Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 337
________________ ૩૧૦ છે. કર્મપ્રકૃતિ ભાગ - ૨ સાધાદિ :- મૂળ અને ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાઘાદિભંગ બે પ્રકારે છે. તેમાં પ્રથમ મૂળ પ્રકૃતિઓ આશ્રયી બતાવે મૂળપ્રકૃતિ આશ્રયી-:- આઠે મૂળકર્મોની અનાદિ કાળથી સત્તા હોય છે. અને એકેન્દ્રિયાદિ સઘળા જીવો અનાદિ કાળથી તેની દેશોપશમના કરે છે. અને તે દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય સુધી જ થાય છે. પરંતુ અનિવૃત્તિકરણ વિગેરે ગુણસ્થાનકોમાં થતી નથી. એથી ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થઈ નવમાથી અગિયારમા ગુણસ્થાનક સુધીના ત્રણમાંથી કોઈપણ ગુણસ્થાનકેથી પડી આઠમા વગેરે ગુણસ્થાનકે આવે ત્યારે પુનઃ દેશોપશમના શરૂ થાય છે. માટે સાદિ, નવમા ગુણસ્થાનકને ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને કોઇ કાલે દેશોપશમનાનો વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને ભવિષ્યમાં વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ-એમ ચાર પ્રકારે છે. ઉત્તરપ્રકૃતિ આશ્રયી :- ધ્રુવસત્તાવાળી ૧૩૦ પ્રકૃતિઓમાંથી ચાર અનંતાનુબંધિ અને મિથ્યાત્વ વિના શેષ ૧૨૫ પ્રકૃતિઓની એકેન્દ્રિયાદિ સઘળા જીવોને યથાસંભવ આઠમા ગુણસ્થાનકના ચરમ સમય સુધી દેશોપશમના થાય છે. પણ નવમા ગુણસ્થાનકાદિમાં થતી નથી. માટે ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવો આઠમા ગુણસ્થાનકના ચરમ સમયે આ સઘળી પ્રકૃતિઓની દેશોપશમનાનો વિચ્છેદ કરી ઉપરના ગુણસ્થાનકોમાં જઇ ત્યાંથી અદ્ધાક્ષયે પડે તો આઠમા અને ભવક્ષયે પડે તો ચોથા ગુણસ્થાનકના પ્રથમ સમયથી પુનઃ શરૂ કરે છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને ન પામેલા જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને કોઇ કાળે વિચ્છેદ થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર-ચાર પ્રકારે હોય છે. ચાર અનંતાનુબંધિની ક્ષપણા અથવા ઉપશમના કરનાર સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાત્વની સર્વોપશમના કરનાર મિથ્યાદષ્ટિ જીવોને પોતપોતાના અપૂર્વકરણના ચરમ સમય સુધી જ દેશોપશમના થાય છે, પછી થતી નથી. તેથી પોતપોતાની દેશોપશમના વિચ્છેદ થયા પછી પુનઃ પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ અને પોતપોતાના અપૂર્વક૨ણના ચરમ સમયથી આગળ ન ગયેલ જીવોને અનાદિ અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે તેથી ચાર ચાર ભાંગા થાય છે. સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, ચાર આયુષ્ય, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, દેવદ્વિક,નરકદ્ધિક, મનુષ્યદ્ઘિક, જિનનામ અને ઉચ્ચગોત્ર આ અઠ્ઠાવીસ અધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી જ્યારે સત્તામાં હોય છે, ત્યારે જ દેશોપશમના થાય છે તેથી આ અઠ્ઠાવીસ પ્રકૃતિઓની દેશોપશમના સાદિ-અધ્રુવ એમ બબ્બે પ્રકારે હોય છે. ૧ પ્રકૃતિસ્થાન દેશોપશમના તથા સાદ્યાદિ :- બે અથવા તેથી વધારે પ્રકૃતિના સમુદાયને પ્રકૃતિસ્થાન કહેવામાં આવે છે. ત્યાં જ્ઞાનાવરણીય અને અંતરાય આ બે કર્મોના પાંચ-પાંચ પ્રકૃત્યાત્મક એકેક જ સત્તાસ્થાન હોય છે.માટે દેશોપશમનામાં પણ પાંચ પ્રકૃત્યાત્મક એક જ સ્થાન હોય છે. અને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે તેની દેશોપશમના થતી નથી. પરંતુ ત્યાંથી પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ જ્ઞાનાવરણ અને અંતરાયકર્મના પાંચ પાંચ પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર-ચાર પ્રકારે હોય છે. દર્શનાવરણીયના છ અને ચાર પ્રકૃતિના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકથી હોય છે માટે તેઓની દેશોપશમના થતી નથી, પરંતુ નવ પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન ઉપશમશ્રેણિમાં ૧૧મા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો સુધી હોય છે. પરંતુ નવમા વિગેરે ગુણસ્થાનકે તેની દેશોપશમના થતી નથી. ત્યાંથી પડે ત્યારે શરૂ થાય છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ. એમ દર્શનાવરણના નવ પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર પ્રકારે હોય છે. વેદનીયકર્મના બે સત્તાસ્થાન હોવા છતાં એક પ્રકૃતિનું સત્તાસ્થાન ચૌદમાના ચરમ સમયે જ પ્રાપ્ત થાય છે. માટે તેની દેશોપશમના થતી નથી, પરંતુ બે પ્રકૃત્યાત્મક સત્તાસ્થાનની આઠમા ગુણસ્થાનક સુધી દેશોપશમના થાય છે અને નવમા વિગેરે ગુણસ્થાનકોમાં થતી નથી. માટે ત્યાંથી પડી આઠમે ગુણસ્થાનકે આવે ત્યારે પુનઃ શરૂ થાય છે માટે સાદિ, નવમા ગુણસ્થાનકને ન પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ. એમ બે પ્રકૃત્યાત્મક સ્થાનની દેશોપશમના ચાર પ્રકારે થાય છે. આયુષ્યકર્મમાં પોતપોતાના ભવના પ્રથમ સમયથી જ્યાં સુધી પરભવનું આયુષ્ય બાંધવાની શરૂઆત ન કરે ત્યાં સુધી એકની અને પરભવાયુષ્ય બાંધવાની શરૂઆત કરે ત્યારથી કાળ ન કરે ત્યાં સુધી ૨ પ્રકૃતિની સત્તા હોય છે. અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364