Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 9
________________ જ્યોતિર્ધરની જીવન ગાથા પ્રેરક ઘટનાનું સાકાર સ્વરૂપ ઇ.સ. ૧૯૬૩ના ઑગસ્ટ માસની આખરમાં કે સપ્ટેમ્બર માસના પ્રારંભના સપ્તાહમાં દૈનિક ‘મુંબઈ સમાચાર’ના ‘જયજિનેન્દ્ર’ વિભાગના સંપાદક શ્રી રતિલાલ ચીમનલાલ શાહ, ‘ધર્મપ્રિય’એ સૂચક ટકોર કરેલી. ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનાર સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જન્મશતાબ્દીનો દિવસ ગયો, પરંતુ જૈન ધર્મ અને સમાજે એની નોંધ સુદ્ધાં લીધી નહિ, એવી મતલબની એ ટકોર હતી. શ્રી વીરચંદ ગાંધીનો જન્મ ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪ના રોજ મહુવામાં થયો હતો એટલે ઈ.સ. ૧૯૬૩માં જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થયો ગણાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એ વખતના મહામાત્ર (અને પછી ડિરેક્ટર) શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરાનું આ બાબત મેં ધ્યાન ખેંચ્યું. એમણે કહ્યું કે, વાત સાચી પરંતુ, જન્મ શતાબ્દીની ઉજવણી માટે આજથી પ્રયત્નશીલ થવું ઘટે. મારું વતન મહુવા એટલે સ્વ. વીરચંદ ગાંધીના પૌત્રો શ્રી બચુભાઈ ગાંધી અને શ્રી રસિકભાઈ ગાંધી સાથે પત્રવ્યવહાર કર્યો. શ્રી વીરચંદ ગાંધીનું અપ્રગટ સાહિત્ય અને સુવર્ણચંદ્રકો વગેરે એમની પાસે હોવાની શક્યતા વિષે પૃચ્છા કરી. પ્રત્યુત્તરમાં એમણે આ બધું સાહિત્ય અને ચંદ્રકો વગેરે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપવાની તત્પરતા દર્શાવી. તા. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૩ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલના એ વખતના મંત્રી શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, મહામાત્ર શ્રી કાંતિલાલ ડી. કોરા અને હું મહુવા ગયા. શ્રી વીરચંદભાઈના હસ્તાક્ષરમાં લખાયેલ નોટબુક, પત્રવ્યવહાર, સુવર્ણચંદ્રકો અને કાસ્કેટ વગેરે એમનાં કુટુંબીજનોએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અર્પણ કર્યા. આગળ જતાં ઇ.સ. ૧૯૭૦માં અપ્રગટ હસ્તપ્રત પરથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે The Systems of Indian Philosophy’નું પ્રકાશન કર્યું. એમના સ્વર્ગારોહણની શતાબ્દી નિમિત્તે ‘જૈના’ (Jain Association in North America)ના શ્રી વીરચંદ ગાંધી સ્કૉલરશિપ ફંડના મુખ્ય સંયોજક શ્રી પ્રવિણચંદ્ર સી. શાહ ‘જૈના'નું આગામી convention Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82