________________
૭૨
કર્મપ્રકૃતિ ભાગ-૨
ઉદીરણાસ્થાન - ૪૨ - ૫૨ - ૫૪ - ૫૫ - ૫૬ સ્વમતે ભાંગા - ૫ + ૧૪૫ + ૨૮૮ + ૨૮૮ + ૫૭૬ = ૧૩૦૨ અન્યમતે ભાંગા - ૯ + ૨૮૯ + ૫૭૬ + પ૭૬ + ૧૧૫ર = ૨૬૦૨
વૈક્રિય કરતાં મનુષ્યના ૫ ઉદીરણાસ્થાનો :- વૈક્રિયશરીર કરતાં એવા મનુષ્યને પણ ૫ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે પ૧ - ૫૩- ૫૪ - પપ અને ૫૬ છે.
(૧-૨) ૫૧-૫૩ની ઉદીરણાએ ૪/૮ ભાંગા :- ત્યાં પ૧ અને પ૩ ની ઉદીરણામાં જેમ પૂર્વ વૈક્રય તિર્યંચ પંચેન્દ્રિયના કહ્યાં તે પ્રમાણે અહીં પણ કહેવા.
(૩) ૫૪ ની ઉદીરણાએ પ૯િ ભાંગા :- ઉચ્છવાસ સહિત ૫૪ની ઉદીરણામાં પૂર્વની જેમ સ્વમતે ૪ ભાંગા, અને અન્યમતે ૮ ભાંગા થાય છે. ઉત્તર વૈક્રિય કરતાં સંયત(મુનિને) ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે, બીજાને નહીં. તેથી ૫૪ ની ઉદીરણામાં પ્રશસ્ત એક જ ભાંગો થાય છે, કારણ કે સંયતોને દુર્ભગ - અનાદેય - અયશ-કીર્તિના ઉદયનો અભાવ છે. તેથી ૫૪ની ઉદીરણામાં સર્વસંખ્યા સ્વમતથી પ ભાંગા અને અન્યમતથી ૯ ભાંગા થાય છે.
(૪) પપની ઉદીરણાએ ભાષા પર્યાવ્ર વૈદ્ય મનુ0 ને ૫૯ ભાંગા :- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મનુષ્યને ઉછુવાસ સહિત ૫૪ માં સુસ્વર ઉમેરવાથી પપની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ સ્વમતથી - ૪ ભાંગા અને અન્યમતે - ૮ ભાંગા થાય છે. અથવા સંયતને સ્વરની અનુદીરણા થયે અને ઉદ્યોતનામકર્મની ઉદીરણા થયે પપની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ એક જ ભાંગો થાય છે. તેથી પ૫ ની ઉદીરણામાં સર્વસંખ્યા સ્વમતથી – ૫ ભાંગા અને અન્યમતથી ૯ ભાંગા થાય છે.
(૫) ૫૬ની ઉદીરણાએ ૧ ભાંગો :- સુસ્વર સહિત ૫૫ની ઉદીરણામાં ઉદ્યોત ઉમેરવાથી પ૬ની ઉદીરણ થાય છે. અને તેમાં એક જ પ્રશસ્ત ભાંગો થાય છે. સર્વસંખ્યા વૈક્રિય મનુષ્યને સ્વમતે - ૧૯ ભાંગા અને મતાન્તરે ૩૫ ભાંગા થાય
છે. ૨૮
હવે આહારક કરતાં મુનિના ઉદીરણાસ્થાનો :- કહે છે. આહારક મુનિના ઉદીરણાસ્થાનો પાંચ છે. તે આ પ્રમાણે ૫૧ - ૫૩ - ૫૪ - ૫૫ અને ૫૬ છે.
(૧) ૫૧ની ઉદીરણાએ - ૧ ભાંગો :- ત્યાં આહારકસપ્તક, સમચતુરસૃસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક એમ ૧૦ પ્રકૃતિ પૂર્વ કહેલ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૪૨ માં ઉમેરવાથી અને મનુષ્યાનુપૂર્વી બાદ કરવાથી ૫૧ ની ઉદીરણા થાય છે. અહીં સર્વ પણ (આદેયાદિ) પદો શુભ હોવાથી એક જ ભાંગો (આહારક શરૂ કરનાર મુનિને જ) હોય છે. '
(૨) ૫૩ની ઉદીરણાએ - ૧ ભાંગો :- પછી શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત જીવને શુભવિહાયોગતિ અને પરાઘાત ઉમેરવાથી પ૩ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે.
(૩) ૫૪ની ઉદીરણાએ ૨ ભાંગા:- પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવને ઉચ્છવાસ ઉમેરવાથી ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મુનિને ઉચ્છવાસની અનુદીરણા થયે અને ઉદ્યોતનામની ઉદીરણા થયે ૫૪ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો પ્રાપ્ત થાય છે. ૫૪ ની ઉદીરણામાં સર્વસંખ્યા બે ભાંગા થાય છે. | (૪) ૫૫ની ઉદીરણાએ ૨ ભાંગા:- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મુનિને ઉછુવાસ સહિત ૫૪ની ઉદીરણામાં સુસ્વર ઉમેરવાથી પ૫ની ઉદીરણા થાય છે. અહીં પણ પૂર્વની જેમ જ એક જ ભાંગો થાય છે. અથવા શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મુનિને સ્વરની અનુદીરણા થયે અને ઉદ્યોતની ઉદીરણા થયે પપની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. તેથી પપની ઉદીરણાએ સર્વસંખ્યા ૨ ભાંગા થાય છે.
| (૫) ૫૬ની ઉદીરણાએ ૧ ભાંગો :- પછી ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ મુનિને સ્વર સહિત ૫૫ની ઉદીરણામાં ઉદ્યોત ઉમેરવાથી પ૬ની ઉદીરણા થાય છે. અહીં પણ એક જ ભાંગો થાય છે. આહારક શરીરીની સર્વસંખ્યા ૭ ભાંગા
૨૮ ઉદીરણાસ્થાન - ૫૧ - ૫૩- ૫૪ - ૫૫ - ૫૬
સ્વમતે ભાંગા - ૪ + ૪ +૫ +૫ + ૧ = ૧૯
અન્યમતે ભાંગા - ૮ + ૮ +૯ +૯ + ૧ = ૩૫ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org