Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 318
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૨૯૧ અનિવૃત્તિકરણની અથવા મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે મિથ્યાત્વની ગણશ્રેણિ બંધ પડે છે. અને આવલિકા બાકી રહે ત્યારે સ્થિતિઘાત અને રસઘાત પણ બંધ પડે છે, અર્થાતુ તે સમયથી મિથ્યાત્વના સ્થિતિઘાત અને રસઘાત થતા નથી. તેમજ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ બે આવલિકા પ્રમાણ રહે ત્યારે અંતરકરણની ઉપર રહેલ મિથ્યાત્વના દલિકોને ઉદીરણાના પ્રયોગથી ઉદયાવલિકામાં નાખી ઉદયાવલિકામાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરતો નથી માટે આગાલ વિચ્છેદ થાય છે. અને પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા પણ વિચ્છેદ થાય છે. જ્યારે જ્યારે જે જે પ્રકૃતિઓનું અંતરકરણ થાય છે ત્યારે ત્યારે અંતરકરણ થયા પછી ઉદીરણા પ્રયોગ દ્વારા અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી દલિકને ઉદયાવલિકામાં નાખી ઉદયપ્રાપ્ત દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરે છે...તે ઉદીરણાનું જ પૂર્વ પુરુષોએ આગાલ એવું વિશેષ નામ આપેલ છે... અનિવૃત્તિકરણની સમાપ્તિની સાથે જ અંતરકરણની નીચેની મિથ્યાત્વની નાની સ્થિતિ પણ ભોગવાઇને સત્તામાંથી સંપૂર્ણ નષ્ટ થઇ જાય છે. માટે અનિવૃતિકરણની સમાપ્તિ પછીના પહેલા જ સમયે આત્મા અંતરકરણમાં પ્રવેશ કરે છે. અને તે અંતરકરણમાં મિથ્યાત્વના દલિકો ન હોવાથી ઉખરભૂમિને પ્રાપ્ત કરી જેમ દાવાનળ ઓલવાઇ જાય છે તેમ અંતરકરણરૂપ ઉખર ભૂમિને પ્રાપ્ત કરી અનાદિ કાલીન મિથ્યાત્વરૂપ દાવાનળ પણ ઓલવાઇ જાય છે. તેથી અંતરકરણમાં પ્રથમ સમયે જ આત્મા પૂર્વે કોઇપણ વાર પ્રાપ્ત ન કરેલ મોક્ષરૂપી વૃક્ષના બીજ સમાન અપૂર્વ આત્મહિત સ્વરૂપ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. અને તે જ અંતરકરણમાં ઉપશમ સમ્યકત્વની સાથે કોઇક આત્મા દેશવિરતિ અથવા સર્વવિરતિ પણ પ્રાપ્ત કરે છે...(પેઇઝ નંબર - ૨૦૬માં ચિત્ર નંબર-૭ જુઓ ) અનિવૃત્તિકરણના ચરમ સમયવર્તી એટલે મિથ્યાત્વની પ્રથમસ્થિતિના ચરમસમયવર્તી મિશ્રાદષ્ટિ અથવા ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના પ્રથમ સમયે અંતરકરણની ઉપરની સ્થિતિમાં રહેલ સત્તાગત મિથ્યાત્વના દલિકોના રસના ભેદે ત્રણ પ્રકારે કરે છે. ત્યાં કેટલાક દલિકોને એક સ્થાનિક અને જઘન્ય દ્રિસ્થાનિક રસવાળા કરી શુદ્ધપુંજરૂ૫ બનાવે છે અને તે સમ્યકત્વમોહનીય તેમજ દેશઘાતી કહેવાય છે, કેટલાંક દલિકોને દ્વિસ્થાનિક રસવાળાં બનાવી અર્ધશુદ્ધ પૂંજ રૂ૫ કરે છે તે મિશ્રમોહનીય અને સર્વઘાતી કહેવાય છે, અને તે સિવાયના શેષ દલિકો ઉત્કૃષ્ટ દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસવાળા થાય છે તે અશુદ્ધjજરૂ૫ મિથ્યાત્વમોહનીય અને સર્વઘાતી છે. અંતરકરણના પ્રથમ સમયથી અંતરકરણના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળથી સંખ્યામાં ભાગ પ્રમાણ અંતર્મુહૂર્ત સુધી દરેક સમયે મિથ્યાત્વના દલિકોને ગુણસંક્રમ દ્વારા સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયમાં અનુક્રમે અસંખ્યાત ગુણાકારે સંક્રમાવે છે. ત્યાં પ્રથમ સમયે સમ્યકત્વમોહનીયમાં થોડાં અને મિશ્રમોહનીયમાં તેથી અસંખ્યાતગુણ સંક્રમાવે છે. પ્રથમ સમયે મિશ્રમોહનીયમાં જેટલાં સંક્રમાવે છે, તેનાથી બીજા સમયે સમ્યકત્વમોહનીયમાં અસંખ્યાતગુણ અને તેનાથી તે જ બીજા સમયે મિશ્રમોહનીયમાં અસંખ્યાતગુણ સંક્રમાવે છે. એમ પૂર્વ-પૂર્વના સમયે મિશ્રમોહનીયમાં જેટલાં સંક્રમાવે છે તેનાથી પછી-પછીના સમયે સમ્યકત્વમોહનીયમાં અને મિશ્રમોહનીયમાં અનુક્રમે એક-એકથી અસંખ્યાતગુણ સંક્રમાવે છે. મિથ્યાત્વની જેમ મિશ્રને પણ અસંખ્યાતગુણાકારે સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત સુધી ગુણસંક્રમ થાય છે, ત્યારબાદ અંતરકરણના બાકી રહેલ અંતર્મુહૂર્ત પ્રમાણ શેષકાળમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો વિધ્યાતસંક્રમ થાય છે. જ્યાં સુધી આ બે પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી સમયે સમયે અનંતગુણ વિશુદ્ધ પરિણામ હોવાથી મિથ્યાત્વ વિના શેષ સત્તામાં રહેલ કર્મપ્રકૃતિઓના સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ થાય છે અને ગુણસંક્રમની સાથે સ્થિતિઘાતાદિ પણ વિચ્છેદ પામે છે. આ અંતરકરણનો કંઈક અધિક આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી ત્રણેય દર્શનમોહનીયના દલિકો ઉતારી અંતરકરણની અંદર છેલ્લા એક આવલિકા જેટલાં કાળમાં પ્રથમ સમયે ઘણાં અને પછી-પછીના સમયે વિશેષ હીન-હીન દલિકો ગોઠવે છે. અને અધ્યવસાયાનુસારે ત્રણમાંથી કોઈપણ પુજનો ઉદય કરે છે, તેથી જો સમ્યકત્વમોહનીયનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યકત્વી, મિશ્રમોહનીયનો ઉદય થાય તો મિશ્રદષ્ટિ અને મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય તો આત્મા મિથ્યાદૃષ્ટિ થાય છે, પરંતુ અંતરકરણનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે કોઈક બીકણ આત્માને અનંતાનુબંધિનો ઉદય થાય તો તે આત્મા સાસ્વાદન સમ્યક્ત પામી અંતરકરણનો જેટલો કાળ બાકી રહે તેટલાં કાળ સુધી સાસ્વાદન ભાવમાં રહી પછી અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાને જાય છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364