Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 273
________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ અહીં સંજ્વલન માયાના ઉદયના પ્રથમ સમયે સંજ્વલન માયા - લોભનો ૨ માસનો સ્થિતિબંધ કરે છે. બાકીના કર્મોનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ કરે છે. તથા તે જ સમયથી શરૂ કરીને ત્રણે પણ માયા એકી સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. પછી સંજ્વલન માયાની પ્રથમસ્થિતિમાં સમય ન્યૂન ૩ આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માયાના દલિક સંજ્વલન માયામાં ન નાંખે, પરંતુ સંજ્વલન લોભમાં નાંખે છે. બે આવલિકા બાકી રહેતાં આગાલ પણ વિચ્છેદ થાય છે. પછી ફક્ત ઉદીરણા જ પ્રવર્તે છે, તે પણ સ્વ આવલિકાના અન્ય સમય સુધી પ્રવર્તે છે, તે સમયે સંજ્વલન માયા - લોભનો સ્થિતિબંધ ૧ માસનો થાય છે, અને બાકીના કર્મોનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ થાય છે. અને ત્યારે જ સંજ્વલન માયાનો બંધ - ઉદય - ઉદીરણા વિચ્છેદ થાય છે. અને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણની માયા ઉપશાન્ત પામે છે. અને સંજ્વલન માયાની પ્રથમસ્થિતિ સંબંધી એક આલિકા અને સમય ન્યૂન બે આવલિકા બાંધેલ સ્થિતિ વિના બીજી સર્વ ઉપશાન્ત થાય છે. અને ત્યારે સંજ્વલન લોભના બીજી સ્થિતિ સંબંધી દલિક ખેંચીને પ્રથમસ્થિતિરૂપ કરે છે અને વેદે છે. અને પૂર્વ કહેલ માયાની પ્રથમસ્થિતિ સંબંધી એક આવલિકાને સ્તિબુકસંક્રમથી સંજ્વલન લોભમાં સંક્રમાવે છે. સમય ન્યૂન બે આવલિકા બાંધેલ સ્થિતિલતાને પૂર્વ કહેલ પુરુષવેદના ક્રમથી ઉપશમાવે છે અને સંજ્વલન લોભમાં સંક્રમાવે છે. ૨૪૬ ગાથાર્થ :- સંજ્વલન લોભના બે ત્રિભાગ સ્થિતિમાં પ્રથમ ત્રિભાગ અશ્વકર્ણકરણાદ્ધા અને બીજો ત્રિભાગ કિટ્ટિકરણાદ્ધા નામે છે. ત્યાં તે કિટ્ટિ એક સ્પર્ધકગત વર્ગણાઓના અનંતમા ભાગે અને સર્વ જઘન્ય અનુ૦ સ્પર્ધકથી પણ હીન રસવાળી છે. लोभस्य बेतिभागा, विइयत्भागोत्थ किट्टिकरणद्धा । Vાડુનાવાળ - અનંતમાનો ૪ તા ફેટા || ૪૨ || ટીકાર્ય :- સંજ્વલન લોભની પ્રથમસ્થિતિના પ્રમાણનું નિરુપણ કરતાં કહે છે - સંજ્વલન લોભની પ્રથમસ્થિતિના ત્રણ ભાગ કરે છે. દ્વિતીયસ્થિતિના દલિકને ખેંચીને પ્રથમસ્થિતિ ત્રણ વિભાગ યુક્ત કરે છે, એ પ્રમાણે અર્થ છે. ત્યાં પ્રથમથી બે ત્રિભાગવાળો પ્રથમસ્થિતિને કરે છે, બે ત્રિભાગમાં દ્વિતીયસ્થિતિના દલિકને ખેંચીને નાંખે છે, એ પ્રમાણે અર્થ છે. ત્યાં પ્રથમ ત્રિભાગ અશ્વકર્ણક૨ણાદ્ધા સંજ્ઞાવાળો છે, બીજો કિટ્ટિકણાદ્વા સંજ્ઞાવાળો છે. ૪૯ लोभस्य द्वौत्रिभागौ, द्वितीयत्रिभागोऽत्र किट्टिकरणाद्धा । સ્પર્ધવર્તળા - અંતમાનતુ તોઽધસ્તાર્ ॥ ૪૬ ॥ અને ત્રિવિભાગ યુક્ત લોભ વેદના અહ્વાના પ્રથમ સમયે જ અપ્રત્યાખ્યાનાદિ ત્રણે લોભ એકી સાથે ઉપશમાવવાનું શરૂ કરે છે. ઉપશમના વિધિ પૂર્વની જેમ છે. ત્યાં અશ્વકર્ણકરણાદ્ધા સંશક પ્રથમ ત્રિભાગમાં વર્તતો જીવ પૂર્વના સ્પર્ધકમાંથી દરેક સમયે દલિકને ગ્રહણ કરીને તેને અત્યન્ત હીન રસવાળા અપૂર્વ સ્પર્ધકોને કરે છે, એ પ્રમાણે અર્થ છે. સંક્રમ થયેલ માયાના દલિક સંબંધી અથવા પૂર્વ બાંધેલ સંજ્વલન લોભ સંબંધી પૂર્વ સ્પર્ધકોમાંથી દરેક સમયે દલિક ગ્રહણ કરીને તે દલિકોને તે કાલે બંધાતાં સંજ્વલન લોભ સ્પર્ધક જેવા અત્યન્ત નીરસ હીન રસવાળા કરતાં અને દરેક સમયે અપૂર્વ દલિકને ગ્રહણ કરતાં અપૂર્વ સ્પર્ધકોને કરે છે, એ પ્રમાણે અર્થ છે. અહીં તો અનંતાનંત પરમાણુએ બનેલ સ્કન્ધોને જીવ કર્મપણે ગ્રહણ કરે છે. અને ત્યાં એક એક સ્કન્ધને વિષે જે સર્વ જઘન્ય ૨સ તે પણ સર્વ જીવથી અનંતગુણ રસાવિભાગોને કરે છે. તેનાથી યુક્ત ૫૨માણુઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા. પછી ક્રમથી એક ઉત્તર રસાવિભાગ વૃદ્ધિથી વધતાં રસાવિભાગવાળી સિદ્ધને અનંતમે ભાગે અને અભવ્યથી અનંતગુણ જેટલી વર્ગણા કહેવી, તેટલી વર્ગણાનો સમુદાય તે સ્પર્ધક કહેવાય છે. આનાથી આગળ એકોત્તર વૃદ્ધિથી વધતો રસ મલતો નથી. પરંતુ સર્વ જીવોથી અનંતગુણ રસાવિભાગો વડે જ વધતો રસ મળે છે. ૪૯ પછી પૂર્વના ક્રમથી બીજા સ્પર્ધક શરૂ કરે છે. એ પ્રમાણે ત્રીજુ આદિ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અનંત સ્પર્ધકો થાય છે. અને આવા સ્પર્ધકોમાંથી પ્રથમ આદિ વર્ગણા ગ્રહણ કરીને અત્યંત વિશુદ્ધિના વશથી અનંતગુણહીન ૨સ કરીને પૂર્વની જેમ સ્પર્ધકોને કરે છે. અને આવા પ્રકારના સ્પર્ધકો ક્યારે પણ પૂર્વમાં કર્યા નથી તેથી અપૂર્વ એ પ્રમાણે કહ્યાં છે તે પ્રગટ અર્થ છે. ૫૦ ભાવાર્થ એ છે કે - લોભની દ્વિતીયસ્થિતિમાંથી દલિકને આકર્ષીને ત્રણ વિભાગાત્મક પ્રથમસ્થિતિ કરે છે, તેમાં પ્રથમ અશ્વકર્ણકરણાદ્ધા - બીજો કિક્રિકરણાદ્ધા અને ત્રીજો કિગ્નિવેદનાદ્ધા વિભાગ છે. એમાં લિક પરિણમન તો પ્રથમના બે ભાગ રૂપે થાય છે અને ત્રીજો વિભાગ તો અનુભવકાળનો છે. અર્થાત્ દ્વિતીયસ્થિતિમાંથી ગ્રહણ કરેલા દલિકને પ્રથમના બે વિભાગમાં પ્રક્ષેપીને ત્રીજે વિભાગે અનુભવે છે. Jain Education International હજી સુધી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવે બંધની અપેક્ષાએ આવા હીન રસવાળા સ્પર્ધકો કદી પણ કર્યાં નથી, પરંતુ આ વખતે જ અત્યન્ત વિશુદ્ધિના વશથી આવા સ્પર્ધકો કરે છે. માટે અપૂર્વ સ્પર્ધકો કહેવાય છે. For Personal & Private Use Only www.airtely early.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364