________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટિપ્પનકકાર આચાર્ય શ્રી પૃથ્વીચંદ્રસૂરિ મહારાજ છે. તેમના સમયાદિ વિષે હાલ સુરતમાં કશું કહેવાની મારી તૈયારી નથી. એટલે માત્ર તેમને વિશે એટલું કહું છું કે તે આ ચિદમાં સૈકામાં વિદ્યમાન હવાને સંભવ છે. ટિપ્પનકકારે ટિપ્પનકની રચના કરવામાં ચૂકારનું અનુગામપણું સાધ્યું છે. ચૂર્ણકાર અને ટિપ્પનકકારે આખા કલ્પસૂવ ઉપર શબ્દશઃ વ્યાખ્યા નથી કરી એટલે તેમના સામે કલ્પસૂત્રની વાચના કેવી હશે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં તેમની વ્યાખ્યાઓમાં જે કેટલાંક બીજો છે તે ઉપરથી જે પૃથક્રાણુ થઈ શકે તે મેં આ પ્રસ્તાવનામાં જણાવ્યું છે.
અંતમાં પ્રસ્તુત કલ્પસૂત્રનું જે રૂપ ઘડાવું જોઈએ તેમાં મારી નજરે કેટલીક ઊણપ રહી છે, પણ તેમાં મારી જેસલમેરના જ્ઞાનભંડાર વગેરેની પ્રવૃત્તિ કારણ છે. તે છતાં પ્રસ્તુત કલ્પસૂત્રનું સંખ્યાબંધ પ્રાચીન પ્રતિઓને આધારે જે પ્રામાણિક રૂપ ઘડાયું છે તે એકંદર ઠીક જ ઘડાયું છે. આ કાર્યમાં છવાસ્થભાવજનિત અનેકાનેક ખલનાએ થવાને સંભવ સહજ છે, તેને વિદ્વાને ક્ષમાની નજરે જુએ અને એગ્ય સંશોધન કરે એ અભ્યર્થના છે.
લિ. પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રીકાંતિવિજયજી મ. શિષ્ય મુનિવર શ્રી ચતુરવિજયજી મહારાજ
અંતેવાસી મુનિ પુણ્યવિજય
For Private And Personal Use Only