Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 308
________________ ઉપશમનાકરણ ૨૮૧ આગળ નહીં. પુનઃ ચારિત્રમોહનીયકર્મની પ્રકૃતિઓની દેશોપશમના તે ઉપશમના વા ક્ષપણા થતાં અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમય સુધી હોય છે. અને બાકીના કર્મોની સર્વોપશમના થતી નથી પરંતુ દેશોપશમના જ થાય છે, અને તે પણ અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી જાણવી, આગળ નહીં. સાદ્યાદિ પ્રરૂપણા - કરે છે “ ગારિ જે મૂલપ્રકૃતિઓ અથવા ઉત્તરપ્રકૃતિઓ અનાદિ સત્તાવાળી છે તે પ્રકૃતિઓ તે ઉપશમમાં એટલે દેશોપશમનાના અધિકારી જીવને સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવ એ ૪ પ્રકારના ભેદથી છે. ત્યાં આઠે પણ મૂલપ્રકૃતિઓની દેશોપશમના અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ જઇને પડતા જીવને પ્રવર્તે છે તે સાદિ, તે સ્થાન નહિ પામેલા જીવને અનાદિ, ધ્રુવ અભવ્ય જીવને, ભવ્ય જીવને અધ્રુવ હોય છે. મૂલપ્રકૃતિઓની સાદિ-આદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિઓની સાદ્યાદિ પ્રરૂપણા - કરે છે ત્યાં વૈક્રિયસપ્તક આહારકસપ્તક, મનુષ્યદ્વિક, દેવદ્વિક, નરકટ્રિક, સમ્યકત્વ, મિશ્ર, ઉચ્ચગોત્ર એ ઉદ્વલના યોગ્ય ૨૩ પ્રકૃતિઓ તથા જિનના આયુષ્ય-૪ એ ૨૮ પ્રકૃતિઓ સિવાયની ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાકર્મ છે, તેની દેશોપશમના સાદિ-અનાદિ–ધ્રુવ–અધ્રુવ ભેદથી એ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. મિથ્યાત્વ અનંતાનુબંધિની પોત પોતના અપૂર્વકરણની આગળ દેશોપશમના ન થાય. વળી બાકીના કર્મોની અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ દેશોપશમના ન થાય. તે વિચ્છેદ સ્થાનથી પડતા જીવને દેશોપશમના પ્રવર્તે તે સાદિ, તે(વિચ્છેદ) સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ બાકીની ઉદૂર્વલન યોગ્ય ૨૮ પ્રકૃતિઓ અધ્રુવસત્તાકર્મપણું હોવાથી જ દેશોપશમના સાદિ-અધ્રુવ બે પ્રકારે જાણવી. (- અથ પ્રકૃતિ દેશોપશમના 7) चउराइजुआ वीसा, एक्कवीसा य मोहठाणाणि । સંમટ્ટિપાવભાડું સનસારૂં નામસ | દઉં || चतुरादियुता विंशति, रेकविंशतिश्च मोहस्थानानि । સંનિવૃત્તિપ્રાયોનિ સયશસિ નાનઃ || ૬૧ | ગાથાર્થ :- ચાવિ વગેરેથી યુક્ત ૨૦ અને ૨૧ મોહનીયની દેશોપશમનાના સ્થાન છે. તથા પ્રકૃતિસ્થાન સંક્રમમાં જે યશસહિત નામકર્મના સંક્રમસ્થાનો કહ્યા છે તે સ્થાનો અપૂર્વકરણમાં દેશોપશમના સંબંધી નામના પ્રકૃતિસ્થાનો છે. ટીકાર્થ :- હવે દેશોપશમનાને આશ્રયીને પ્રકૃતિસ્થાન પ્રરૂપણા કહે છે. મોહનીયના