________________
ઉદ્વર્તન અને અપવનાકરણ
૩૭.
તે વખતે ઉદયાવલિકા ઉપરની સ્થિતિનું દલિક તે વખતે બંધાતી અબાધા ઉપર બંધાતા નિષેકમાં પડે એટલે અબાધાની જે નીચેની પ્રથમ આવલિકા જે બંધાવલિકા છે તે જ ઉદયાવલિકા પણ છે. અને તે પછીની સ્થિતિમાં ઉદ્વર્તના થનાર દલિક છે. તે ત્યાંથી ઉદ્વર્તીને અબાધા ઉપર પડે છે. તેથી સમયાધિક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા અતીત્થાપના છે. ચૂર્ણાકાર અને ટીકાકાર બે મત જુદા છે.
(-: સ્થિતિ અપવર્નના :
અપવર્તનાનો સંબંધ બંધ સાથે ન હોવાથી તે તે પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તો પણ સત્તાગત સ્થિતિઓની સદા અપવર્નના ચાલુ જ હોય છે. અને તે નિર્વાઘાત અપવર્નના કહેવાય છે. બંધાવલિકામાં કોઇપણ કરણ લાગતું ન હોવાથી બંધાવલિકા વીત્યા બાદ તરત જ ઉદયાવલિકા શરૂ થાય છે. પરંતુ ઉદયાવલિકામાં પણ કોઇ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકાની ઉપરના સત્તાગત બધા સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની અપવર્ણના થાય છે. અર્થાત્ બંધાવલિકા અને ઉદયાવલિકા ન્યૂન સત્તાગત બધા સ્થિતિસ્થાનો અપાવનાને યોગ્ય હોય છે તેથી જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય ત્યારે મોહનીયકર્મની બે આવલિકા ન્યૂન સીત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ, આયુષ્યની આવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમ પ્રમાણ, નામ અને ગોત્રકર્મની બે આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને જ્ઞાનાવરણીય વગેરે શેષ ચાર કર્મોની બે આવલિકા ન્યુન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ અપવર્ણનાને યોગ્ય હોય છે.
જે સ્થિતિસ્થાનના દલિકોની અપવર્ણના કરે છે તેને તે સ્થિતિસ્થાનમાં નાંખતો નથી. તેમજ સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ સહિત એક આવલિકાની ઉપરના કોઇપણ સ્થિતિસ્થાનની અપવર્નના કરે ત્યારે તેના દલિકોને તેની નીચેના એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સ્થિતિસ્થાનથી ઉદયના સમય સુધીના જેટલાં સ્થિતિસ્થાનો હોય છે તે બધામાં નાંખે છે. અર્થાત્ તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે અને જે સ્થિતિસ્થાનોમાં નાંખે છે તેટલાં સ્થિતિસ્થાનો નિક્ષેપના વિષયભૂત હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના ચરમ સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેની નીચેના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના બધા સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. અને બંધાવલિકા વ્યતીત થયા પછી જ અપવર્ણના શરૂ થાય છે. તેથી બંધાવલિકા, અપવર્ધમાન સમય અને અતીત્થાપનારૂપ આવલિકા એમ સમયાધિક બે આવલિકા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત છે.
સત્તાગત ચરમ સ્થિતિસ્થાનથી નીચેના સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેને અપવર્ચમાન સ્થિતિસ્થાનની નીચેના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના બધા સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે અને તે બધી સ્થિતિઓ મધ્યમ નિક્ષેપના વિષયભૂત છે.
જે સ્થિતિસ્થાનની અપવર્તન કરે છે તે સ્થિતિસ્થાનના દલિકોનો તેની નીચેના આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી શેષ બધા સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. આ હકીકત સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ સહિત એક આવલિકાની ઉપરના સ્થિતિસ્થાનોની અપવર્ણના કરે ત્યાં સુધી લાગુ પડે છે. પરંતુ તેનાથી નીચે - નીચેના સ્થિતિસ્થાનોની અપવર્તના કરે ત્યારે અતીત્થાપનારૂપ આવલિકા ક્રમશઃ એક - એક સમયે ન્યૂન થાય છે. તેથી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે તેના દલિકોનો સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ જેટલાં સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે, અને તે વખતે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ પ્રમાણ સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત અને સમયોન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિઓ જઘન્ય અતીત્થાપનારૂપ હોય છે.
અસત્કલ્પનાએ દસહજાર સમય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તેની નવ સમય પ્રમાણ બંધાવલિકા વ્યતીત થયા બાદ દસથી અઢાર સુધીના ઉદયાવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનોની ઉપરના ઓગણીસથી દસહજારમાં સ્થિતિસ્થાન સુધીના નવ હજાર નવસો બ્યાસી સ્થિતિસ્થાનો અપવર્તનને યોગ્ય હોય છે. અને તેમાંના છેલ્લા દસ હજારમાં સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેના દલિકોનો નવહજાર નવસો નવ્વાણુમાં સ્થિતિસ્થાનથી નવજાર નવસો એકાણું સુધીના નવ સ્થિતિસ્થાનો છોડી શેષ નવજાર નવસો નેનુમા સ્થિતિસ્થાનથી દસમા સ્થિતિસ્થાન સુધીના કુલ નવહજાર નવસો એકાસી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અર્થાત્ એટલી સ્થિતિઓ ઉત્કૃષ્ટ નિક્ષેપરૂપ છે. અને તે ઓગણીસ સમય ન્યૂન દસહજાર સમય પ્રમાણ સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ છે. કારણ કે આવલિકા અસત્કલ્પનાએ નવ સમય પ્રમાણ કલ્પેલ હોવાથી સમયાધિક બે આવલિકાના ઓગણીસ સમયો થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org