________________
ઉદીરણાકરણ
યોગ્ય જાણવી. અહીં પ્રમત્ત જીવ આહારકશરીરને શરૂ કરે છે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાના સ્વામી પ્રમત્ત સંયત જ જાણવાં. બાકીની પ્રકૃતિના (ઉદીરણા સ્વામી) તો સૂત્રકાર જ વિશેષપણે કહે છે... (ચિત્ર નંબર-૪ જુઓ)
૪૩
નરકક્રિક :- નિરવાડ્વા વિ’'ઇત્યાદિ નરકગતિ અને વિ શબ્દથી નરકાનુપૂર્વીની પણ તિર્યંચ પંચેન્દ્રિય અથવા મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને, ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા બાદ તરત અંતર્મુહૂર્ત પસાર થયે નીચેની ત્રણ પૃથ્વીમાંથી અર્થાત્ ૫-૬-૭- ના૨કમાંથી કોઈપણ એક નરકમાં ઉત્પન્ન થાય છે. તે જીવને પ્રથમ સમયે નરકગતિની અંતર્મુહૂર્ત્તહીન સર્વ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉદીરણા યોગ્ય હોય છે. અને નરકાનુપૂર્વીની અન્તરાલગતિમાં ૩ સમયમાત્ર સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે. અહીં નરકગતિ આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કૃષ્ણ લેશ્યા પરિણામથી જ બાંધે છે, અને તેથી તેને યોગ્ય કાલ કરીને નરકને વિષે ઉત્પન્ન થતા જઘન્યાદિ ભાવથી પાંચમી નારક આદિમાં જ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ જઘન્ય કૃષ્ણ લેશ્યાવાળો પમીમાં, મધ્યમ કૃષ્ણ લેશ્યાવાળો ૬ઠ્ઠીમાં અને ઉત્કૃષ્ટ કૃષ્ણ લેશ્યાવાળો ૭મીમાં ઉત્પન્ન થાય છે.) તેથી અહીં નીચેની ત્રણ પૃથ્વીનું જ ગ્રહણ કર્યું છે.
देवगतिदेवमणुयाणुपुब्बीआयावविगलसुहुमतिगे । સંતોમુત્તમા, તાવનું તેલુસ || ૐ ૐ || देवगतिदेवमनुष्यानुपूर्व्यातपविकलसूक्ष्मत्रिके ।
અન્તર્મુહૂર્તમના - સ્તાવલૂનાં તલુજ઼રામ્ ॥ ૐૐ ||
ગાથાર્થ :- દેવગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, આતપ, વિકલત્રિક, સૂક્ષ્મત્રિક એ ૧૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણા પોત-પોતાના ઉદયમાં વર્તતાં, અને અંતર્મુહૂર્ત ભગ્ન એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાધ્યવસાયથી અનંતર અંતર્મુહૂર્ત કાળ સુધી પરિભ્રષ્ટ થયા છતાં તે અંતર્મુહૂર્ત હીન દેવગત્યાદિની ઉત્કૃષ્ટ સ્થિતિને ઉદીરે છે.
