Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 350
________________ ઉપશમનાકરણ પરિશિષ્ટ-૧ ૩૨૩ તેના પર ગૌણ ક્રિયા પ્રવર્તતી હોવાને લીધે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે તેની સ્થિતિસત્તા વધારે હતી. હવે તેના પર મુખ્ય ક્રિયા શરૂ થાય , એટલે અનિવૃત્તિકરણના સંખ્યાતાભાગ' જાય ત્યારે તેની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ થાય. તેને બધ્યમાન પરપ્રકૃતિમાં ગુણસંક્રમવડે સંક્રમાવી અંતર્મુહુર્ત કાળે ખલાસ કરે, ત્યારબાદ જેની સ્થિતિ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ રહી હતી તે થીણદ્વિત્રિકાદિ સોળ કર્મપ્રકૃતિઓનો સત્તામાંથી નાશ કરે. આ રીતે પહેલા કે પછી થીણદ્વિત્રિકાદિ સોળ પ્રકૃતિઓનો અને આઠ કષાયનો ક્ષય કરી પછી અંતર્મુહૂર્ત કાળે નવ નોકષાય અને સંજ્વલન ચતુષ્ક એ તેર પ્રકૃતિઓની અંતરકરણક્રિયા આંતરૂ પાડવાની ક્રિયા શરૂ કરે છે. જેનો ઉદય હોય છે તેની પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ રાખે છે, અને શેષ પ્રકૃતિની પ્રથમ સ્થિતિ એક આવલિકા પ્રમાણ રાખે છે. અંતરકરણ ક્રિયા શરૂ કર્યા બાદ પહેલાં બીજી સ્થિતિમાં રહેલ નપુંસકવેદના દલિકને ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે ક્ષય કરવા માટે છે.(જો કે આ ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો નાશ કરવાનો હોય છે. તેને ઉદ્વલનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે નાશ કરવાની ક્રિયા અપૂર્વકરણના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. પરંતુ જેનો પહેલાં નાશ કરવાનો હોય તેમાં મુખ્યપણે ક્રિયા પ્રવર્તે છે, અને અન્યમાં ગૌણપણે ક્રિયા પ્રવર્તે છે. નવમા ગુણસ્થાનકે પહેલાં નપુંસકવેદ સત્તામાંથી જાય છે, માટે લખ્યું છે કે નપુંસકવેદના દલિકને ઉઠ્ઠલનાનુવિદ્ધ ગુણસંક્રમવડે ક્ષય કરવા માંડે છે.) નપુંસકવેદનો ક્ષય કરતાં કરતાં અંતર્મુહુર્ત માત્ર કાળે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છેલ્લો ખંડ સત્તામાં રહે છે. તે છેલ્લા ખંડને ગુણસંક્રમવડે બધ્યમાન પ્રકૃતિમાં સંક્રમાવી અંતર્મુહૂર્ત કાળે દૂર કરે છે. પ્રથમસ્થિતિને કઈ રીતે દૂર કરે છે? તે કહે છે નપુંસકવેદના ઉદયે જો ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયો હોય તો અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમસ્થિતિને ભોગવીને દૂર કરે છે. જો નપુંસકવેદના ઉદયે શ્રેણિ ન પ્રારંભી હોય તો આવલિકા માત્ર તેની પ્રથમસ્થિતિ તેટલાં જ કાળે ઉદયવતી પ્રકૃતિમાં તિબકસંક્રમવડે સંક્રમી દૂર થાય છે. આ પ્રમાણે નપુંસકવેદનો ક્ષય થાય છે. ( જે વેદ કે જે કષાયના ઉદયે શ્રેણિ પ્રારંભી હોય તેની પ્રથમસ્થિતિ અંતર્મુહુર્ત પ્રમાણ થાય છે. અને અન્યની આવલિકામાત્ર થાય છે. અંતરકરણમાંના દલિકોને દૂર કરવાની ક્રિયા, પ્રથમસ્થિતિને ભોગવી અગર સિબુકસંક્રમવડે સંક્રમાવી દૂર કરવાની ક્રિયા, અને બીજી સ્થિતિનો નાશ કરવાની ક્રિયા આ ત્રણે ક્રિયા સાથે જ પ્રવર્તે છે, તેમાં અંતરકરણના દલિક પ્રથમ ખલાસ થાય છે. ત્યારબાદ પ્રથમસ્થિતિ ખલાસ થાય છે. ત્યારબાદ મોટી સ્થિતિ ખલાસ થાય છે.) નપુંસકવેદનો સત્તામાંથી નાશ થયા બાદ નપુંસકવેદનો જે રીતે ક્ષય કર્યો તે જ રીતે સ્ત્રીવેદનો પણ અંતર્મુહૂર્ત કાળે ક્ષય કરે છે. સ્ત્રીવેદનો ક્ષય કર્યા પછી હાસ્યાદિ છએ પ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. જે સમયે મુખ્યતયા તેના ક્ષયની શરૂઆત કરી તે સમયથી આરંભી તે હાસ્યાદિ ષકનું બીજી સ્થિતિનું દલ પુરુષવેદમાં સંક્રમાવતો અંતરકરણના દલિકને પરપ્રકૃતિમાં સંક્રમાવી એક સ્થિતિઘાત જેટલાં કાળ દૂર કરે છે. અંતરકરણના દલિકને દૂર કરવાનો નિયમ આ છે. જે પ્રકૃતિનો બંધ અને ઉદય બંને હોય તેના અંતરકરણના દલિકને નાની અને મોટી એમ બંને સ્થિતિમાં નાંખે છે. જેનો માત્ર બંધ હોય ઉદય ન હોય તેના અંતરકરણના દલિકને મોટી સ્થિતિમાં નાંખે છે. જેનો ઉદય હોય પરંતુ બંધ ન હોય તેના અંતરકરણના દલિકને પ્રથમ નાની = સ્થિતિમાં નાંખે છે. જેનો બંધ કે ઉદય બંને ન હોય તેના અંતરકરણના દલિકને માત્ર પરમાંજ નાંખે છે. અહીં નપુંસકવેદનો બંધ તો નથી. હવે જો તે વેદના ઉદયે શ્રેણિ માંડી હોય તો તેના અંતરકરણનું દલિક નાની સ્થિતિમાં જાય, અને તેના ઉદયે શ્રેણિ ન માંડી હોય તો પ૨માં જાય છે. અંતરકરણના દલિક દૂર થયા પછી નાની સ્થિતિ રહે છે. હવે જો તેનો રસોદય હોય તો ઉદયથી નહીં તો તિબુકસંક્રમ વડે ભોગવી દૂર કરે છે. સાથે સાથે જ બીજી સ્થિતિમાંથી ઉપર કહી તે રીતે સ્થિતિને એકદમ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, અંતર્મુહૂર્તમાં ખલાસ કરી સત્તાહીન થાય છે. અંતરકરણ ક્રિયા કરવાની શરૂઆત દરેક પ્રવૃતિઓમાં સાથે જ થાય છે. પરંતુ પૂર્ણ ક્રમશઃ થાય છે એમ સમજાય છે. આ પ્રમાણે અન્ય પ્રકૃતિઓ માટે પણ સમજવું. પુરુષવેદમાં નહિં સંક્રમાવવાનું કારણ તેની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા રહે છે. સંક્રમણકરણમાં કહ્યું છે કે જ્યારે પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા રહે છે ત્યારે તેની પતગ્રહ તરીકેની યોગ્યતા નષ્ટ થાય છે પતગ્રહ તરીકેની યોગ્યતા નષ્ટ થયા પછી તેમાં કોઇ દલિક સંક્રમી શકે નહીં અહીં એક વિચાર થાય છે કે સમયનૂન બે આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ બાકી રહે ત્યારે પતદગ્રહ તરીકેની યોગ્યતા કેમ નષ્ટ થાય છે વિચાર કરતાં આ પ્રમાણે સમજાય છે-એમ કહેવામાં આવ્યુ છે કે જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે તે સમયે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલું માત્ર બાકી રહે છે. ત્યાં અન્યનું સંક્રમેલું પણ બાકી રહે છે તેમ કહેતા નથી. વળી બંધવિચ્છેદ થયા પછી જે છેલ્લા સમયે સર્વ સંક્રમ વડે પરમાં સંક્રમાવે છે તે સમયે જે સમયે છેલ્લો બંધ થયો તે સમયનું બંધાયેલું જે દલિક છે, તેને જ સંક્રમાવે છે. હવે જો જ્યાં સુધી તેનો બંધ થતો હોય ત્યાં સુધી પતગ્રહ તરીકેની તેની યોગ્યતા કાયમ રહેતી હોય તો એમ કહેવું જોઇએ કે-બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેમજ તેટલાં કાળમાં અન્ય પ્રકૃતિઓના સંક્રમથી પ્રાપ્ત થયેલું દળ બાકી રહે છે. તેમજ જે સમયે સર્વસંક્રમ થાય છે તે સમયે છેલ્લા સમયના બંધાયેલા તેમજ તેમાં અન્ય પ્રકૃતિના સંક્રમથી પ્રાપ્ત થયેલા દલિકોનો પણ સર્વસંક્રમ થાય છે. અને જો એ પ્રમાણે હોય તો જઘન્ય સંક્રમાદિ ઘટી શકે નહીં. એટલે જે સમયે સર્વસંક્રમ થાય છે. તે સમયે શુદ્ધ છેલ્લા એક સમયના બંધાયેલા દલનો જ સર્વ સંક્રમ થાય છે. આ ઉપરથી એમ સમજાય છે કે જીવ સ્વભાવે સમયપૂન બે આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ બાકી રહે ત્યારે પુરુષવેદ પદગ્રહ તરીકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364