Book Title: Jyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Author(s): Pannalal R Shah
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 49
________________ – જ્યોતિર્ધરની જીવન ગાથા – માણસ ઝાઝું જીવે નહીં.' આ ઉક્તિ વીરચંદ ગાંધી અને એમના સમકાલીનોમાં અક્ષરશઃ સાચી પડતી જણાય છે. સમાજ સુધારક કરશનદાસ મૂળજી (૧૮૩૨-૭૨), સ્વામી વિવેકાનંદ (૧૮૬૨-૧૯૦૨), વા.મો. શાહ (૧૮૭૮-૧૯૩૧), શ્રીમદ્ રાજચંદ્ર (૧૮૬૮-૧૯૦૦): આ બધા મહાનુભાવોએ હજુ ચાલીસી વટાવી – ન વટાવી અને કાળ ભગવાનનું કહેણ આવ્યું. જાણે એ તેડું વહેલું આવવાનું હોય એમ ટૂંકી જિંદગીમાં સતત એક પછી એક કાર્ય હાથ પર લેવા માંડ્યાં અને આટોપવા લાગ્યા. વીરચંદ ગાંધીના કાર્યનું મૂલ્યાંકન કરવું પડે એવી સ્થિતિ આજે ઊભી થઈ રહી છે. વિદેશમાં જૈનોનો વસવાટ વધ્યો છે. ત્યાં વસતાં ફુટુંબોને એમનાં બાળકોના સંસ્કાર અંગેની ચિંતા છે. જૈન ધર્મનું પાયાનું જ્ઞાન સરળ અંગ્રેજી ભાષામાં આપવાનું છે. ભારતમાં પણ અંગ્રેજી માધ્યમવાળી ભાષામાં વ્યાવહારિક શિક્ષણ વધ્યું છે ત્યારે વીરચંદ ગાંધીનાં જૈન ધર્મ પરનાં અંગ્રેજી ભાષામાં અપાયેલ વ્યાખ્યાનોનું મૂલ્ય વધી જાય છે. આ દિશામાં એમણે પાયાનું કામ કર્યું છે. વળી, તીર્થસ્થાનોમાં ફિરકાભેદના કારણે ચાલી રહેલા વિવાદના કારણે એમની આજે સૌથી વિશેષ જરૂર છે. મક્ષીજી તીર્થ, શત્રુંજય અને સમેતશિખર પર ચરબીનું કારખાનું નાખવાના કિસ્સામાં એમણે દાખવેલી દૂરંદેશી, ધગશ, ઉત્સાહ અને તે વિસ્તારની ભાષા શીખવાની તમન્ના આજે પણ દ્યોતક છે. ક્યાંક દસ્તાવેજી વિગતો આપીને, ક્યાંક ઉદારતા રાખીને પ્રશ્નનું નિરાકરણ શોધવામાં એમનું જીવન દીવાદાંડીરૂપ બની રહેશે એમાં શંકા નથી. આવા પનોતા પુત્રને અનેકશઃ વંદના. R ४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82