Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 257
________________ ૨૩૦ કર્મપ્રકૃતિ ભાગ -૨ અંતરકરણ સંબંધી દલિકની પ્રક્ષેપ વિધિ :- આ પ્રમાણે છે-તે અવસરે જે કર્મોનો બંધ અને ઉદય બન્ને વિદ્યમાન હોય છે તે કર્મોના દલિકને પ્રથમસ્થિતિ અને દ્વિતીયસ્થિતિમાં નાંખે છે. જેમ પુરુષવેદે શ્રેણિ સ્વીકારનારને પુરુષવેદના દલિકને બન્ને સ્થિતિમાં નાંખે છે તદ્દતુ. જે કર્મોનો ફક્ત ઉદય વિદ્યમાન હોય અને બંધ ન હોય તેઓના અંતરકરણ સંબંધી દલિક પ્રથમસ્થિતિમાં નાંખે, પણ દ્વિતીય સ્થિતિમાં ન નાંખે, જેમ સ્ત્રીવેદે શ્રેણિ સ્વીકારનારને સ્ત્રીવેદના દલિકને પ્રથમસ્થિતિમાં જ નાંખે તદ્દતું. વળી જે કર્મોનો ઉદય વિદ્યમાન ન હોય પણ ફક્ત બંધ હોય તે કર્મના અંતરકરણ સંબંધી દલિક દ્વિતીય સ્થિતિમાં નાંખે, પરંતુ પ્રથમસ્થિતિમાં ન નાંખે, જેમ સંજ્વલન ક્રોધના ઉદય સહિત ઉપશમશ્રેણિ સ્વીકારનાર જીવ સંજ્વલન માનાદિના દલિકોને પોતાની દ્વિતીયસ્થિતિમાં નાંખે છે. જે કર્મોનો બંધ નથી અને ઉદય પણ નથી તે અંતરકરણ સંબંધી દલિક (સ્વજાતિય) પરપ્રકૃતિમાં નાંખે છે, જેમ બીજા અને ત્રીજા કષાયના દલિકને તે વખતે પરપ્રકૃતિમાં જ નાંખે છે તદ્દતું. તથા “નરે' એ પદ આર્ષવયુક્ત (મહામુનિને ઈષ્ટ પ્રયોગવાળું) હોવાથી પુલિંગમાં અને એકવચનમાં છે. તેથી આ પ્રમાણે અક્ષરાર્થ થાય છે. સંજવલન અને વેદોમાંની કોઈપણ એકેક એમ વેદ્યમાન બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ કાલસમા = ઉદયકાળ જેટલી હોય છે. (ચિત્ર નંબર ૮ થી ૧૬ જુઓ) ૩૯ પુરુષવેધરૂઢ જીવ - સ્ત્રી-નપુંસકવેદની પ્રથમસ્થિતિ ૧ આવલિકા કરે છે. સ્ત્રીવેધરૂઢ જીવ - સ્ત્રીવેદની ૧ અંતર્મુહુર્ત શેષ બેની ૧ આવલિકા કરે. નપુંસકવેદારૂઢ જીવ - નપુંસકવેદની ૧ અંતર્મુહૂર્ત શેષ બેની ૧ આવલિકા કરે. સ્ત્રીવેદોદયારૂઢ જીવ સ્ત્રીવેદની જેટલી પ્રથમસ્થિતિ કરે છે, એટલી જ નપુંસકવેદોદયારૂઢ જીવ નપુંસકવેદની કરે છે. અંતરકરણ ક્રિયા પૂર્ણ થયે નપુંસકવેદને ઉપશમાવવાનું શરૂ કરે છે. (જેમ કે અન્યવેતારૂઢ જીવ કરે છે તેમ) પણ અન્યવેદારૂઢ જીવ જ્યાં નપુંસકવેદને સર્વથા ઉપશાંત કરી સ્ત્રીવેદને ઉપશમાવવાનું ચાલુ કરે છે. ત્યાં પહોંચવા છતાં આ જીવ નપુંસકવેદનો ઉદય હોવાના કારણે, એનો નપુંસકવેદ શેષ બેને સત્તામાં રહેલ નપુંસકવેદ કરતાં નિબિડ હોવાથી, નપુંસકવેદને સર્વથા ઉપશાંત કરી શક્યો હોતો નથી. વળી તેમ છતાં એ સ્થાને પહોંચીને એ સ્ત્રીવેદને પણ ઉપશમાવવાનું ચાલુ તો કરી જ દે છે, એટલે કે હવેથી એ બન્નેને ભેગા ઉપશમાવે છે. અને અન્યવેદારૂઢ જીવો જ્યાં સ્ત્રીવેદને ઉપશાંત કરી દે છે, ત્યાં આ જીવ નપુંસક અને સ્ત્રી બન્ને વેદને એક સાથે ઉપશાંત કરી દે છે. તેથી બન્નેનો ઉદયકાળ સમાન કહ્યો છે. ટૂંકમાં વિ૦ આo ભાષ્યમાં પુરુષવેદ કે સ્ત્રીવેદથી આરૂઢ જીવને લક્ષમાં રાખી ક્રમ કહ્યો છે, નપુંસકદારૂઢની આ વિશેષતાના કારણે અહીં સ્ત્રીવેદ - નપુંસકવેદનો ઉદયકાળ તુલ્ય કહ્યો છે એમ જાણવું. ધારો કે ૧૦૦૧૧માં સમયે અંતરકરણક્રિયા પૂર્ણ થાય છે અને ૪ સમયની આવલિકા છે. તો અનુદયવાળી ૧૯ પ્રકૃતિની પ્રથમ સ્થિતિ ૧૦ ૧૧ થી ૧૦૦૧૪ સમયરૂપ ૧ આવલિકા જેટલી થશે. હવે જે જીવે પુરુષવેદ અને સંજ્વલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડી છે, એ જીવ ધારો કે નપુંસકવેદને ૧૦૨૪૦માં સમયે, સ્ત્રીવેદને ૧૦૩૦૦ મા સમયે, પુરુષવેદને ૧૦૩૪૭ મા સમયે, સંજ્વલન ક્રોધને ૧૦૩૮૨મા સમયે, સંજ્વલન માનને ૧૦૪૧૨મા સમયે, સંજ્વલન માયાને ૧૦૪૩૭મા સમયે સંપૂર્ણતયા ઉપશમાવી દે છે અને ૧૦૪૫૫મો સમય ૯માં ગુણઠાણાનો ચરમ સમય છે. તો, નપુંસક કે સ્ત્રીવેદોદયારૂઢ જીવ, સ્વસ્વવેદની પ્રથમસ્થિતિ ૧૦૩૦૦ મા સમય સુધીની રાખી ૧૦૩૦૧ થી ૧૨૫૦૦ સુધીના નિષે કોને ખાલી કરી અંતર પાડશે. એમ, પુરુષારૂઢ - ૧૦૩૪૦ સુધી પ્રથમ સ્થિતિ, ૧૦૩૪૧ થી ૧૨૫૦૦૦નું અંતર સંજ્વલન ક્રોધ - ૧૦૩૭૯ સુધી પ્રથમસ્થિતિ, ૧૦૩૮૦ થી ૧૨૫૦૦ નું અંતર સંજ્વલન માન - ૧૦૪૦૯ સુધી પ્રથમસ્થિતિ, ૧૦૪૧૦ થી ૧૨૫૦૦ નું અંતર સંજવલન માયા - ૧૦૪૩૪ સુધી પ્રથમસ્થિતિ, ૧૦૪૩૫ થી ૧૨૫૦૦ નું અંતર સંજ્વલન લોભ - ૧૦૪૫૯ સુધી પ્રથમ સ્થિતિ, ૧૦૪૬૦ થી ૧૨૫૦૦ નું અંતર (સમયન્યૂન ૨ આવલિકા = ૭ સમય છે. ૫૦વેદના બંધ, ઉદય તથા પ્રથમ સ્થિતિનો વિચ્છેદ એકી સાથે થાય છે. અને ત્યાર પછી એ ૭ સમયે ઉપશમે છે. તેથી ૧૦૩૪૭માં સમય સુધી પ્રથમ સ્થિતિ ન લેતાં ૧૦૩૪૦ સુધી લીધી. સંજ્વ, ક્રોધાદિમાં બંધ ઉદયવિચ્છેદ બાદ ૧ આવલિકાએ પ્રથમ સ્થિતિ વિચ્છેદ થાય છે જે આવલિકા સ્ટિબુકસંક્રમથી ભોગવાય છે. અને ત્યારબાદ સમયગૂન આવલિકાએ (૩ સમય) એ સર્વથા ઉપશાંત થાય છે. તેથી એની પ્રથમસ્થિતિ સર્વથા ઉપશમ થવાના સમય કરતાં ૩ સમય ઓછી લીધી છે. ૯માના અંત સમય બાદ બાદ લોભની ૧ આવલિકા પ્રથમસ્થિતિ શેષ હોય છે. માટે એની પ્રથમસ્થિતિ ૪ સમય અધિક લીધી) આમ નપુંવેદ - સ્ત્રીવેદ, ૫૦વેદ, સંક્રોધ, માન, માયા, બાળલોભની પ્રથમસ્થિતિ અનુક્રમે (૧૦૦૧૧ થી ૧૦૩00 વિગેરે = ) ૨૯૦, ૩૩૦, ૩૬૯, ૩૯૯, ૪૨૪, ૪૪૯ સમયની છે એની પરથી એનું અલ્પબદુત્વ જાણી શકાય છે. વળી આ બધાનું અંતર ઉપરના ભાગે ૧૨૫૦૦માં નિષેક સુધી હોવાથી સમ છે જ્યારે નીચે તરફ અનુક્રમે ૧૦૩૦૧, ૧૦૩૪૧, ૧૦૩૮૦, ૧૦૪૧૦, ૧૦૪૩૫ અને ૧૦૪૬૦માં નિષેકથી પ્રારંભ થતો હોવાથી વિષમ છે. ૧૦૦૧૨મા સમયથી નપુંવેદને ઉપશમાવવાનું ચાલુ થઈ જાય છે, અને ૧૦૨૪૦મા સમય સુધીમાં એ સંપૂર્ણ ઉપશાંત થઈ જાય છે. પણ નપું, વેદોદયારૂઢ જીવને નપુંવેદનો ઉદય હોવાના કારણે ૧૦૨૪૦મો સમય આવવા છતાં એ ઉપશાંત થઈ ગયું હોતું નથી, એટલે એને ઉપશમાવવાની પ્રક્રિયા હજુ ચાલુ જ હોય છે, અને ૧૦૨૪૧માં સમયથી સાથે સાથે સ્ત્રીવેદને ઉપશમાવવાનું પણ ચાલુ થઈ જાય છે. ૧૦૩૦૦માં સમયે બન્ને એકી સાથે ઉપશાંત થઈ જાય છે, અને ત્યાં સુધી જ નપુdવેદનો ઉદય પણ હોય છે. સ્ત્રીવેદોદયારૂઢને પણ ત્યાં સુધી જ સ્ત્રીવેદનો ઉદય હોય છે. (સ્ત્રીવેદોદયારૂઢને નપું વેદ, પુવેદારૂઢ જીવની જેમ ૧૦૨૪૦મા સમયે જ ઉપશાંત થઈ જાય છે, તેથી નપું સ્ત્રીવેદની પ્રથમ સ્થિતિ તુલ્ય હોય છે. આ બે વેદારૂઢ જીવોને ૧૦૩૦૦ મા સમયે સ્વ-સ્વ વેદોદય વિચ્છેદ થયા પછી પુવેદનો ઉદય થતો નથી, તેથી એ ૧૦૩૦૧માં (અનુસંધાણ પેઇઝ નંબર - ૨૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364