Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 323
________________ ૨૯૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ દરેક સ્થિતિખંડના દલિકોને નીચે ઉતારી ઉદયસમયથી ગુણશ્રેણિના ચરમસમય સુધી પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. અને ગુણશ્રેણિના ચરમસમય ઉપરના પ્રથમસમયથી જે સ્થિતિખંડનો ઘાત કરે છે તેની નીચેના ચરમ સ્થિતિસ્થાન સુધી વિશેષહીન-હીન ગોઠવે છે. પરંતુ જે સ્થિતિખંડનો ઘાત કરે છે તે સ્થિતિસ્થાનોમાં ગોઠવતો નથી. દ્વિચરમ સ્થિતિખંડથી ચરમ સ્થિતિખંડ સંખ્યાતગુણ મોટો હોય છે અને ચરમ સ્થિતિખંડની સાથે ગુણશ્રેણિનો પણ મસ્તક બાજુનો છેલ્લો સંખ્યાતમો ભાગ ખંડાઈ જાય છે, અર્થાત્ નાશ થઈ જાય છે. ગુણશ્રેણિના ખંડાતા છેલ્લા સંખ્યામાં ભાગ કરતાં પણ ચરમ સ્થિતિખંડ સંખ્યાતગુણ મોટો છે. ચરમ સ્થિતિખંડના દલિકોને ત્યાંથી ઉતારી તેની સાથે અર્થાત્ ચરમસ્થિતિખંડની સાથે જે ગુણશ્રેણિનો ભાગ ખંડાતો નથી તે ભાગના ચરમ સમય સુધી ઉદયસમયથી લઈને અસંખ્યાત-ગુણાકારે ગોઠવે છે. એ પ્રમાણે ચરમ સ્થિતિખંડનો પણ નાશ કરે છે. અને આ ચરમ સ્થિતિખંડનો નાશ થાય ત્યારે ક્ષપક કતકરણ કહેવાય છે. અર્થાત્ દર્શનત્રિકની ક્ષપણા માટે શરૂ કરેલ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણરૂપ ક્રિયાઓ સમાપ્ત થઈ છે જેને-એવો કહેવાય છે. અનિવૃત્તિકરણમાં ચરમ સ્થિતિખંડનો નાશ થયા પછી સમ્યકત્વમોહનીયનો જે થોડો ભાગ હજુ સત્તામાં છે, તેટલો ભાગ સત્તામાં હોય અને જો બદ્ધાયુ હોય તો અનિવૃત્તિકરણ પૂર્ણ થતાંની સાથે આયુષ્ય પૂર્ણ થઈ જાય તો કાળ કરી ચારમાંથી કોઈપણ ગતિમાં જઈ સત્તામાં બાકી રહેલ સમ્યકત્વમોહનીયનો શેષ ભાગ ઉદય-ઉદીરણાથી ભોગવી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. તેમજ પૂર્વે કૃતકરણ સુધી સુલેશ્યાવાળો હતો પરંતુ ત્યારબાદ પરિણામના અનુસારે કોઈપણ લેશ્યાવાળો થાય છે. માટે જ ક્ષાયિક સમ્યકત્વ પામવાની શરૂઆત કરનાર મનુષ્ય જ હોય છે પરંતુ ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ ચારે ગતિમાં થાય છે, એમ કહેલ છે. આયુષ્ય ન બાંધેલ, અથવા વૈમાનિકદેવનું, પ્રથમ ત્રણ નરકનું તેમજ યુગલિક મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધેલ સાયિક સમ્યકત્વ પામી શકે છે. પરંતુ ભવનપતિ વગેરે ત્રણ નિકાયનું, ચોથી વગેરે નરકનું તેમજ સંખ્યાતવર્ષનું મનુષ્યતિર્યંચનું આયુષ્ય બાંધેલ જીવો ક્ષાયિક સમ્યકત્વ પામી શકતા નથી. હવે જો અબદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વ પામે તો દર્શનત્રિકનો ક્ષય કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેથી તે ચરમશરીરી હોય છે. પરંતુ જો જિનનામકર્મ પહેલાં બાંધી લીધું હોય તો દર્શનત્રિકનો ક્ષય કર્યા પછી ક્ષપકશ્રેણિ ન માંડે પણ અવશ્ય દેવાયુ બાંધીને ૩જે ભવે તીર્થંકર થઈ મોક્ષમાં જાય. અને દેવાયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પામનાર દર્શનત્રિકનો ક્ષય કર્યા બાદ ઉપશમશ્રેણિ કરી શકે છે, પરંતુ બાકીના યુગલિક મનુ0 તિય કે નરકાયુષ્ય બાંધ્યા પછી જો ક્ષાયિક સમ્યકત્વ પામે તો તે જીવો ઉપશમશ્રેણિ પણ કરી શકતા નથી. અને તે આત્મા દર્શનત્રિકના ક્ષય કર્યા પછી દેવાયુષ્ય બાંધ્યા પૂર્વે અને પછી પણ તથા દર્શનત્રિકના ક્ષયના પૂર્વે પણ ઉપશમશ્રેણિ કરી શકે દેવ અથવા નરક આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે તો જે ભવમાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે તે મનુષ્યનો ભવ, બીજો દેવ અથવા નરકનો ભવ કરી ત્રીજા ભવે મનુષ્ય થઈ મોક્ષમાં જાય છે. પરંતુ જો ત્રીજા ભવમાં મનુષ્ય થતાં ત્યાં કાળ અથવા ક્ષેત્રના પ્રભાવે મોક્ષ પ્રાપ્તિની સામગ્રી ન મળી શકે તો દુપ્પસહસૂરી તેમજ કૃષ્ણવાસુદેવની જેમ ત્યાં દેવાયુષ્ય બાંધી ચોથો ભવ દેવનો કરી મનુષ્યમાં આવી કોઈક જીવો પાંચમા ભવે પણ મોક્ષમાં જાય છે. અને જો યુગલિક મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરે તો તે પહેલો મનુષ્યનો ભવ, બીજો યુગલિક મનુષ્ય કે તિર્યંચનો ભવ, યુગલિકો કાળ કરીને અવશ્ય દેવલોકમાં જાય છે માટે ત્રીજો દેવનો ભવ કરી ચોથા ભવે મનુષ્ય થઈ મોક્ષમાં જાય છે. (પેઇઝ નંબર ૨૧૭ થી ૨૨૦ સુધીનું યંત્ર નંબર-૧૫ જુઓ) ( - ૬ઠું - દર્શનગિક ઉપશમના અધિકાર દ્વાર :વૈમાનિકદેવનું આયુષ્ય બાંધ્યા પછી જો ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરે તો ઉપશમશ્રેણિ કરી શકે છે આ વાત પ્રથમ આવી ગઈ છે. અને વૈમાનિકદેવનું આયુષ્ય બાંધેલ અગર કોઈપણ ગતિ પ્રાયોગ્ય આયુષ્ય બાંધ્યા વિના ક્ષયોપશમ સમ્યકત્વી ઉપશમશ્રેણિ કરી શકે છે, પરંતુ અન્યજીવો કરી શકતા નથી. તેમજ જો ક્ષયોપશમ સમ્યકત્વી ઉપશમશ્રેણિ કરે તો ચારિત્રમોહનીયનો ઉપશમ કરતાં પહેલાં ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં વર્તમાન આત્માઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364