________________
૨
)
કર્મપ્રકૃતિ ભાગ-૨
- અથ ૮મું ચારિત્રમોહનીય દેશોપશમના :-) पगइठिई अणुभाग - प्पएसमूलु-तराहि पविभत्ता । देसकरणोवसमणा, तीए समियस्स अट्ठपयं ।। ६६ ।। प्रकृतिस्थित्यनुभाग - प्रदेश मूलोत्तराभिः प्रविभक्ता ।
देशकरणोपशमना, तया शमितस्याऽर्थपदम् ।। ६६ ॥ ગાથાર્થ – ટીકાની જેમ.
ટીકાર્ય :- આ પ્રમાણે સર્વ ઉપશમના કહીં, હવે દેશોપશમનાને કહેવાની ઇચ્છાવાળા કહે છે.... યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ નામના દેશભૂત બે કરણથી જે ઉપશમના કરે અર્થાત્ તે દેશકરણ ઉપશમના અથવા કહેલ સ્વરૂપવાળા બે કરણ વડે જે ઉપશમના તે કરણોપશમના. તેથી દેશની અર્થાતુ પ્રકૃતિ આદિના એક દેશની કરણોપશમના તે દેશકરણોપશમના એ પ્રમાણે સમાસ છે. બે કરણથી જે પ્રકૃતિ આદિને દેશથી ઉપશમના કરે પણ સર્વથી નહીં તે દેશોપશમના એ પ્રમાણે અર્થ છે.
અને તે ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે- (૧) પ્રકૃતિ દેશોપશમના (૨) સ્થિતિ દેશોપશમના (૩) અનુભાગ દેશોપશમના (૪) પ્રદેશ દશોપશમના. વળી તે એક એકના પણ બે બે પ્રકારે છે, મૂલપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયિક. તથા દેશોપશમના કરણ વડે શમિત થયેલ એટલે ઉપશાંત થયેલું કર્મનું આ તાત્પર્ય છે (અર્થાન્તરે આ લક્ષણ છે) તે કહે છે.
उबट्टणओवट्टण - संकमणाइं च नन्न(तिन्नि) करणाई। पगइतया उपसमिऊ, पहू नियट्टिम्मि वर्सेतो ।। ६७ ॥ उद्वर्त्तनाऽपवर्त्तना - संक्रमकरणानि च नान्यत्रीण्य) करणानि ।
પ્રકૃતિનોપરાયતું, મુર્નિવૃત્ત વર્તમાનઃ || ૬૭ | ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય - દેશોપશમનાથી ઉપશાંત થયેલ કર્મમાં ઉદ્વર્તના-અપવર્તના-સંક્રમણરૂપ ત્રણ કરણો પ્રવર્તે છે પણ ઉદીરણા વિગેરે બીજા નહીં, એ જ દેશોપશમનાનો સર્વોપશમનાથી વિશેષ છે. તથા તે દેશોપશમના વડે “
પત્તિ મૂલપ્રકૃતિ અથવા ઉત્તરપ્રકૃતિને ઉપશમાવવાને સમર્થ નિવૃત્તિકરણ અર્થાતુ અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ય સમયે સમાપ્તિ લક્ષણ સંબંધથી વર્તતો જાણવો. આ પ્રમાણે કહેવાય છે. સર્વ પણ એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-અસંજ્ઞિ-સંજ્ઞિ પંચેન્દ્રિય-તિર્યંચ નારક દેવ અને મનુષ્યો યથાયોગ્યપણે અપૂર્વકરણ સુધીના જીવો દેશોપશમનાના સ્વામી જાણવાં. અને આ જીવોને દેશોપશમના સર્વ કર્મોની જાણવી, ફક્ત મોહનીયકર્મની નહીં.
दंसणमोहाणंताणुबन्धिणं सगणियट्टिओ णुप्पिं । जा उवसमे चउद्धा, मूलुत्तरणाइसंताओ ।। ६८ ॥ दर्शनमोहानन्तानुबन्धिनाम्, स्वकनिवृत्तितो नोपरी ।
થાવતુપામે ચતુર્થી, મૂનોત્તરીનાસિત્તાવાઃ || ૬૮ || ગાથાર્થ:- દર્શનમોહનીય અને અનંતાનુબંધિની પોત પોતાના અપૂર્વકરણ ઉપરાંત દેશોપશમના થાય નહીં, તથા દેશોપશમનામાં મૂલપ્રકૃતિ-ઉત્તરપ્રકૃતિ અને અનાદિસત્તાક પ્રકૃતિઓની દેશોપશમના ૪ પ્રકારે જાણવી.
ટીકાર્ય - આ વિષયને કાંઈક વિશેષ કહે છે.... દર્શનમોહનીય અને અનંતાનુબંધિની પોત પોતાની નિવૃત્તિ અર્થાત્ દર્શનત્રિકના પોત પોતના અપૂર્વકરણથી આગળ દેશોપશમના ના થાય. ત્યાં દર્શનત્રિકના ક્ષપક-અવિરત સમ્યગુદષ્ટિ દેશવિરતિ અથવા સર્વવિરતિવાળા જીવો છે. ઉપશમક તો જે મનુષ્યોએ સર્વવિરતિનો સ્વીકાર કરેલ હોય તે જીવો ત્યાં સુધી દેશોપશમના કરે જ્યાં સુધી પોતાના અપૂર્વકરણનો અન્ય સમય આવે. પુનઃ અનંતાનુબંધિની વિસંયોજના કરતાં ચારે ગતિના જીવો અનંતાનુબંધિ સંબંધી અપૂર્વકરણના અન્ય સમય સુધી અનંતાનુબંધિની દેશોપશમના કરે છે, પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org