________________
૧૪૪
કર્મપ્રકૃતિ ભાગ-૨
કેવલીસમુદ્ધાતના છઠ્ઠા સમયે જ તથા સ્વાભાવે કર્કશ અને ગુરુસ્પર્શના, તેમજ આ બે સ્પર્શ વિના શેષ અશુભવર્ણાદિ સપ્તક, અસ્થિર અને અશુભના સયોગી કેવલી ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. - કેવલિસમુઘાતની પહેલાં કેવલીની દષ્ટિએ જે શુભયોગોનો વ્યાપાર થાય છે તેને આયોજિકાકરણ કહેવાય છે. અને તે દરેક કેવલી ભગવંતો કરે છે. તેમજ તે વખતે અતિવિશુદ્ધ પરિણામ હોવાથી તીર્થંકરનામકર્મના ઘણાં રસની ઉદીરણા થાય છે, તેથી સયાંગી કેવલી ગુણસ્થાનકના પ્રથમ સમયથી આયોજિ કાકરણના પૂર્વ સમય સુધી તીર્થંકર ભગવંતો તીર્થકરનામકર્મના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
બે વેદનીય, ચાર ગતિ, પાંચ જાતિ, ચાર આનુપૂર્વી, બે વિહાયોગતિ, ઉચ્છવાસ, ત્રસત્રિક, સૌભાગ્યચતુષ્ક, સ્થાવરત્રિક, દૌર્ભાગ્યચતુષ્ક અને બે ગોત્ર આ ચોત્રીસ પ્રકૃતિઓ બંધ તથા ઉદયમાં પરાવર્તમાન છે. જ્યારે જઘન્ય રસબંધ થાય ત્યારે જઘન્યરસની અને ઉત્કૃષ્ટ રસબંધ થાય ત્યારે પ્રાયઃ ઉત્કૃષ્ટરસની ઉદીરણા થાય છે. તેમજ આ બધી પ્રવૃતિઓનો જધન્ય રસબંધ પરાવર્તમાન મધ્યમ પરિણામે થાય છે માટે તે-તે પ્રકૃતિના ઉદયવાળા પરાવર્તમાન મધ્યમ પરિણામી સઘળા જીવો આ ચોત્રીસ પ્રકૃતિના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. | સામાન્યથી જઘન્ય અનુભાગ ઉદીરણા અને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી કોણ હોય ! તે જાણવા માટે આ ત્રણ બાબતો બરાબર વિચારવી .
(૧) ભવપ્રત્યય ઉદીરણા છે કે પરિણામપ્રત્યય ? પ્રાય: ભવપ્રત્યયથી જઘન્ય અનુભાગ ઉદીરણા અને પરિણામ પ્રત્યયથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે.
(૨) પુન્યપ્રકૃતિ છે કે પાપપ્રકૃતિ ? પુન્યપ્રકૃતિની જઘન્ય અનુભાગ ઉદીરણા ત–ાયોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામી જીવને અને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તત્વાયોગ્ય અતિવિશુદ્ધ જીવને હોય છે. તેમજ પાપપ્રકૃતિઓની જધન્ય અનુભાગ ઉદીરણા તત્વાયોગ્ય અતિવિશુદ્ધ જીવને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તત્વાયોગ્ય અતિસંક્લિષ્ટ જીવને હોય છે.
(૩) પલાદિ ચાર વિપાકમાંથી કયા વિપાકવાળી પ્રકૃતિ છે ? કારણ કે પુદ્ગલવિપાકી પ્રકૃતિઓની ભવાદ્ય સમયે અલ્પ પુદ્ગલો ગ્રહણ થાય ત્યારે જઘન્ય અને ઘણાં પુદ્ગલો ગ્રહણ થાય ત્યારે પ્રાયઃ ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે.
ઈતિ ૩જી અનુભાગ ઉદીરણા સમાપ્ત
(- અથ ૪થી પ્રદેશ-ઉદીરણા :-) : અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ આ બે અધિકારો છે....ત્યાં પ્રથમ મૂળકર્મ આશ્રયી સાધાદિ બતાવે છે.....
(૧) મૂળ પ્રકૃતિ આશ્રયી સાધાદિ :- વેદનીય અને મોહનીયની અનુષ્ટ પ્રદેશ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બબ્બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ, કુલ વીસ, આયુષ્ય કર્મના ચારે વિકલ્પો બન્ને પ્રકારે હોવાથી કુલ આઠ અને જ્ઞાનાવરણ આદિ શેષ પાંચ પાંચ કર્મની અનુષ્ટ પ્રદેશ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બન્ને પ્રકાર હોવાથી એક-એકના નવ-નવ કુલ પીસ્તાલીસ સર્વ મલી આઠે કર્મના તોતેર વિકલ્પો થાય છે.
પ્રાય: ગુણિતકમશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અને પિતકમશ જીવને જઘન્ય પ્રદેશ ઉદીરણા થાય છે. માટે સર્વત્ર ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણામાં ગુણિતકમાંશ અને જઘન્ય પ્રદેશ ઉદીરણામાં ક્ષપિત કમશ જીવો લેવા.
અપ્રમત્તાભિમુખ સર્વવિશુદ્ધ પ્રમત્તયતિને વંદનીયકર્મની અને દસમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે. અને તે નિયત સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળમાં આ બે કર્મની અનુકૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે. સાતમા ગુણસ્થાનકે વંદનીયકર્મની અને અગિયારમે ગુણસ્થાનકે મોહનીયકર્મની ઉદીરણા થતી નથી, ત્યાંથી પડે ત્યારે અનુષ્ટ પ્રદેશ ઉદીરણાની શરૂઆત થાય છે માટે સાદિ, તે તે સ્થાનને નહીં પામેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. તેમજ અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાષ્ટિ જીવોને આ બે કર્મની જઘન્ય અને અતિસંક્ષિપ્ત પરિણામ અમુક ટાઈમથી વધારે ટકતા ન હોવાથી શેષ કાળે અજઘન્ય, એમ વારાફરતી અનેકવાર થતી હોવાથી આ બન્ને પ્રદેશ ઉદીરણા સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org