુપરતક્રિયા અનિવૃત્તિ નામે શુક્લધ્યાનના ચોથા પાયા પર આરૂઢ થાય છે અને સ્થિતિઘાત, રસઘાત આદિ કોઇપણ વિશિષ્ટ પ્રકારના પ્રયત્ન વિના ભગવંત અહીં જે પ્રકૃતિઓનો ઉદય છે તેને અનુભવવા દ્વારા ક્ષય કરે છે અને જે પ્રકૃતિઓનો ઉદય નથી તેઓને વેદ્યમાન પ્રવૃતિઓમાં તિબુકસંક્રમદ્વારા સંક્રમાવે એમ અયોગી અવસ્થાના દ્વિચરમ સમય સુધી જાય. ત્યાં દ્વિચરમ સમયે જેનો ઉદય નથી એવી (૭૨) બોતેર પ્રકૃતિઓનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ વિચ્છેદ થાય છે અને મનુષ્યગતિ વિગેરે ઉદયવાળી (૧૩) તેર પ્રકતિઓનો સત્તામાંથી ચરમ સમયે નાશ થાય છે. અન્ય આચાર્યોના મતે મનુષ્યાનુપૂર્વીનો ઉદય ન હોવાથી દ્વિચરમ સમયે તેના સહિત (૭૩) તોત્તર પ્રવૃતિઓ અને ચરમ સમયે બાકીની બાર પ્રકૃતિઓ સત્તામાંથી નષ્ટ થાય છે. સ્તિબુકસંક્રમ પોતાની મૂળકર્મની ઉદયવાળી ઉત્તર પ્રવૃતિઓમાં જ થાય છે, એને પ્રદેશોદય પણ કહેવામાં આવે છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ કરી પછીના સમયે કર્મસંબંધથી મુક્ત થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી શિંગના બંધમાંથી છૂટા થયેલ એરંડાની જેમ અહીં જેટલાં પ્રદેશને અવગાહી રહેલ છે ઉપર પણ તેટલાં જ પ્રદેશોને અવગાહન કરતાં કેવલી ભગવંત ઋજુશ્રેણિએ તે જ સમયે લોકના અંતે જઇ શાશ્વત કાળ પર્યન્ત રહે છે, પરંતુ સંસારના બીજભૂત રાગ-દ્વેષનો સર્વથા અભાવ હોવાથી પુનઃ કર્મબંધના અભાવે ફરી સંસારમાં આવતા નથી. ઇતિ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ સમાપ્ત ઇતિ પરિશિષ્ટ-૧ સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364