________________
-
- જ્યોતિર્ધરની જીવન ગાથા – એથી વિશેષ ઉલ્લેખનીય બાબત તો એ કે, એમણે એ જમાનામાં સ્ત્રી-કેળવણીની હિમાયત કરી અને સક્રિય પગલાં લીધાં. જે યુગ સ્ત્રી-કેળવણીને આવશ્યક સમજતો ન હતો અને જે યુગમાં સ્ત્રીઓનું સ્થાન ઘરની ચાર દીવાલ વચ્ચે જ સીમિત હતું, એ યુગમાં સ્ત્રીકેળવણીની વાત કરવી અને એનો અમલ કરવો એ નાનીસૂની વાત નથી! એમના પ્રયત્નોથી અમેરિકામાં “International Society for the Education of Woman in India નામે સંસ્થા સ્થપાઈ હતી અને એમના પ્રયત્નોથી ત્રણ ભારતીય બહેનોને આ સંસ્થા દ્વારા રહેઠાણ અને અભ્યાસના ખર્ચની એ સંસ્થાની જવાબદારીથી અમેરિકા અભ્યાસાર્થે મોકલી શક્યા. ભારતીય સન્નારીઓ સમાજમાં પોતાના સ્થાનને સમજે અને સાક્ષર, શિક્ષિત સ્ત્રીઓ સાવિત્રી, મૈત્રેયી, ગાર્ગી અને દમયંતી જેવી સતી સ્ત્રીઓના જેવો પોતાનો દરજ્જો પુનઃ પ્રાપ્ત કરે એવો ઉદ્દેશ આ સંસ્થાનો હતો.
એમનો દેહવિલય ઇ.સ. ૧૯૦૧ના ઑગસ્ટની સાતમી તારીખે મુંબઈમાં . થયો.
-: ઉપસંહાર :કેટલીક વ્યક્તિનાં કાર્ય એવા હોય છે કે એમણે કરેલાં સત્કર્મો જેવાં અન્ય કાર્યો થાય ત્યાં સુધી કાળ ભગવાન થોભી જાય એવી આપણને સ્વાભાવિક અપેક્ષા રહે, એવી આપણી પ્રાર્થના પણ હોય. પણ કાળ કોઈનો મિત્ર નથી; કોઈનો શત્રુ પણ નથી. તેની ગતિ સતત, ગહન અને અકળ છે. ભગવાન મહાવીર પણ કાળની ગતિને થંભાવી શક્યા નહીં. ત્રીજી વખતે વિદેશયાત્રાએથી નાદુરસ્ત તબિયત લઈને ૧૯૦૧ના જુલાઈમાં વીરચંદ ગાંધી સ્વદેશ પાછા ફર્યા. અહીં આવ્યા પછી એમની તબિયતમાં સુધારો થયો નહીં. ૩૭ વર્ષની જિંદગીમાં તેઓ સતત કાર્યરત રહ્યા, કદાચ શારીરિક ક્ષમતાથી વધી કાર્યશીલ રહ્યા. ઇ.સ. ૧૯૦૧ના ઑગસ્ટ માસની સાતમી તારીખે મુંબઈમાં એમનું દેહાવસાન થયું. કાળ ભગવાને એની અકળ લીલાનું દર્શન કરાવ્યું.
કાકાસાહેબ કાલેલકરે સ્મરણયાત્રા'માં નોંધ્યું છે કે 'ડાહ્યો-શાણો
-
૪૭ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org