________________
૪૬
કર્મપ્રકૃતિ ભાગ-૨
जिंव तारयहिं पहाणु ससि सेलहिं मेरु पहाणु ।
तिंव सूरिहिं मुणिचंदमुणि गरुयउ निज्जियमाणु ।। ९ ।। જેમ તારાઓમાં ચંદ્ર મુખ્ય છે, પર્વતોમાં મેરુ પર્વત મુખ્ય છે, તેમ આચાર્ય ભગવંતોમાં મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ મુખ્ય છે. ગૌરવને પાત્ર હોવા છતાં અભિમાનને તેમણે જીતેલું છે. / ૯ //
मोहमहाचलि कुलिससमु सुयजलपूरियऽपारु ।
सुविहियमुणिसिरि सेहरउ मुणिसूरि बालकुमारु ॥ १० ॥ મોહરૂપી મોટા પર્વતને વિષે વજ સમાન, શ્રુતજ્ઞાન રૂપી પાણીથી પૂરાયેલ અપાર સમુદ્ર સમાન, સુવિહિત મુનિઓમાં શેખર સમાન બાલકુમાર મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ હતાં. // ૧૦ ||
ता मज्जहि परतित्थिया जा नवि कोइ कहेइ ।
जिणसासणि उज्जोयकरु मुणिसूरि एत्थु वसेइ ।। ११ ॥ જ્યાં સુધી જિનશાસનમાં પ્રકાશ પાથરનાર મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ અહીં વસે છે તેવું કોઇ ન કહે ત્યાં સુધી અન્ય દર્શનકારો મદ કરો. | ૧૧ ||
ते धना घरि गावडां जहिं विहरइ मुणिसूरि ।
हरइ मोहु फेडइ दुरिउ संसओ घल्लइ दूरि ।। १२ ।। તે ઘર અને ગામડા ધન્ય છે કે જ્યાં મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિચરે છે, તેઓ મોહને હરે છે, પાપનો નાશ કરે છે, સંશયને દૂર કરે છે. તે ૧૨ છે.
कुंददलुज्जलजसपसरधवलियसयलतिलोय ।
कम्मपयडिपयडणपवणु मुणिसूरि नमहु असोउ ।। १३ ॥ ડોલરના (મંચકૂદની) ફૂલની પાંદડીની જેવા ઉજ્જવળ યશને ફેલાવવાથી સકલ ત્રણ લોકને જેમણે ઉજળું કરેલ છે. કર્મપ્રકૃતિ ગ્રંથના પદાર્થોને પ્રગટ કરવામાં હોંશીયાર એવા મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર થાઓ. ૧૩ |
जिण कुग्गह फेडिय नरह पयडिवि निम्मलनाणु ।
सो मुणिसूरि महु माइ गुरु अइमणहरसंठाणु ।। १४ ।। જેમણે કદાગ્રહનો નાશ કરી મનુષ્યોના નિર્મલ જ્ઞાનને પ્રગટ કરેલ છે. તે અતિ મનોહર સંસ્થાનવાળા મુનિચંદ્રસૂરીશ્વરજી મારા ગુરુ છે. // ૧૪ .
मुणिसूरिहिं जितणा गुणा तहिं को संख मुणेइ ? ।
किं रयणायरु कुवि मुणिवि रयणह संख कहेइ ? ।। १५ ।। મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજના જેટલાં ગુણો છે તેની સંખ્યાને કોણ જાણે છે? રત્નની ખાણ તરીકે દરિયાને જાણવાં છતાં પણ તેના રત્નોની સંખ્યાને શું કોઇ કહીં શકે? (અર્થાત્ ન કહીં શકે.) I ૧૫ II
दुद्धरदप्पगइंदहरि कोइलकोमलवाणि ।
सो मुणिचंदु नमेहु पर संजमरयणह खाणि ॥ १६ ॥ દર્ધર અભિમાનરૂપી હાથીને વિષે સિંહ સમાન, કોયલ જેવી કોમલ વાણીવાળા, સંયમરૂપી રત્નોની ખાણ જેવા તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને તમે નમસ્કાર કરો. // ૧૬ //
हरिभद्दसूरिकय गंथ जिणिं वक्खाणिय नियबुद्धिं ।
सो मुणिचंदु नमेह पर जिव पावहु वरसुद्धिं ।। १७ ।। હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કરેલા ગ્રંથોની જેમણે પોતાની બુદ્ધિથી વ્યાખ્યા કરી છે, તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને તમે નમસ્કાર કરો જેનાથી બીજા જીવો શ્રેષ્ઠ શુદ્ધિને પામો. X ૧૭ || (અનુસંધાણ પે.નં-૧૫૯)
-
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org