દેશોપશમનામાં ૬ પ્રકૃતિસ્થાનો છે. તે આ પ્રમાણે ૨૧, તથા ૪ આદિ યુક્ત ૨૦ એટલે ૨૪-૨૫-૨૬-૨૭ અને ૨૮ છે. બાકીનાની અનિવૃત્તિબાદરે સંભવે છે તેથી અહીં ન થાય. ત્યાં ૨૮નું દેશોપશમના સ્થાનને પ્રથમ ૩ ગુણસ્થાનક અને વેદક (ક્ષાયોપથમિક) સમ્યગુદૃષ્ટિને વિષે પ્રાપ્ત થાય છે. ૨૭ નું સ્થાન જેને સમ્યકત્વની ઉદ્દલના કરી છે તેવા મિથ્યાદૃષ્ટિ અથવા મિશ્રદૃષ્ટિ જીવને હોય છે. ૨૬નું સ્થાન જે જીવે સમ્યકત્વ અને મિશ્રની ઉદ્વલના કરી છે તેવા મિથ્યાદષ્ટિ અથવા અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે. ૨૫નું સ્થાન ૨૬ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યકત્વને ઉત્પન્ન કરતાં અર્થાતુ સમ્યકત્વ પામતાં અપૂર્વકરણથી આગળ જાણવું. કારણ કે તેને ત્યારે મિથ્યાત્વ દેશોપશમનાની નિવૃત્તિ છે. તથા ૨૪નું સ્થાન અનંતાનુબંધિની ઉવલના કર્યા પછી અપૂર્વકરણથી આગળ વર્તતાં જીવને હોય છે. અથવા ૨૪ની સત્તાવાળા જીવને ૨૪નું સ્થાન હોય છે. ૨૧નું સ્થાન દર્શનસપ્તક ક્ષય કરેલ જીવને હોય છે. મોહનીયકર્મના પ્રકૃતિસ્થાનો. કહ્યાં. ' હવે નામકર્મના પ્રકૃતિસ્થાનો :- કહે છે. સંવન' ઈત્યાદિ નામકર્મના પ્રકતિસ્થાનો સંક્રમ વિષયમાં જે યશકીર્તિ સહિત સ્થાનો કહ્યાં છે તે જ નિવૃત્તિ પ્રાયોગ્ય અર્થાતુ અપૂર્વકરણ પ્રાયોગ્ય દેશપશમના યોગ્ય છે, એ પ્રમાણે અર્થ છે. અને તે આ પ્રમાણે છે. ૧૦૩-૧૦૨-૯૬-૯૫-૯૩-૮૪ અને ૮૨ છે. ત્યાં પ્રથમના ચાર સ્થાનો અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમય સુધી જાણવાં, આગળ નહીં. અને બાકીના ત્રણ ૯૩-૮૪ અને ૮૨ રૂ૫ સ્થાનો એકેન્દ્રિયાદિ જીવને હોય છે, પણ શ્રેણિને પામેલા જીવને ન હોય. અને બીજા સ્થાનો અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ પામે છે. પહેલા ન પામે તેથી દેશોપશમનાને યોગ્ય નથી. જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય–અંતરાયના એક એક પ્રકૃતિસ્થાનો દેશોપશમના યોગ્ય છે. ત્યાં જ્ઞાનાવરણ અને અંતરાયનું પાંચ પ્રકૃત્યાત્મક, દર્શનાવરણનું ૯ પ્રકૃત્યાત્મક, વેદનીયનું બે પ્રકૃત્યાત્મક, ગોત્રના દેશોપશમના યોગ્ય બે પ્રકૃતિસ્થાન છે. તે આ પ્રમાણે કહે છે- ૨ અને ૧, ત્યાં ઉચ્ચગોત્રની ઉવલના કર્યા સિવાય-૨, અને ઉચ્ચગોત્રની ઉદ્દલના થવાથી એક આયુષ્યના પણ બે પ્રકૃતિસ્થાન છે, તે આ પ્રમાણે કહે છે-૨ પ્રકૃતિસ્થાન અને ૧ પ્રકૃતિસ્થાન. ત્યાં પરભવનું આયુષ્ય ન બાંધેલ જીવને ૧ અને પરભવનું આયુષ્ય બાંધેલ જીવને ૨ પ્રકૃતિસ્થાન છે. ઇતિ પ્રકૃતિ દેશોપશમના સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364