________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
રજા ગુણસ્થાનકના ઉદીરણાના ભાંગા:- ત્યાં સાસ્વાદન સમ્યગુદૃષ્ટિને વિષે અનંતાનુબંધિ આદિ ૪ કોઇપણ ક્રોધાદિ, ત્રણ વેદમાંથી કોઇપણ એક વેદ, બે યુગલમાંથી કોઇપણ યુગલ એ ૭ની નિશ્ચયથી ઉદીરણા કરે, અહીં પૂર્વની રીતે ભાંગાની એક ચોવીસી થાય છે. તથા આ જ સાતમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી ૮ની ઉદીરણા થાય, અહીં ભાંગાની બે ચોવીસી થાય છે. અને ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯ની ઉદીરણા થાય, અને અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. (સાસ્વાદને કુલ-૪ ચોવીસીના ૯૬ ભાંગા થાય)
૩જા ગુણસ્થાનકમાં ઉદીરણાના ભાંગા :- મિશ્રદૃષ્ટિને વિષે અનંતાનુબંધિ સિવાયના ત્રણ ક્રોધાદિ, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ અને મિશ્ર સર્વસંખ્યા ૭ની ઉદીરણા નિશ્ચયથી હોય છે. અહીં પૂર્વની જેમ ભાંગાની એક ચોવીસી થાય છે. તથા આ જ ૭માં ભય-જુગુપ્સામાંથી કોઇપણ એક ઉમેરવાથી ૮ની ઉદીરણા થાય. અહીં ભાંગાની બે ચોવીસી થાય છે. અને ભય-જુગુપ્સા એકી સાથે ઉમેરવાથી ૯ની ઉદીરણા થાય. અને અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. (મિશ્રદૃષ્ટિને કુલ-૪ ચોવીસીના ૯૬ ભાંગા થાય.)
૪થા ગુણસ્થાનકમાં ઉદીરણાના ભાંગા :- તથા અવિરતિમાં - અવિરત સમ્યગ્દષ્ટિ જીવને ૬ આદીથી ૯ સુધીના ૪ ઉદીરણાસ્થાનો છે. ૬-૭-૮ અને ૯, ત્યાં ઔપશમિક સમ્યગુદૃષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ અવિરતિને અનંતાનુબંધિ સિવાય કોઇપણ ક્રોધાદિ-૩, વેદમાંથી કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ ૬ પ્રકૃતિઓ અવશ્ય ઉદીરણા કરે. અહીં પૂર્વની જેમ ભાંગાની એક ચોવીસી થાય. આ જ ૬માં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યકત્વને ઉમેરતાં ૭ની ઉદીરણા થાય. અહીં ભાંગાની ત્રણ ચોવીસી થાય. તે જ ૬માં ભય-જુગુપ્સા અથવા ભય-સમ્યકત્વ અથવા જુગુપ્સા – સમ્યકત્વ એમ એકી સાથે બે ઉમેરતાં ૮ની ઉદીરણા થાય. અહીં પણ એક એક વિકલ્પમાં ભાંગાની ચોવીસી થાય, તેથી ત્રણ ચોવીસી થાય છે. તે જ ૬માં ભય-જુગુપ્તા-સમ્યત્વ એકી સાથે ઉમેરતાં ૯ની ઉદીરણા થાય. અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. (અવિરત ગુણસ્થાનકે કુલ ૮ ચોવીસીના ૧૯૨ ભાંગા થાય.)
