________________
કર્મપ્રકૃતિ ભાગ-૨ ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત શુભવિહાયોગતિના ઉદયમાં વર્તતાં સર્વ પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય તથા વૈક્રિય - આહારકશરીરરૂપ ઉત્તર શરીરમાં વર્તતાં સર્વ તિર્યચ-મનુષ્ય તથા સર્વ દેવો અને સર્વ યુગલિકો તે શુભવિહાયોગતિના ઉદીરક છે. ત્રસો બેઇન્દ્રિયાદિ પ શબ્દથી પૂર્વ કહેલ પંચેન્દ્રિયાદિ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત થયા હોય તે યથાસંભવપણે સુસ્વરનામકર્મના ઉદીરક જાણવાં. તથા તે બન્નેથી ઈતર એટલે અશુભવિહાયોગતિ અને દુઃસ્વર નામના ત્રસો - નારક સહિત વિકસેન્દ્રિય જીવો અને યથાસંભવપણે કેટલાએક પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય ઉદીરક હોય છે.
उस्सासस्स सराण य, पज्जत्ता आणपाणभासास । सवण्णणुस्सासो, भासा वि य जा न रुज्झंति ।। १५ ।। उच्छ्वासस्य स्वरयोश्च, पर्याप्ता आणप्राणभाषाभ्याम् ।
सर्वज्ञानामुच्छ्वासो, भाषाऽपि च यावन्न रुन्ते ।। १५ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય :- ઉચ્છવાસનો અને બે સ્વરના ઉદીરક આણપ્રાણ અને ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વ પણ છે. યથાસંખ્યા પ્રમાણે જોડવાથી અને સપ્તમી એ તૃતીયાના અર્થમાં છે, એટલે ઉચ્છવાસનામના પ્રાણપાન પર્યાપ્તિથી પર્યાપ્ત અને સુસ્વર - દુઃસ્વરના ભાષા પર્યાપ્તિથી પર્યાપ્ત ઉદીરક જાણવાં. એ પ્રમાણે અર્થ છે. જો કે સ્વરના ઉદીરકો પહેલા જ કહ્યા છે તો પણ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત જ એ પ્રમાણે વિશેષ બતાવવા ફરીથી કહ્યા છે. તથા સર્વજ્ઞ - કેવલી જીવોએ જ્યાં સુધી ઉચ્છવાસ અને ભાષાનો નિરોધ નથી કર્યો ત્યાં સુધી તે બન્નેની ઉદીરણા કરે છે, અને તે બન્નેનો નિરોધ થયા બાદ ઉદયના અભાવથી જ ઉદીરણા થતી નથી.
देवो सुभगाइज्जाण गम्भवक्कंतिओ य कित्तीए ।
Mો વન્નિત્તા, સમુહૂમને સુહુમતસે ૧૬ | देवः सुभगादेययो - गर्भव्युक्रान्ताश्च कीर्तेः ।
पर्याप्तो वर्जयित्वा, ससूक्ष्मनैरयिकसूक्ष्मत्रसान् ।। १६ ।। ગાથાર્થ :- ટીકાની જેમ,
ટીકાર્થ :- “સેવો' એ પ્રથમ જાતિ અપેક્ષાએ એકવચન છે, કેટલાક દેવો, કેટલાક ગર્ભજ તિર્યચ-મનુષ્ય જે સુભગ અને આદય કર્મના ઉદયવાળા છે તે જ સુભગ - અને આદેયનામકર્મના ઉદીરક છે. તથા સૂક્ષ્મ એકેન્દ્રિય સહિત નારકો અને સૂક્ષ્મ ત્રસ (તઉ-વાઉ) સિવાયના બાકીના પર્યાપ્તનામ ઉદયમાં વર્તતાં સર્વ જીવો યશકીર્તિના ઉદીરક છે.
गोउत्तमस्स देवा, णरा य वइणो चउण्हमियरासि । तब्वइरित्ता तित्थगरस्स उ सबन्नुयाए भवे ।। १७ ।। उत्तमगोत्रस्य देवा, नराश्च वतिनश्चतसृणामितरासाम् ।
तद्व्यतिरिक्तास्तीर्थंकरस्य, तु सर्वज्ञतायां भवेत् ।। १७ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્થ :- સર્વ દેવો, કેટલાક ઉચ્ચકુલમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય, અને નીચગોત્રમાં ઉત્પન્ન થયા છતાં પણ વ્રતધારી મનુષ્ય ઉચ્ચગોત્રના ઉદીરક છે. તથા તે ચાર પ્રકૃતિઓના ઇતર દુર્ભગ - અનાદેય - અયશકીર્તિ અને નીચગોત્રના ઉદીરક કહ્યાં તે સિવાયના જાણવાં. ત્યાં દુર્ભગ - અનાદેયના એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ-મનુષ્ય અને નારકના જીવો ઉદીરક છે. અયશકીર્તિના સર્વ સૂક્ષ્મ, સર્વ નારક, સર્વ સૂક્ષ્મ ત્રસો (તઉ-વાઉ) અને સર્વ અપર્યાપ્તનામકર્મના ઉદયમાં વર્તતાં ઉદીરક જાણવાં. અને નીચગોત્રના તો સર્વ-નારકો, સર્વ તિર્યંચ, વિશિષ્ટ કુલમાં ઉત્પન્ન થયેલા વ્રતધારી સિવાય સર્વ પણ મનુષ્ય ઉદીરક જાણવાં. તીર્થંકરનામકર્મના તો સર્વજ્ઞ કેવલી થયા છતાં ઉદીરણા હોય છે. બીજા વખતમાં નહીં, કારણ કે ઉદયનો અભાવ હોવાથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org