Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 332
________________ ઉપશમનાકરણ - સારસંગ્રહ ૩૦૫ કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયથી ચરમ સમય સુધી દરેક સમયે દ્વિતીયસ્થિતિમાં રહેલ સંલોભના પૂર્વ અને અપૂર્વ પદ્ધકોમાંથી કેટલાક દલિકોને ગ્રહણ કરી તેમાંથી અનંતી અવંતી કિષ્ટિઓ બનાવે છે. અર્થાત પહેલાં ચડતાં ચડતાં રસાણુઓના ક્રમને ત્યાગ કર્યા વિના અનંતગુણહીન રસવાળા અપૂર્વ સ્પર્ધ્વ કો કર્યા હતાં, પરંતુ હમણાં વિશુદ્ધિનો પરમ પ્રકર્ષ હોવાથી એકોત્તર ચડતાં ચડતાં રસાણુઓનો ક્રમ તોડી અપૂર્વ સ્પર્ધકો કરતાં પણ અનંતગુણહીન રસ કરે છે. દા.ત. અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનું એક સ્પર્ધક અને પ્રત્યેકવર્ગણાના દરેક પરમાણુઓમાં સર્વ જીવ રાશિથી અનંતગુણ રસાણુઓ હોવા છતાં અસત્કલ્પનાએ પાંચ વર્ગણાઓનું એક સ્પર્ધક અને પ્રથમ વર્ગણાના પરમાણુઓમાં એકસો એક, બીજીમાં એકસો બે, ત્રીજીમાં એકસો ત્રણ, ચોથીમાં એકસો ચાર અને પાંચમી વર્ગણાના પરમાણુઓમાં એકસો પાંચ રસાણુઓ હતાં, તેના બદલે અનંતગુણહીન અંતર કરી એકોત્તર ચડતાં રસાણુઓનો ક્રમ તોડી પ્રથમ વર્ગણાના અમુક પરમાણુઓમાં પાંચ, બીજીમાં પંદર, ત્રીજીમાં પચ્ચીસ, ચોથીમાં પાંત્રીસ અને પાંચમી વર્ગણાના અમુક પરમાણુઓમાં પીસ્તાલીસ રસાણુઓ રાખી વચ્ચમાં મોટું-મોટું અંતર પાડે છે અને તે જ કિઓિ કહેવાય છે. એક રસ સ્પર્ધકમાં જેટલી વર્ગણાઓ હોય છે તેના અનંતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ પ્રથમ સમયે બનાવે છે. પ્રથમ સમયે બનાવેલ કિટ્ટિઓની અપેક્ષાએ બીજા સમયે અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ બનાવે છે. એમ કિટ્ટિકરણોદ્ધાના ચરમ સમય સુધી પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી પછીના સમયમાં અસંખ્યાતગુણહીન-હીન અર્થાત્ અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ બનાવે છે. અને સર્વોત્કૃષ્ટ રસવાળી કિઠ્ઠિઓના રસ પણ સર્વ જઘન્ય રસ સ્પર્ધકના રસથી અનંતગુણહીન અર્થાતું અનંતમા ભાગ જેટલો હોય છે. પૂર્વ-પૂર્વના સમયથી પછી પછીના સમયે અનંતગુણ વિશુદ્ધિ હોય છે તેમજ તથાસ્વભાવે જ ઘણાં રસવાળા કર્મપરમાણુઓ થોડા અને અલ્પ રસવાળા કર્મપરમાણુઓ ઘણાં હોય છે. તેથી પ્રથમસમયે કરાયેલ બધી કિઠ્ઠિઓના રસની અપેક્ષાએ બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં રસ અનંતગુણહીન એટલે કે અનંતમા ભાગ પ્રમાણ હોય છે. અને તે થકી પણ ત્રીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં રસ અનંતગુણહીન હોય છે. એમ પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી પછીના સમયમાં કરાયેલ કિટ્ટિઓમાં દલિક ક્રમશ: અનંતગુણહીન-હીન રસ હોય છે. પ્રથમ સમયે કરાયેલ બધી કિઠ્ઠિઓનું દલિક પછીના સમયે કરાયેલ કિઠ્ઠિઓના દલિકની અપેક્ષાએ અલ્પ હોય છે, અને પ્રથમ સમયની સમસ્ત કિક્રિઓના દલિકથી બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓનું દલિક અસંખ્યાતગુણ, તે થકી પણ ત્રીજા સમયે કરાયેલ કિટ્ટિઓનું દલિક અસંખ્યાતગુણ હોય છે. એમ પૂર્વ -પૂર્વના સમયની અપેક્ષાએ પછી પછીના સમયમાં કરાયેલ કિઠ્ઠિઓનું દલિક ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ હોય છે. એમ પૂર્વ -પૂર્વના સમયમાં કરાયેલી કિઠ્ઠિઓના રસ તથા દલિકની અપેક્ષાએ પછી-પછીના સમયમાં કરાયેલ કિટિઓના રસ અને દલિકનું અલ્પબદુત્વ બતાવી હવે દરેક સમયે કરાયેલ કિટિઓનું પરસ્પર અલ્પબદુત્વ બતાવે છે. ત્યાં પ્રથમ સમયે કરાયેલ જે અનંતી કિઠ્ઠિઓ છે તેમાં સર્વથી અલ્પ રસવાળી જે કિટ્ટિ છે તેને પ્રથમ સ્થાપન કરી તે પછી ચડતાં ચડતાં અધિક રસવાળી પ્રથમ સમયે કરાયેલી બધી કિઠ્ઠિઓને અનુક્રમે સ્થાપના કરીએ તો પ્રથમ કિટ્ટિમાં સર્વથી અલ્પ રસ હોય છે. તેથી બીજી કિટ્ટિમાં અનંતગુણ, તે થકી ત્રીજી કિટ્રિમાં અનંતગુણ એમ પૂર્વ - પૂર્વની કિટ્ટિની અપેક્ષાએ પછી પછીની કિટ્ટિમાં અનંતગુણ રસ હોય છે. તે જ પ્રથમ સમયે કરાયેલી અનંતી કિક્રિઓમાંની જે સર્વાલ્પ રસવાળી પ્રથમ કિટ્ટિ છે. તેમાં તે જ પ્રથમ સમયે કરાયેલ અન્ય કિષ્ક્રિઓના દલિકની અપેક્ષાએ ઘણાં દલિક હોય છે, અને અનંતગુણ અધિક રસવાળી પછી પછીની કિટ્રિમાં વિશેષ હીન-હીન દલિક હોય છે. એમ બીજા-ત્રીજા યાવત્ કિટ્ટિકરણાદ્ધાના ચરમ સમય સુધી કરાયેલ કોઇપણ એક સમયની કિક્રિઓમાં રસ અને દલિકોનું અલ્પબદુત્વ હોય છે. કારણ કે તથાસ્વભાવે જ અલ્પ અલ્પ રસવાળી કિઠ્ઠિઓમાં દલિકો ઘણાં ઘણાં, અને ઘણાં ઘણાં રસવાળી કિઠ્ઠિઓમાં દલિતો અલ્પ અલ્પ હોય છે. હવે પ્રથમ સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે તે પણ બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ અનંતગુણ અધિક રસવાળી છે. અને બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે તે પણ ત્રીજા સમયે કરાયેલ સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ પણ અનંતગુણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364