પમાં ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- અવિરત સમ્યગદૃષ્ટિ પછી દેશવિરતિમાં પાનિ ““મ''ત્તિ = પાંચથી આઠ સુધીના ૪ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. પ-૬-૭ અને ૮, ત્યાં ત્રીજા - ચોથા કષાયસ્થાનમાંથી કોઇપણ ક્રોધાદિ-૨, કોઇપણ વેદ, કોઇપણ એક યુગલ એ ૫ પ્રકૃતિઓની દેશવિરતિને અવશ્ય ઉદીરણા હોય છે. અને આ પથમિક સમ્યગ્દષ્ટિ અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને જાણવી. અહીં પૂર્વની જેમ ભાંગાની એક ચોવીસી થાય છે. તે પમાં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યત્વમાંથી કોઇપણ એક ઉમેરતાં ૬ની ઉદીરણા થાય, એક એક ઉમેરવાથી વિકલ્પમાં ચોવીસી પ્રાપ્ત થવાથી ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. તે જ પમાં ભય-જુગુપ્સા અથવા ભય-સમ્યકત્વ અથવા જુગુપ્તા-સમ્યકત્વ એમ એકી સાથે બે બે ઉમેરવાથી ૭ની ઉદીરણા થાય. અહીં પણ ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. તે જ પમાં ભય-જુગુપ્સા-સમ્યત્વ એકી સાથે ૩ ઉમેરતાં ૮ની ઉદીરણા થાય. અને અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. (પમાં ગુણસ્થાનકે કુલ ૮ ચોવીસીના - ૧૯૨ ભાંગા થાય.).
૬ - ૭માં ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા:- વિરતે પ્રમત્ત અને અપ્રમત્તને વિષે વારંવાર “સત્ત' ત્તિ ૪થી સુધીના ૪ ઉદીરણાસ્થાનો થાય છે. ૪-પ-૬-અને ૭. ત્યાં સંજ્વલનમાંથી કોઇપણ એક ક્રોધાદિ, કોઇપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ ૪ પ્રકૃતિઓની ક્ષાયિક સમ્યકત્વવાળો અથવા ઔપશમિક સમ્યકત્વવાળો પ્રમત્ત અથવા અપ્રમત્ત અવશ્ય ઉદીરણા કરે છે. અહીં ભાંગાની એક ચોવીસી થાય. આ જ ૪માં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યક્ત્વમાંથી કોઇપણ એક ઉમેરતાં પની ઉદીરણા થાય. અહીં ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. તથા તે ૪માં ભય-જુગુપ્સા અથવા ભય-સમ્યત્વ અથવા જુગુપ્તા-સમ્યકત્વ એકી સાથે બે-બે ઉમેરવાથી ૬ની ઉદીરણા કરે. અહીં પણ ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. અને તે જ ૪માં ભય-જુગુપ્સા-સમ્યકત્વ એકી સાથે ત્રણ ઉમેરવાથી ૭ની ઉદીરણા કરે. અહીં ભાંગાની એક ચોવીસી થાય છે: (૬ઠ્ઠા-૭માં ગુણસ્થાનકે ૮ ચોવીસીના ૧૯૨ ભાંગા થાય)
૮માં ગુણસ્થાનકે ઉદીરણાના ભાંગા :- “છળ્યોરિણિ ’ ત્તિ - વિરતથી ઉપરના અપૂર્વકરણે ૪ આદિથી ૬ સુધીના ત્રણ ઉદીરણાસ્થાનો થાય છે, ૪-૫ અને ૬. ત્યાં સંજવલન ક્રોધાદિમાંથી એક, કોઈપણ એક વેદ, કોઇપણ એક યુગલ એ ૪ પ્રકૃતિઓની અપૂર્વકરણે ઉદીરણા અવશ્ય કરે છે. અહીં ભાંગાની એક ચોવીસી થાય. આ જ ૪માં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી પની ઉદીરણા કરે. અહીં ભાંગાની બે ચોવીસી થાય. તે જ ૪માં ભય-જુગુપ્સા એક સાથે ઉમેરવાથી ૬ની ઉદીરણા થાય, અને અહીં ભાંગાની એક ચોવીસી થાય છે. આ ચોવીસી પ્રમત્ત - અપ્રમત્તની ચોવીસીથી અભિન્ન છે. અર્થાત્ જુદી નથી, તેથી આગળ ગણતરીમાં ગણાશે નહીં. (૮માં ગુણસ્થાનકે ૪ ચોવીસીના ૯૬ ભાંગા થાય પણ ગણાશે નહીં.) ૧૦ પથમિક કે સાયિક સમ કૃવીને સમ્યકૃત્વમોહનીયના ઉદય - ઉદીરણા હોતા નથી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org