________________
ઉર્જાના અને અપવર્તનાકરણ
૩૫
દરેક સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય થાય છે અને તે જ ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ હોવાથી સમયાધિક આલિકા, બંધાલિકા અને અબાધા ન્યૂન એટલે અસત્કલ્પનાએ એકસો ઓગણીસ સ્થિતિસ્થાન રહિત દસહજારમા સ્થિતિસ્થાન સુધીના કુલ નવ હજાર આઠસો એકાસી સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે.
તથા અબાધાની ઉપરના બીજા, ત્રીજા અર્થાત્ એકસો અગિયારમા, એકસો બારમા વગેરે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોનો તેની ઉપરના આવલિકા પ્રમાણ નવ-નવ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપર જેટલાં જેટલાં સ્થિતિસ્થાનો રહે તેટલાં તેટલાં સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે તે છેવટે નવહજાર નવસો સત્યાસીમા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોનો તેની ઉપર નવહજાર નવસો અડ્ડાસીથી નવહજાર નવસો છન્નુ સુધીના આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો રૂપ અતીત્થાપનાની ઉપરના નવહજાર નવસો સત્તાણુથી દસહજારમા સ્થિતિસ્થાન સુધીના ચાર સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અને તે બધી સ્થિતિઓ મધ્યમ નિક્ષેપના વિષયભૂત છે.
જ્યારે નવહજાર નવસો અડ્ડાસીમા સ્થિતિસ્થાનના દલિકોની ઉત્તના થાય ત્યારે તેની ઉપરના આવલિકા સ્વરૂપ નવ સ્થિતિસ્થાનો છોડી નવહજાર નવસો અઠ્ઠાણુથી દસહજારમા સ્થિતિસ્થાન સુધીના ત્રણ સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે અર્થાત્ તે દલિકોના સાથે ભોગવવા યોગ્ય થાય છે. તેથી અસત્કલ્પનાએ ત્રણ સમયરૂપ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનોમાં જે નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે.
એમ નિર્વ્યાઘાત ઉર્જાના થાય ત્યારે બધ્યમાન સ્થિતિના અંતિમ સ્થિતિસ્થાનથી એક આલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોની ઉર્જાના થતી જ નથી, પરંતુ તેની નીચેના અને અબાધાની ઉપરના બધા સ્થિતિસ્થાનોની ઉર્જાના થાય છે. તેમજ ઉદયાવલિકાની ઉપરના અર્થાત્ ઓગણીસમા સ્થિતિસ્થાનથી અબાધાસ્થાનની અંતર્ગત ૨હેલ સત્તાણુમા સ્થિતિસ્થાન સુધીના સ્થાનોની ઉર્જાના થાય છે અને તેનો નિક્ષેપ યથાસંભવ એકસો નવમા સ્થિતિસ્થાન સુધીમાં થાય છે. પરંતુ એકસો દસ થી દસહજારમા સ્થિતિસ્થાન સુધીના સ્થાનોમાં તેનો નિક્ષેપ થતો નથી.
સત્તાગત સ્થિતિથી સમયાધિક અધિક સ્થિતિબંધ થાય ત્યારે વ્યાઘાત ઉર્જાના થાય છે. એમ ટીકામાં બતાવેલ છે પરંતુ સત્તાગત દસહજાર સમય પ્રમાણ સ્થિતિ હોય અને આવલિકાના બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક અર્થાત્ દસહજાર છ સમય પ્રમાણ સ્થિતિબંધ ન થાય પરંતુ દસહજાર અને પાંચ સમય પ્રમાણ નવો સ્થિતિબંધ થાય ત્યાં સુધી તો પૂર્વબદ્ધ સત્તાગત નવહજા૨ નવસો નેવ્યાસીથી દસહજારમાં સ્થિતિસ્થાન સુધીના બાર સ્થિતિસ્થાનોની ઉર્જાના થતી જ નથી, પરંતુ નિર્વ્યાઘાત ઉર્જાનામાં બતાવ્યા મુજબ નવહજાર નવસો અઠ્ઠાસીમા સ્થિતિસ્થાન સુધીના સ્થિતિસ્થાનોની જ ઉર્જાના થાય છે.
દસહજાર સમય પ્રમાણ સ્થિતિથી પાંચ સમય અધિક સ્થિતિબંધ થાય ત્યાં સુધી માત્ર નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો વધે છે તેથી એક સમયાધિક, બે સમયાધિક, એમ એક-એક સમયની વૃદ્ધિએ પાંચ સમયાધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યાં સુધી નવહજાર નવસો અઠ્ઠાસીમા સ્થિતિસ્થાનની ઉર્જાના થાય ત્યારે તેના દલિકોનો નવ સમય પ્રમાણ અતીસ્થાપનારૂપ આવલિકાની ઉપર નવહજાર નવસો અઠ્ઠાણુથી ચાર, પાંચ, યાવત્ એક-એક સમય અધિક કરતાં આઠ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે.
-: વ્યાઘાત સ્થિતિ ઉદ્ધત્તના ઃ
જ્યારે છ સમયાધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વબદ્ધ સત્તાગત નવહજાર નવસો નેવ્યાસીથી દસહજારમા સ્થિતિસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની પણ ઉર્જાના થાય છે અને તે વખતે જઘન્ય અતીત્થાપના અને જઘન્ય નિક્ષેપ એમ બન્ને આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સ્થિતિસ્થાનો પ્રમાણ હોય છે. અને તે અસત્કલ્પનાએ ત્રણ ત્રણ હોય છે. અને તે વખતથી જ વ્યાઘાત ઉર્જાના શરૂ થાય છે.
દસહજારમા સ્થિતિસ્થાનની ઉર્જાના થાય ત્યારે દસહજાર ઉપરના ત્રણ સ્થિતિસ્થાનો છોડી તેની ઉપરના દસહજાર ચાર પાંચ અને છ સમયરૂપ ત્રણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. સાત સમય અધિક દસહજાર સમય પ્રમાણ સ્થિતિબંધ થાય ત્યારે દસહજારમા સ્થિતિસ્થાનના દલિકોનો તેની ઉપરના ચાર સમય છોડી દસહજાર પાંચથી સાત સુધીના ત્રણ સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.airtelitary.org