=
ટીકાર્થ :- દેવગત્યાદિ-૧૦ પ્રકૃતિઓ :- દેવગતિ, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, આતપ, વિકલત્રિક = બે તેઈ ચઉરિન્દ્રિય અને સૂક્ષ્મત્રિક = સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણનો પોત-પોતાના ઉદયમાં વર્તતાં અન્તર્મુહૂર્તમના ઃ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અધ્યવસાયથી અનન્તર અંતર્મુહૂર્તકાળ માત્ર વ્યવધાન = (વચમા રહેવાવાળા) ભોગવનારા છે, તેટલો સમય અંતર્મુહૂર્દહીન દેવગતિ આદિને ઉત્કૃષ્ટ સ્થિતિને ઉદીરે છે. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે. - અહીં કોઈ જીવ તથાવિધ પરિણામ વિશેષથી નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધીને શુભ પરિણામ વિશેષ પામીને દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધવાની શરૂઆત કરે, તે બધ્યમાન દેવગતિની સ્થિતિમાં પોતાની બંધકાલરૂપ આવલિકાની ઉપર બંધાવલિકાહીન ઉપરની સર્વ પણ નરકગતિની સ્થિતિને સંક્રમાવે છે. તેથી દેવગતિની સ્થિતિ પણ આવલિકામાત્ર હીન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે. અને દેવગતિને બાંધતો જઘન્યથી પણ અંતર્મુહૂર્ત સુધી બાંધે છે. અને બંધ પછી તરત જ કાલ કરીને અનન્તર સમયે દેવ થાય છે. અને દેવત્વનો અનુભવ કરતાં તે જીવને દેવગતિની ‘અંતર્મુહૂર્તીન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
=
૮૭
63
४४
આ ત્રણ નરક પ્રાયોગ્ય નરકગતિ લાયક કર્મ બાંધતાં નરકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય છે. અન્ય નરક પ્રાયોગ્ય બાંધતા મધ્યમ સ્થિતિ બંધાય છે, માટે નીચેની ત્રણ નરક લીધી છે.
છેલ્લા અંતર્મુહૂર્તમાં પોતાના આયુષ્યના ચરમ સમય પર્યંત મનુષ્ય કે તિર્યંચ નરકગતિ યોગ્ય બંધ કરે છે, પરંતુ તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી એમ જણાય છે કેમ કે અંતર્મુહૂર્ત પર્યંત મધ્યમ પરિણામી થઈ ત્યાં જ રહી નરકગતિમાં ઉત્પન્ન થવાનું લખે છે. આ ઉપરથી એમ સમજાય છે કે નર્કગતિ યોગ્ય બંધના અંતર્મુહૂર્તના પ્રથમ ભાગમાં તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે બીજા ભાગમાં ન કરે. એટલે જ અંતર્મુહૂર્ત ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ ઉદીરણા યોગ્ય થાય . જો છેલ્લા સમય સુધી બંધ થતો હોય તો બે આવલિકા ન્યૂન ઉદીરણા યોગ્ય થાય. આ સિવાય આ રીતે જ્યાં કહ્યું હોય ત્યાં અન્યત્ર પણ યથાયોગ્ય રીતે આ પ્રમાણે સમજી લેવું, જેમ કે દેવગતિના વિષયમાં
શંકા ઃ- કહેલ યુક્તિને અનુસરી આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે, તો પછી અંતર્મુહૂર્ત ન્યૂન કેમ કહો છો ? ઉત્તર ઃ- અહીં અંતર્મુહૂર્ત ન્યૂન કહેવામાં કોઈ દોષ નથી. કેમકે અંતર્મુહૂત્તમાં આવલિકા નાખીએ છતાં પણ તે અંતર્મુહૂર્ત જ થાય છે, માત્ર તે મોટું સમજવું. આ પ્રમાણે દેવાનુપૂર્વી માટે પણ સમજવું. આ પ્રમાણે બાકીની વિકલત્રિકાદિ પ્રકૃતિઓની પણ ઉદીરણા યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ યથાયોગ્ય રીતે સ્વયમેવ વિચારી લેવી.
દેવગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી અંતર્મુહૂર્ત બાદ મરણ પામે છે અને એ અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ પ્રદેોદય દ્વારા ભોગવાઈ જાય છે. માટે અંતર્મુહૂર્ત ન્યૂન કહી છે. અને આવલિકા ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમની તો દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા જ હોય છે. કોઈપણ સંક્રર્મોત્કૃષ્ટ પ્રકૃતિની પોતાની મૂળપ્રકૃતિની સ્થિતિ જેટલી સત્તા જ થતી નથી. માટે આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ ઉદીરણા કેમ ન કહી એ શંકા કરી છે. ઉત્તરમાં એમ જણાવ્યું છે કે એ આવલિકા અર્મ અંતર્મુહૂર્તમાં સમાવી છે અને અંતર્મુહૂર્ત મોટું લેવાનું છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International